SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ તાવ અને રાણી રાજક લલિત-વિસરા - જ (૩૯૪ ભાવાર્થ- આ પ્રમાણે ચતુર્વિશતિસ્તવના(લોગસ્સ સૂત્રના)કહ્યા બાદ સર્વલોકમાં રહેલ અરિહંત ચૈત્યોનો કાઉસગ્ન કરવા સારૂ એક કે અનેક બોલે છે કે “સવલોએ અરિહંત ચેઈયાણ ઈત્યાદિથી માંડી વોસિરામિપર્વત'(બોલે છે)એની વ્યાખ્યા પૂર્વની માફક સમજવી. વિશેષતા જે કાંઈ છે તે જણાવવામાં આવે છે કે જે કેવલજ્ઞાન રૂપી સૂર્યથી દેખાય તે ચૌદ રજુ રૂપ લોક અહીં લેવો. કહ્યું છે કે “જે ક્ષેત્રમાં ધર્માદિ છ દ્રવ્યોનું અસ્તિત્વ છે. ધર્માદિ છ દ્રવ્યો સહિત તે ક્ષેત્ર લોક કહેવાય છે જે ક્ષેત્ર ધર્માદિ છ દ્રવ્યોથી રહિત તે ક્ષેત્ર અલોક કહેવાય છે” તથાચ સઘળાય એવા લોકમાં-ઊર્ધ્વલોક, તીચ્છલોક (મધ્યલોક) અધોલોક રૂ૫ ત્રણ પ્રકારના લોકમાં-ત્રણેયલોકમાં-અપોલોકમાં-ચમરેન્દ્ર આદિના ભવનોમાં, ‘તીચ્છલોકમાં-દ્વીપ, પર્વત, જ્યોતિષી દેવોના વિમાન આદિમાં, ઊર્ધ્વલોકમાં-સૌઘર્માદિ દેવલોકોમાં અહંતોના ચૈત્યો છે જ. વળી તેથી જ “મૂલ-મુખ્ય ચૈત્ય-જિન-પ્રતિમા,-મૂલનાયકજી, સમાધિ (જ્ઞાનાદિરૂપ પૂર્વકથિત સમાધિ) નું કારણ છે. એમ માની મૂલ પ્રતિમાની પહેલી સ્તુતિ (થોય) કહેવાયેલી છે. “બધાય અહંતો એકસરખા ગુણવાળા છે. સમાધિ કારણ રૂપ એકસરખા ગુણવાળા' એમ માની પછીથી કારણ રૂપ એકસરખા ગુણ વાળા છે' એમ માની પછીથી સર્વલોક સ્થિત અહંત ચૈત્યની (સ્તુતિ) નું ગ્રહણ કરેલ છે, કાઉસગ્નની ચર્ચા પૂર્વની માફક સમજવી. તેવી જ રીતે થોય સમજવી. પરંતુ વિશેષતા એટલી જ છે કે, થોય સર્વતીર્થંકર સાધારણ બોલવી નહિતર (જો સર્વતીર્થકર સાધારણ થાય ન બોલવામાં આવે અને અધિકૃત અહંતની થોય બોલવામાં આવે તો) બીજો કાઉસગ્ગ અને બીજી થોય એ વ્યાજબી નથી. જો આમ માનવ વે તો અતિપ્રસંગ નામનો દોષ આવે તો પછી અન્ય બીજા ઉદેશ આદિ નિરર્થક થઈ જાય. મતલબ કે જેનો ઉદ્દેશ તેનો પાઠ આવો ક્રમ હોઈ જેનો કાઉસગ્ગ તેની જ થાય એમ અહીં સમજી લેવું. - હવે લોગસ્સ સૂત્રની પણ વ્યાખ્યા પૂરી થઈ જાય છે. ૧ ભવનપતિમાં સાત કરોડ ને બોંતર લાખ જિનચૈત્યો છે. તેમાં પણ એક એક ચૈત્ય બિંબોની સંખ્યાનું પ્રમાણ ૧૦૮ નું સમજવું. એટલે તેરસેં નેવ્યાશી કરોડ સાઠ લાખ જિંનબિંબો સમજવા. ૨ આ લોકમાં ૩૨૫૯ ચૈત્યોનું વર્ણન આવે છે. તેમાં ત્રણ લાખ એકાણું હજાર ત્રણસે વીશ જિનપ્રતિમાઓ છે. તે ઉપરાંત વ્યંતરજ્યોતિષીઓમાં પણ છે જે શાશ્વત જિનબિંબો છે તેઓના શુભનામ સષભ, ચંદ્રાનન, વારિણ, વર્ધમાન, સમેતશિખર ઉપર વીશ, ને અષ્ટાપદ ઉપર ચોવીશ, શત્રુંજય, ગિરનાર, આબુ, શંખેશ્વરજી, કેશરીયાજી, વિ. તીર્થમાં બીરાજમાન તીર્થંકર પરમાત્માઓ તથા તારંગાએ અજિતનાથ, અંતરિક્ષ પાર્શ્વનાથ, વરકાણા પાર્શ્વનાથ, જીરાવલા પાર્શ્વનાથ, તંભન પાર્શ્વનાથ વિ જિનબિંબો જાણવા. ૩ પહેલા દેવલોકમાં બત્રીસ લાખ જિનચૈત્યો છે. બીજા દેવલોકમાં અઠ્ઠાવીશ લાખ ત્રીજા દેવલોકમાં બાર લાખ ચોથા દેવલોકમાં આઠ લાખ, પાંચમે ચાર લાખ જિનચૈત્યો છે. છઠ્ઠા દેવલોકમાં પચ્ચાસ હજાર, સાતમા દેવલોકે ચારસોચારસો જિનચૈત્યો છે. અગીયારમા તથા બારમા દેવલોકમાં ત્રણસો, નવ રૈવેયકમાં ત્રણસો અઢાર, પાંચ અનુત્તરમાં ઉત્તમ ચૈત્યો છે. એવંચ ચોરાશી લાખ સત્તાણું હજાર વેવીશ જૈન ચૈત્યોનો ઉત્તમ અધિકાર છે. દરેક સોજોજન લાંબા, પચાશ જોજન ઊંચા, ૭ર જોજન પહોળા સમજવા. એક એક ચૈત્યમાં સભાસહિત ૧૦૮ જિનબિંબોનું પ્રમાણ સમજવું. સર્વ મળીને એક અબજ-બાવન કરોડ ચોરાણું લાખ ચુંમાલીસ હજાર-સાતસો ને આઠ જિન પ્રતિમાઓ સમજવી.
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy