SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વિસ્તરી વિચિત ૩૩૧ મહાફલથી નિરૂપસર્ગ-મોક્ષરૂપ પરમફલ પ્રાપ્ત થાઓ ! આવી વિશિષ્ટ પ્રાર્થનાવાળા સાધુ અને શ્રાવક હોય છે. અને ઉપર કથિત વિવેચનથી યથાર્થ ઘટિત છે. હવે શાસ્ત્રકાર, શ્રદ્ધાદિ વિના કરેલો કાઉસગ્ગ ઈષ્ટફલ સિદ્ધિવાળો થતો નથી. તે કારણથી "સદ્ધાએથી દ્રામિકાઉસગ્ગ” સુધીના પદોમાં કાઉસગ્ગનો હેતુ (સાધન કે જેથી કાર્યસિદ્ધિ થાય તે) દર્શાવેલ હોવાથી એ, પદવાળી ૩ જી હેતુસંપદાનું વિવેચન કરે છે. अयं च कायोत्सर्गः क्रियमाणोऽपि श्रद्धादिविकलस्य नाभिलषितार्थप्रसाधनायालमित्यत आह- 'सद्धाए मेहाए धीइए धारणाए अणुप्पेहाए, वड्ढमाणीए ठामि काउस्सग्गंति' श्रद्धाया- हेतु भूतया न बलाभियोगादिना, श्रद्धा-निजोऽभिलाषः, मिथ्यात्वमोहनीयकर्म्मक्षयोपशमादिजन्यश्चेतसः प्रसाद इत्यर्थः, अयं च जीवादितत्त्वार्थानुसारी समारोपविघातकृत् कर्म्मफलसम्बन्धास्तित्वादिसम्प्रत्ययाकारश्चित्तकालुष्यापनायी धर्म्मः, यथोदकप्रसादको मणिः सरसि प्रक्षिप्तः पङ्कादिकालुष्य- मपनीयाच्छतामापादयति, एवं श्रद्धामणिरपि चित्तसरस्युपपन्नः सर्वं चित्तकालुष्यमपनीय भगवदर्हत्प्रणीतमार्गं सम्यग्भावयतीति, ભાવાર્થ-તથાચ શ્રદ્ધાદિથી રહિત આત્માને આ કાયોત્સર્ગ, કરવા છતાં ઈષ્ટફલની સિદ્ધિ માટે સમર્થ થતો નથી. માટે "સદ્ધાએ" ઈત્યાદિ પદો કહેલ છે કે, "વધતી એવી શ્રદ્ધાવડે વધતી મેધાવડે, વધતી ધારણાવડે, વધતી અનુપ્રેક્ષાવડે હું કાયોત્સર્ગ કરૂં છું.” વર્ધમાન શ્રદ્ધાદિદ્વારા કાયોત્સર્ગ, મોક્ષરૂપ ઈષ્ટફલની સિદ્ધિના પ્રત્યે પરમ કારણ છે. આ પ્રમાણે કાર્યકારણભાવ જાણવો. હવે વર્ધમાન શ્રદ્ધાદિનું વિવેચન કરતાં પહેલાં શ્રદ્ધાનું વિવેચન-સ્વરૂપવર્ણન કરે છે. (૧) ઈષ્ટફલહેતુભૂત વર્ધમાન શ્રદ્ધાવડે-ઈચ્છાવડે (નહિ કે કોઈના બલાત્કાર-પ્રેરણા આદિથી) હું કાયોત્સર્ગ કરૂં છું. શ્રદ્ધા-મિથ્યાત્વમોહનીય કર્મના ક્ષયોપશમઆદિથી જન્ય (ચિત્ત-આત્માની પ્રસન્નતા પરમઆનંદનો અનુભવ એ કાર્ય છે, તેના પ્રત્યે મિથ્યાત્વ મોહનીયકર્મના ક્ષયોપશમ-ઉપશમક્ષય આદિ કારણ છે. એમ કાર્ય કારણ ભાવ સમજવો.) ચિત્તની પ્રસન્નતારૂપ નિજ અભિલાષા-આત્મિક પરિણામ વિશેષને શ્રદ્ધા કહેવામાં આવે છે. (મિથ્યાત્વમોહનીયકર્મક્ષયોપશમાદિજન્યત્વે સતિ ચિત્તપ્રસન્નત્યં શ્રદ્ધાયા લક્ષણમ્) આવી રીતે લક્ષણ નિરૂપણ કર્યા બાદ હવે સ્વરૂપનું નિવેદન કરે છે. કે આ વિશિષ્ટ નિજાભિલાષારૂપ શ્રદ્ધાધર્મ, (અ) જીવઅજીવ આદિ તત્ત્વરૂપ-સત્યરૂપ નવ પદાર્થને અનુસરનારો છે. (આ) સમારોપ (અયથાર્થ અનુભવ-ભ્રાંતિ) નો સર્વથા નાશ કરનારો છે. સમારોપ-અસત્ (અવિદ્યમાન કે અસત્ય) રૂપ બીજા સ્વભાવનું મિથ્યાત્વના ઉદયથી સસ્તુમાં-સાચી વસ્તુમાં અધ્યા૨ોપ-ભ્રમ-આરોપ-જ્યાં જે નથી ત્યાં તેનું જ્ઞાન, જેમ કે કાચ-કામલ આદિ રોગના ઉપઘાતથી બે ચંદ્ર આદિ વિજ્ઞાનો સારાંશ કે' ગુજરાતી અનુવાદક 1 C483-15 .EN.
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy