SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ જરૂરી લલિત-વિરારા ક » Rભદ્રસારિક ૪૦૭ અનાશંસા-ઈચ્છા માત્રના અભાવ રૂપ મોક્ષ થાય છે, માટે જ એવો નિયમ છે કે “શ્રતધર્મ વૃદ્ધિ પામો” આવા પ્રકારનું પ્રણિધાન મોક્ષનું કારણ છે. શંકા-આ શ્રુતધર્મની વૃદ્ધિથી મોક્ષ થાય છે એમ એકાંત નિયમ શાથી? સમાધાન-મોક્ષ રૂપ કાર્યના પ્રત્યે કૃતધર્મ વૃદ્ધિ રૂપ અવંધ્ય કારણતાનો નિશ્ચય-સિદ્ધિ-પુરવાર કરેલ હોઈ ઋતઘર્મની વૃદ્ધિથી એકાંતે મોક્ષ થાય છે. હવે આ વિષયનો વિસ્તારથી વિચાર કરે છે કે; મોક્ષ રૂપ ફલના પ્રત્યે શ્રુતધર્મ-વૃદ્ધિ રૂપ કારણ, નિષ્ફલાણાએ કે ફલાંતર-બીજા ફલના સંપાદકપણાએ વ્યભિચારી નથી, પરંતુ ઈષ્ટફલજનક-સકલ-અવિસંવાદી છે.અર્થાત્ શ્રતધર્મવૃદ્ધિનું ફલ મોક્ષ છે. હવે શ્રતધર્મવૃદ્ધિરૂપ કારણની અસંગપણાની હેતુતાની સિદ્ધિ ખાતર બોલે છે કે; રાગ-દ્વેષ-મોહ રૂપ સંગ શિવાય-રાગ-દ્વેષ-મોહના સંગ રહિત કૃતધર્મવૃદ્ધિરૂપ હેતુથી, આ મોક્ષરૂપી ફલ,બધાય મુમુક્ષુઓથી અનુભવાય છે એટલે જ મોક્ષ પ્રત્યે અસંગત્વજનનદ્વારા શ્રુતધર્મવૃદ્ધિ હેતુ છે. અસંગશ્રુતધર્મવૃદ્ધિનું ફલ મોક્ષ છે. આ પ્રમાણે શ્રતધર્મવૃદ્ધિની સિદ્ધિ કહ્યા બાદ હવે શ્રતધર્મવૃદ્ધિની હેતુની સિદ્ધિ કહે છે કે, વળી-“શ્રતધર્મ, વૃદ્ધિ પામો” આવા પ્રકારના પ્રાર્થના રૂપ શુદ્ધ પરીણામના સ્વીકારથી શ્રતધર્મની વૃદ્ધિ થાય છે, અર્થાત્ શ્રતધર્મવૃદ્ધિરૂપ ફલના પ્રત્યે “શ્રતધર્મ વૃદ્ધિ પામો” આવા આકારનો શુદ્ધ પરીણામઅધ્યવસાય હેતુ છે. તથાચ–આ, પુનઃ પુનઃ-વારંવાર “શ્રુતધર્મ, વૃદ્ધિ પામો' આવા પ્રકારનો પ્રાર્થના રૂપ પરીણામ-અધ્યવસાય, અત્યંત શુભ પ્રશસ્ત છે. દા.ત. જેમ કે શાલિના બીજોનું વારંવાર નિક્ષેપણ-આરોપણ-વાવવું, શાલિના પ્રત્યે હેતુ છે, તેમ વારંવાર “શ્રુતઘર્મ વૃદ્ધિ પામો” આવા પ્રકારનો પ્રાર્થના રૂપ શુભ પરીણામ, શ્રતધર્મ હેતુ છે. આ વસ્તુ પ્રત્યક્ષ સિદ્ધ છે કે; જેમ વારંવાર શાલિબીજના આરોપણની વૃદ્ધિથી શાલિની વૃદ્ધિ, પ્રત્યક્ષ પ્રમાણ સિદ્ધ છે. તેમ અહીં શ્રુતસ્તવમાં પણ વારંવાર 'શ્રતધર્મ વૃદ્ધિ પામો’ આવા પ્રકારના પ્રાર્થના રૂપ શુભ પરીણામની વૃદ્ધિથી શ્રતધર્મની વૃદ્ધિ અવશ્ય થાય છે. હવે શાલિબીજારોપણ રૂપ દષ્ટાંતદ્વારા પ્રસંગતઃ પ્રાપ્ત થયેલ સહકારી કારણરૂપ જલ (સ્થાનીય)નું પ્રતિપાદન કરતા કહે છે કે આ પ્રમાણે (પૂર્વકથિત પ્રકારથી) અહીં વિવેકથી–સમ્યમ્ અર્થના નિશ્ચયના વિચાર રૂપ વિવેકથી મૃતના સ્વીકારરૂપવિવેકથી ગ્રહણ–અથવા વિવેકના ગ્રહણ-સ્વીકારરૂપ વિવેક ગ્રહણ, જલ જેવું જાણવું. ગુજરાતી અનુવાદ - ૪ હ રિયા
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy