SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ GUIG GEET a ની વાતચીત TAળછાતકનકાઇ એ ૩૨૬) હવે દ્રષ્ટાંતશુદ્ધિ ખાતર કહે છે કે, "આ કૂપનું ઉદાહરણ પણ, ઈષ્ટફળ-આરંભીઓનો દ્રવ્યસ્તવ બહુ ગુણવાળો છે. તે જણાવવારૂપ ઈષ્ટફલની સિદ્ધિ માટે, કોઈ પણ રીતે-કોઈ પણ પ્રકારે ખનન પ્રવૃત્તિથી દાન્તિક બહુગુણવાળા દ્રવ્યસ્તવની સાથે સમાન-સરખું નથી એમ નથી પરંતુ સરખું જ થાય છે. અર્થ-વાયુના જેવા ચપલ, મોક્ષપદનો ઘાત કરનાર, ઘણા છે. સ્વામી જેના એવા, સારવગરના થોડા ધનથી જિનેશ્વર ભગવંતની પૂજા કરીને જે વાણીયો સારામાં સાર મોક્ષપદને આપનાર, નિર્મળ પુણ્યને ગ્રહણ કરે છે, તેજ વાણીયો વ્યાપારમાં નિપુણ ગણાય છે. 'परिणामविशेषोऽपिस एव शुभफलो, यत्रानन्योपायत्वेन यतनया प्रकृष्टप्रतनुचैतन्यानां पृथिव्यादिजीवानां वधेऽपि स्वल्पपुण्यव्ययेनापरिमितसुकृतसंप्राप्तिः' 'न च जिनायतनविधापनादौ पृथिव्यादिजीववधेऽपि न गुणः । तथाहि तद्दर्शनाद् गुणानुरागितया भव्यानां बोधिलाभः, पूजातिशयविलोकनादिना च मनःप्रसादः, ततः समाधिः, ततश्च क्रमेण निःश्रेयसाप्तिरिति' स्याद्वादमञ्जरी ।। ' અર્થ-જિનમંદિરોનું નિર્માણ કરવામાં જયણા જાળવવા છતાંય અત્યંત અલ્પજ્ઞાનને ધારણ કરનાર પૃથિવી આદિ જીવોનો વધ અનિવાર્ય છે, તથા જો કે પૃથિવી આદિનો વધ કરવાથી અલ્પપુણ્યનો નાશ થાય છે તો પણ અપરિમિત પુણ્યની પ્રાપ્તિ થાય છે તથા પૃથિવી આદિ જીવોનો વધ હોવા છતાંય જિનમંદિર આદિ નિર્માણમાં ઘણું-પુણ્ય થાય છે કેમકે મંદિરમાં જિનપ્રતિમાને જોવાથી ભવ્ય પુરૂષોને સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. ભગવાનની પૂજાનો અતિશય-ઉત્કર્ષ જોવા વિગેરેથી મનની પ્રસન્નતાથી સમાધિ-સમતાભાવ જાગૃત થાય છે અને ક્રમથી સમતા ભાવથી મોક્ષની પ્રાપ્તિ થાય છે ! શ્રી જિન પૂજામાં આરંભ કરતાં લાભ ઘણા જિનેશ્વરભક્ત આત્માઓને ભવ્ય એવું શ્રી જિનમંદિર બંધાવવાનો, વિધિપૂર્વક શ્રી જિનપ્રતિમા ભરાવીને તેની વિધિપૂર્વક અંજનશલાકા-પ્રતિષ્ઠાદિ કરાવવાનો તથા દરરોજ ત્રિકાળ શ્રી જિનપૂજન ઉત્તમોત્તમ દ્રવ્યોથી કરવાનો મનોરથ હોય, એમાં આશ્ચર્ય પામવા જેવું કાંઈ છે જ નહિ. ગૃહસ્થપણું એ પાપનું કારણ હોવા છતાં પણ શ્રી જિનભક્તિ આદિકારા પુણ્યવાનો પોતાના ગૃહસ્થપણાને પણ સાર્થક બનાવે છે. શ્રી જિનમંદિર આદિમાં અને શ્રી જિનપ્રતિમાની સ્નાન-વિલેપન, સુગન્ધિ પુષ્પો અને બીજા પણ મનોહર સુગંધી દ્રવ્યોથી પૂજા કરનાર ગૃહસ્થને આરંભ તો કરવો જ પડે છે, પણ તે આરંભો પરિણામે ઘણા ગુણને કરનાર હોવાથી પાપરૂપ નથી. નિર્મલ બુદ્ધિવાળા પુણ્યવાન ગૃહસ્થોને આ આરંભવાળી પણ શ્રી જિનપૂજા વિશિષ્ટ કોટિના પુણ્યલાભરૂપ ફલને દેનાર છે, અને ભવવિરહના કારણ સ્વરૂપ સદનુષ્ઠાનને પણ પમાડનારી છે. વિવેકી તે કહેવાય, કે જે હાનિ લાભનો વિચાર કરીને જેમાં વિશેષલાભ હોય તેનો આચરે અને જેમાં વિશેષ હાનિ હોય તેને તજે. જેમાં અલ્પહાનિ હોય તેને તજે. જેમાં અલ્પહાનિ અને ઘણા લાભ હોય. તે કાર્ય. લોકમાં પણ લાભનું કાર્ય જ ગણાય છે. ઘણો લાભ થતો હોય, તે કાર્ય, લોકમાં પણ લાભ થતું હોય તો તેમાં થોડી હાનિ, એ વસ્તુતઃ હાનિ જ ગણાતી નથી. દશરૂપીયા ખર્ચીને હજાર રૂપીયા કમાનારો જેમ પોતાને એમ નથી કહેતો કે- "મને દશ રૂપીયાની હાનિ થઈ” પણ એમ જ કહે છે કે–"મને હજાર રૂપીયાનો લાભ થયો." તેમ બીજાઓ પણ એને માટે એમ જ કહે છે કે "એ હજાર રૂપીયા રળ્યો” એજ રીતિએ, શ્રી જિનની દ્રવ્યપૂજામાં થતા આરંભને આગળ કરવો, એ ડાહ્યા માણસનું કામ નથી. શ્રી જિનની આરંભવાળી પણ યથાવિધિ પૂજાનું ફળ એટલું બધું મોટું છે કે–આરંભના નામે એવી શ્રી જિનપૂજાથી વંચિત રહેનારા ગૃહસ્થો, એકતો મિથ્યા કલ્પનાની ઉપાસના પાપને વહોરે છે અને બીજું પોતાને સ્વપરના હિતની ઉત્તમ તક મળી છે તેને પણ ગુમાવી દે છે. શ્રી જિનપૂજાને માટે પણ આરંભ કરવો એ સાધુઓને માટે સામાન્ય સંયોગોમાં વિહિત નથી; ઉત્સર્ગ માર્ગે તો રાજરાતી અનુવાદક - , ભદ્રરસૂરિ મ.સા
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy