SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ કરાર કરવામાં WG! Sા કેમ Eવારા રાજભવસારી (૩૫૮) (૫) બાહ્યનિબંધન બાહ્ય એમ પાંચ વિભાગરૂપે અતિચારની જાતિઓ (અપવાદ પ્રકારો) છે. એમ પ્રતિપાદન કરાય છે. (સર્વથા કાયોત્સર્ગમાં આ જાતિના અતિચારો-અપવાદો અવશ્ય થવાના છે. આવું જ્ઞાન હોવાથી અનાભોગ-અનુપયોગરૂપ નથી અને કોઈ પણ રીતે રોકી શકાય એવા નથી. જો રોકવામાં આવે તો મરણાદિભાવની પ્રાપ્તિ થાય.). હવે સહજ વિગેરે પાંચ વિભાગોમાં હેતુસર આગારોની વહેંચણી (૧) સર્વથા કાયોત્સર્ગમાં અતિચારજાતિ (અપવાદપ્રકાર) રૂપ ઉચ્છવાસ અને નિઃશ્વાસ એ બે, સહજ છે. જીવન ધારણમાં ઉપયોગી પ્રાણવિશેષરૂપ શ્વાસોશ્વાસ નૈસર્ગિક છે. કારણ કે; સચિત્ત (સજીવ) જીવતા દેહની સાથે શ્વાસોશ્વાસ વ્યાપ્ત છે.-જ્યાં જ્યાં શ્વાસોશ્વાસ છે ત્યાં ત્યાં સજીવ દેહ છે. જ્યાં સજીવ દેહ નથી ત્યાં શ્વાસોશ્વાસ નથી. પ્રત્યેક પ્રાણિ પર્યાપ્ત શ્વાસોશ્વાસ છે. (સ્વાભાવિક) (૨) સર્વથા કાયોત્સર્ગમાં અતિચારજાતિરૂપ ખાંસી, (કાસ) છીંક, બગાસું એ ત્રણ, અલ્પ (થોડા) નિમિત્તોનું આલંબન લઈ આવવાના-પ્રગટ થવાના સ્વભાવવાળા છે. કારણ કે; સ્વલ્પ પવનના ક્ષોભ (ભ્રમણ-વિકાર) આદિથી ખાંસી, છીંક, ને બગાસું થાય છે. (વાયુ વિ. ના અલ્પ વિકારવાળી) " (૩) સર્વથા કાયોત્સર્ગમાં અતિચારજાતિ (અપવાદ પ્રકાર) રૂપ ઓડકાર, અધોવાત, ભ્રમરી (ચક્કર) પિત્તમૂછ એ ચાર, બહુ-ઘણા નિમિત્તોનું અવલંબન લઈ આવવાના-પ્રગટ થવાના સ્વભાવવાળા છે. કારણ કે; મહા અજીર્ણ, અપથ્ય આહાર-વિહાર અપ્રિયવાસ, માનસિકઆઘાત, તથાવિઘરોગાદિ, પિત્તની અતિશયતા ઉદાન-અપાનવાયુવેગ આદિથી ઓડકાર, વાછૂટ, ભમરી, બેભાન અવસ્થારૂપ પિત્તમૂર્છા થાય છે. (વાયુ તથા અજીર્ણાદિકના મોટા વિકારવાળી) ૧ મુખ કે નાસિકા વડે અંદર લેવાતો શ્વાસ, કે જેને નાસિકા કે મુખ દ્વારા ગ્રહણ કરી ફેફસામાં ધકેલવામાં આવે છે. ૨ જે શ્વાસ, નાસિક કે મુખ વડે શરીરમાંથી બહાર કાઢવામાં આવે છે. ૩ જ્યારે કોઈ પણ કારણથી અથવા સ્વયમેવ સ્વભાવથી જ નીચે આઘાત પામેલો વાયુ, ઉપરના છિદ્રોને આશ્રિત થઈને ઉદાન ગતિવાળો થયો છતો કંઠ અને છાતીમાં રોકાઈ જાય છે અને મસ્તકમાં પ્રવેશ કરીને શિર, મુખ, નાક, કાન અને મોંના છિદ્રમાં ઘૂસીને બધી ઈન્દ્રિયોમાં વ્યાપ્ત થતો, તે શરીરને તોડતો, જડબાં, ધમની તથા આંખોને ચલાયમાન કરતો અને નેત્ર, પીઠ, છાતી તથા પડખાંઓને મરડતો તેમજ જડ કરતો સ્વતંત્ર રૂપમાં સૂકો અથવા કફની સાથે મળીને બહાર નીકળે છે ત્યારે તે કસવાથી-કષ્ટ આપતો હોવાથી કાસ કહેવાય છે. ૪ છીંક-બગાસું આ ક્રિયાઓ પણ ઉદાન વાયુને લીધે જ ગતિમાનું થાય છે. તેથી તેના વેગને દરેક રીતે રોકી શકાતો નથી અને કદાચ રોકવામાં આવે તો અસમાધિ થાય. રહી શકાદશા અરજી કરવા અને બારીરિક
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy