SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ લાલ વિસ્તરા આ વભસર થિત ૩૫૧ માણસ, પોતાને ચક્રવર્તીથી પણ સારી રીતે અધિક-મોટો જુએ છે.” ।। ૧ ।। "મોહના વિકારવાળો માણસ, પોતે અકૃતાર્થ હોવા છતાંય-કૃતાર્થથી વિપરિત અકૃતાર્થના હિંગો-ઉચ્છંખલનિરંકુશ પ્રવૃત્તિ બેઅદબીભર્યું વર્તન આદિ લક્ષણોવાળો હોવા છતાંય-તે નિરંકુશ કારવાહી-પ્રવર્તન-ચાલચલગત આદિ ચિહ્નોને વળગી રહેનાર હોવા છતાંય, મોહવિકાર ગ્રહના આવેશથી-વેગથી પોતાને કૃતાર્થ માને છે ॥ ૨ ॥ વિગેરે વિગેરે” તે કારણથી પ્રેક્ષાવંતને (વિચારકને, ગુણનારાગીને, સચ્ચાઈપૂર્વક બજાવનારને જિનઆજ્ઞા મુજબ પ્રવૃત્તિ કરનારને-મોહવિકાર વગરનાને) ઉદ્દેશીને-અનુલક્ષીને-અનુસરીને જ આ સૂત્ર સફલકલવાળું-વિજયવંત છે એમ દૃઢ-સુદૃઢ વિશ્વાસ કરવો જોઈએ. ઈતિ. હવે શાસ્ત્રકાર, "ઠામિ કાઉસગ્ગ” એ પાઠ દ્વારા કાયાવ્યાપારના ત્યાગરૂપ કાયોત્સર્ગમાં રહું છું. એમ કહેવાથી કાયાનો વ્યાપાર ન કરવાની પ્રતિજ્ઞા લીધી. આ પ્રતિજ્ઞામાં શરીરનો બીજો કોઈ વ્યાપાર થઈ જાય તો તે પ્રતિજ્ઞાનો ભંગ થાય, તેને માટે તે પ્રતિજ્ઞામાં-કાઉસગ્ગમાં આગાર (અપવાદ-છૂટ-મોકળ) રાખ્યા છે. અને તે આગાર આ "અન્નત્ય ઉસિઐર્ણ”ના પાઠમાં સમજાવ્યા છે. આ આગાર ક્યા છે તે જણાવવા અને તે જણાવી તેનાથી કાઉસગ્ગ, અભગ્ન-ભાંગ્યા વગરનો અખંડિત અને અવિરાધિત એટલે થોડાથી પણ વિરાધના થયા વગરનો રહો એ વિગત દર્શાવવા "અન્નત્ય ઉસસિએણં” રૂપ સૂત્રનો આરંભ કરે છે. 'अण्णत्थ ऊससिएणं नीससिएणं खासिएणं छीएणं जंभाइएणं उडुडुएणं वायनिसग्गेणं भमलीए पित्तमुच्छाए सुहुमेहिं अंगसंचालेहिं सुहुमेहिं खेलसंचालेहिं सुहुमेहिं दिट्ठिसंचालेहि एवमाइएहिं आगारेहिं अभग्गो अविराहिओ हुज्ज मे काउस्सग्गो जाव अरिहंताणं भगवंताणं नमुकारेणं न पारेमि तावकायं ठाणेणं मोणेणं झाणेणं अप्पाणं वोसिरामि ॥ સૂત્રાર્થ-સંક્ષિપ્તાર્થ :=”કાયાના વ્યાપારનો ઉત્સર્ગ એટલે ત્યાગ કરતાં નીચે દર્શાવતા આગારથી કાયોત્સર્ગની પ્રતિજ્ઞાનો ભંગ થાય નહિ. (૧) ઉંચો શ્વાસ લેવો પડે (૨) નીચો શ્વાસ લેવો પડે (૩) ખાંસી કે ઉધરસ આવે (૪) છીંક આવે (૫) બગાસું આવે (૬) ઓડકાર આવે (૭) વાયુનો સંચાર થાય (૮) ચકરી કે ફેર આવે (૯) પિત્તના ચડી જવાથી મૂર્છા આવે (૧૦) સૂક્ષ્મ અંગનો સંચાર થાય (૧૧) સૂક્ષ્મ શ્લેષ્મ એટલે થુંક કે કફ ગળી જતાં સંચાર થાય (૧૨) સૂક્ષ્મ દ્રષ્ટિનો સંચાર થાય એમ બાર આદિ આગારથી અન્યત્ર-બીજે સ્થળે મારી કાયાનો વ્યાપાર બંધ રહે એવો હું નિયમ કરૂં છું. અને જ્યાં સુધી અરિહંત ભગવાનને નમસ્કાર કરવારૂપ "નમો અરિહંતાણં" એવો શબ્દ ન બોલું ત્યાં સુધી મારો કાયોત્સર્ગ પારૂં નહિ અને તેટલા વખત સુધી એક સ્થાનકે મૌનપણે, અને એક જ ધ્યાનથી મારી કાયાના દરેક વ્યાપારને હું વોસિરાવી દઉં અર્થાત્ તેનો ત્યાગ કરૂં "નમો અરિહંતાણં" કહેવા પછી મારો કાયોત્સર્ગ પૂરો થાય. હવે કરેલો કાઉસગ્ગ પણ આગાર (આગાર અથવા આકાર એટલે કાઉસગ્ગમાં રાખવા યોગ્ય કે રહેવા યોગ્ય છૂટ) વિના નિર્દોષ થઈ શકતો નથી. માટે "અન્નત્થથી હુજ્જુ મે કાઉસગ્ગો” સુધીમાં કાઉસગ્ગના ગુજરાતી અનુવાદક 01483312 41. T.
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy