SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ માજીક લિત-વિરારા આ ભવસાગરિતો વળી કહ્યું છે કે “જે કર્મનું વિદારણ કરે છે અને તપથી દીપે છે અને તપ અને વીર્યથી જે યુક્ત હોય છે તે વીર કહેવાય છે.” અર્થાત સાર્થક-સાન્વર્થ નામવાળા તે મહાવીરને ઉત્તમાંગ વડે-મસ્તક વડે(આ વાકય, આદર-ગુણસ્તુતિ ભણીનો ભાવ દર્શાવે છે)હું વંદન કરું છું.. હવે આ પ્રમાણે મહાવીરવંદનવિષયક સ્તુતિ કરીને ફરીથી પર-બીજા ઉપર ઉપકાર સારૂબીજાને નમસ્કરનું ફલ દર્શાવવા દ્વારા)અને આત્મ-સ્વ-પોતાના આત્માને ભાવની વૃદ્ધિ ખાતર(મહાફલ-મોક્ષ હેતુતાના ભાવદ્વારા આ નમસ્કાર, મોક્ષરૂપ મહાફળનો હેતુ છે આવા ભાવદ્વારા)નમસ્કાર રૂપ હેતુજન્યફલ દર્શાવનારી ગાથાને એક કે અનેક બોલે છે કે, “જિનવરોમાં વૃષભ-ઉત્તમ એવા શ્રી મહાવીર પ્રભુને(સામર્થ્ય યોગથી)કરાયેલો એક પણ નમસ્કાર, નર કે નારીને સંસાર સાગરથી તારે છે.” આની વ્યાખ્યા-ભાવાર્થ-ઘણા નમસ્કાર દૂર રહો પરંતુ યત્નથીસામર્થ્યયોગથી “જિનવર વૃષભ વર્ધમાન' પ્રભુને કરાતો “એક પણ નમસ્કાર', તિર્યંચ-નર-નારક-દેવ રૂપ ભવના અનુભવરૂપ સંસારરૂપી સાગરથી-ભવસ્થિતિ અને કાયસ્થિતિ અનેક પ્રકારે નાના પ્રકારે-વિચિત્ર પ્રકારે અવસ્થાન (રહેઠાણ-વસવાટ) દ્વારા પાર-પરલા કિનારાની અપ્રાપ્તિ હોઈ જાણે સાગર જ જોઈ લ્યો એવા સંસારરૂપ સાગરથી પુરૂષ કે સ્ત્રીને તારે છે અર્થાત્ પુરૂષના કે સ્ત્રીના સંસારને દૂર કરે છે. અહીં પુરૂષનું ગ્રહણ (બીજા સ્થાનની જેમ ઉપલક્ષણથી ગ્રહણ કર્યા સિવાય સાક્ષાત્ પુરૂષનું ગ્રહણ) પુરૂષોત્તમ-પુરૂષની પ્રધાનતાવાળો આ ઘર્મ છે એમ પ્રતિપાદન-નિવેદનકરવા સારૂ છે. અને ૧ જિન એટલે શ્રુત-અવધિ જિન આદિ લેવા. તેઓના વરસ્વામી એટલે સામાન્ય કેવલીઓ. તેઓમાં વૃષભતીર્થકર નામ કર્મના ઉદયથી ઉત્તમ એવા. - २ अयमत्र भावः-सति सम्यग्दर्शन परया भावनया क्रियमाण एकोऽपि नमस्कारः, तथाभूतस्य भावचररूपशुभाध्यवसायस्य हेतुर्भवति પદૃશાનું ગમવાણ નિસ્તરતિ પવો, અતઃ સર્વે કારણોપરાનું અવમુચ” આ અહીં ભાવ-હાર્દ છે કે, સમ્યગુદર્શન હોય છતે ઉત્કૃષ્ટ ભાવનાથી કરાતો એક પણ નમસ્કાર એ તથાભૂતભાવચારિત્રરૂપ શુભઅધ્યવસાયનો હેતુ થાય છે. કે જે તથાભૂતભાવચારિત્રરૂપ શુભાધ્યવસાયથી ક્ષપકશ્રેણી પામી ભવસાગરનો નિસ્વાર થાય છે એટલે ભવસાગર નિસ્તાર પ્રત્યે ક્ષપકશ્રેણી પ્રાપક તથાભૂતભાવચારિત્રરૂપ શુભઅધ્યવસાયરૂપ હેતુ છે. અને ક્ષપબ્રેણી પ્રાપક તથાભૂતભાવચારિત્રરૂપ શુભઅધ્યવસાયરૂપ કાર્યના પ્રત્યે સમ્યગુદર્શન હોય છતે ઉત્કૃષ્ટ ભાવનાપૂર્વકનો કરાતો નમસ્કાર હેતુ છે (એટલે કારણમાં કાર્યનો ઉપચાર હોઈ એમ કહેવામાં આવ્યું છે કે ભવનિસ્તાર પ્રત્યે એક પણ નમસ્કાર કારણ છે (એટલે તાદશ નમસ્કાર જન્ય તાદશ ભાવચારિત્ર કારણ છે.) અથવા કાર્યમાં કારણનો ઉપચાર જાણવો) એટલે તાદશ ભાવચારિત્રરૂપ કાર્યમાં તાદશ નમસ્કારરૂપ કારણનો ઉપચાર આરોપ જાણવો. ૩ સ્થિતિ બે પ્રકારની છે. (૧) ભવસ્થિતિ (૨) કાયસ્થિતિ. તેમાં ભવસ્થિતિ કહો કે આયુષ્ય કહો તે એક જ છે. કાય સ્થિતિ એટલે તો પૃથ્વી વિગેરે છ કાયો પૈકી ગમે તે એક કાર્યમાં ફરીફરીથી લાગલગાટ ઉત્પન્ન થતાં જેટલો સમય વ્યતીત થાય છે. “ મતિવાળુઃ” ભવસ્થિતિ એટલે તે ભવનું આયુષ્ય. “ ક્રાતિનું વિધિવિશારીરિબાપુ તવ શ્રાવેવસ્થાને વિષથો વાલ' “પૃથ્વીકાયાદિ જીવો જે કાયમાં વારંવાર મરણ પામીને ત્યાંજ પુનઃ ઉત્પન્ન થાય એ પ્રકારે એકજ કાયમાં જેટલો કાળ અવસ્થાન (રહેવું) થાય તેટલો કાલ તે જીવની સ્વકાયસ્થિતિ કહેવાય. ગજરાતી નવાદક - આ ભદ્રWરિમા
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy