SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વિસ્તરા ઉભરાફિઘથિત (૩૩૮) હવે શાસ્ત્રકાર, અનુપ્રેક્ષારૂપ આત્મધર્મનું લક્ષણ સ્વરૂપ દ્રષ્ટાંતપૂર્વક સુંદર શૈલીથી નિરૂપણ કરે છે. एवम् 'अनुप्रेक्षया' न प्रवृत्तिमात्रतया, अनुप्रेक्षा नाम तत्त्वार्थानुचिन्ता, इयमप्यत्र ज्ञानावरणीयकर्मक्षयोपशमसमुद्भवोऽनुभूतार्थाभ्यासभेदः 'परमसंवेगहेतुस्तद्दाढयविधायी उत्तरोत्तरविशेषसम्प्रत्ययाकारः केवलालोकोन्मुखश्चित्तधर्मः, यथा रत्नशोधकोऽनलः रत्नमभि सम्प्राप्तः रत्नमलं दग्ध्वा शुद्धिमापादयति तथा अनुप्रेक्षानलोऽप्यात्मरत्नमुपसम्प्राप्तः कर्ममलं दग्ध्वा कैवल्यमापादयति, तथा तत्स्वभावत्वादिति. (૫) નિરાલંબન-રૂપીદ્રવ્ય-પ્રતિમા આદિના આધાર વિના ધ્યાન કરવું તે નિરાલંબન કહેવાય છે. સ્થાન અને ઉર્ણ એ બે પ્રકાર કર્મયોગના છે, અને બાકીના ત્રણ પ્રકાર જ્ઞાનયોગના છે. પ્રણિધાન આદિ શુભાશય સાથે હોવાથી સર્વધર્મવ્યાપાર અતિશય શદ્ધ થાય છે. તેથી તેઓને યોગ કહેવામાં આવે છે. તો પણ સર્વ દર્શનકારોએ જે સંકેત વડે યોગ ઓળખાવ્યો છે તે વિશેષ પ્રકારના સ્થાનકોને પ્રાપ્ત થયેલ ધર્મનો જે વ્યાપાર તે "યોગ" કહેવાય છે. ચૈત્યવંદન ઉપર યોગ ઘટના-સ્વર, સંપદા અને માત્રા આદિના નિયમપૂર્વક શુદ્ધ વર્ગોનું સ્પષ્ટ ઉચ્ચારણ કરવું તે યથાવિધિ ઉચ્ચારણ વર્ણયોગ છે. વયોગ હોય તો સૂત્રોના પદોનું જ્ઞાન યથાર્થ થઈ શકે છે. જ્યારે વિધિ અનુસાર આસન જમાવી શુદ્ધ ઉચ્ચાર પૂર્વક સૂત્ર બોલી ચૈત્યવંદન કરવામાં આવે અને સાથે જ તે સૂત્રના અર્થ (તાત્યય) તથા આલંબનમાં ઉપયોગ રહે ત્યારે તે ચૈત્યવંદન ઉક્ત ચારે યોગથી સંપન્ન થાય છે. એવું ચૈત્યવંદન તે ભાવક્રિયા છે. અને તે અમૃત અનુષ્ઠાન છે. હવે યથાવિધિ આસને રહી શુદ્ધ રીતિએ સૂત્ર બોલી ચૈત્યવંદન કરાતું હોય તો તે ચૈત્યવંદન, જ્ઞાનયોગ શૂન્ય હોવાના કારણે દ્રવ્યક્રિયારૂપ છે. એવી દ્રવ્યક્રિયામાં અર્થ-આલંબન યોગનો અભાવ હોવા છતાં પણ તેની તીવ્રરૂચિ હોય તો તે દ્રવ્યકિયા અંતે ભાવડિયા દ્વારા કોઈ વખતે મોક્ષની આપનારી માનવામાં આવી છે. તેથી આવી ક્રિયાને તહેત અનુષ્ઠાન અને ઉપાદેય કહી છે. હવે સ્થાન આદિ યોગના અભાવમાં ચૈત્યવંદન કેવળ નિષ્ફળ છે. એટલું જ નહિ પણ અનિષ્ટ ફલદાયક થાય છે એટલા માટે યોગ્ય અધિકારીઓને જ તેનું શિક્ષણ આપવું જોઈએ જે વ્યક્તિ અર્થ આલંબન બંને યોગોથી શૂન્ય થઈ સ્થાન તથા વર્ણયોગથી પણ શૂન્ય હોય તેનું તે અનુષ્ઠાન કથિગ્રેષ્ઠ માત્ર અર્થાતું નિષ્ફળ બને છે અથવા મૃષાવાદ હોઈને વિપરીત ફલ આપનારું છે. તેથી તે અસદ્ (અનનુષ્ઠાન-ગરાનુષ્ઠાન-વિષાનુષ્ઠાન) અનુષ્ઠાન કહેવાય. એટલા માટે યોગ્ય અધિકારીઓને ચૈત્યવંદન શીખવવું જોઈએ. ચૈત્યવંદનમાં "કાય વોંસરામિ" એ શબ્દોથી જે કાયોત્સર્ગ કરવાની પ્રતિજ્ઞા સાંભળવામાં આવે છે તેથી સર્વવિરતિધર શૈ . ના તાત્ત્વિક અધિકારી-દેશવિરતિ પરિણામી અધિકારી છે અને અપુનબંધક સમદ્રષ્ટિ વ્યવહાર માત્રથી અધિકારી છે, પરંતુ જે વિધિબહુમાન કરવાનું જાણતા નથી તે સર્વથા હૈ. 4 ના અધિકારી છે. તેથી આવા આત્માઓને ચૈત્યવંદન ન તો શીખવવું જોઈએ કે ન તો કરાવવું જોઈએ. ૨ આઠ ગુણોનું સ્વરૂપ (૧) અદ્વેષ-સત્તત્ત્વપ્રત્યે દ્વેષનો અભાવ () જિજ્ઞાસા સત્તત્ત્વને જાણવાની તમન્ના (૩) શુશ્રુષા તત્ત્વશ્રવણની ઉત્કટ તાલાવેલી (૪) શ્રવણ-સતું તત્ત્વને સાંભળવું (૫) બોધ-તત્ત્વનું જ્ઞાન (૬) મીમાંસા-થયેલા તત્ત્વબોધનું સૂક્ષ્મ ચિંતન ઉહાપોહ થાય, હેયોપાદેય આદિનો વિવેક પ્રગટ થાય (૭) પ્રતિપત્તિ-આદેયતત્ત્વનું ગ્રહણ (૮) પ્રવૃત્તિ તત્ત્વરૂપ પ્રવૃત્તિ, દ્રુપપ્રવૃત્તિ આચરણ-અનુષ્ઠાન, ચારિત્ર રમણ થાય. આત્મામાં રમણ કરે. ૧ પુનઃ પુનઃ સીઝન (સર્વ પૃ. ૧૨૪ રામા.) | સિતો પત્નો થાઃ | પ્રારશwવૃત્તિવૃત્તિરહિત વિત્તા સ્વનિષ્ઠ: परिणामविशेषः स्थितिः । तनिमित्तिकृत्य यत्नः पुनः पुनस्तथात्वेन चेतसि निवेशनमभ्यासः (सर्व सं. पृ. ३६६ पातज.) । पौनः પુનુI યયામાવવિશેષાચાર(. દૂ. ૪-૨-૨૬) રૂચાવી વિષપાન્તર મધ્યકાચાપાસઃ (નો. 4 ૪-૨-૨૬) સંરવામગાસઃ ઇતરસંહાર નિ રિતુ (જો. તૃ. ૩-૨-૪૨) વાતી અનુવાલ - એ હાવભમિસા
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy