SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ છેઆ લત-વિ ( ૩૧૭) હવે શાસ્ત્રકાર, પૂજન સત્કારના અધિકારીનો નિર્ણય, સચોટ શૈલીમાં આક્ષેપપરીવારપૂર્વક જણાવે ___ आह-साधुः श्रावको वा ?, तत्र साधोस्तावत्पूजनसत्कारवनुचितावेव, द्रव्यस्तवत्वात्, तस्य च तत्प्रतिषेधात् "तो कसिणसञ्जमविऊ पुष्फाईयं न इच्छन्ति" इति वचनात्, श्रावकस्तु सम्पादयत्येवैतौ यथाविभवं, तस्य तत्प्रधानत्वात्, तत्र तत्वदर्शित्वात्, 'जिणपूया विभवबुद्धि' ति वचनात्, तत्कोऽनयो विषय इति, ऊच्यते सामान्येन द्वावपि साधुश्रावको, साधोः स्वकरणमधिकृत्य द्रव्यस्तवप्रतिषेधः, न पुनः सामान्येन, तदनुमतिभावात्, ભાવાર્થ-શંકા-પૂજા અને સત્કારના અધિકારી (વિષય) સાધુ છે કે શ્રાવક ? ત્યાં પૂજા અને સત્કાર સાધુને તો અનુચિત-ગેરવ્યાજબી છે. કારણ કે; પૂજા અને સત્કાર, દ્રવ્યસ્તવરૂપ છે અને “તોકસિણ' એ આ. નિ. શાસ્ત્ર સાધુઓને દ્રવ્યસ્તવનો નિષેધ કરેલ છે અને શ્રાવક તો વૈભવ પ્રમાણે યથાશક્તિ પૂજા અને સત્કાર કરે જ છે. કારણ કે; “જિનપૂયા' એ શાસ્ત્રનું વચન હોઈ, દ્રવ્યસ્તવમાં (જ્ઞાયમાન-જણાતા ઘોરબંઘનો અભાવ છે એટલે દ્રવ્યસ્તવમાં ધનદ્રવ્ય દ્વારા મહાદોષનો અભાવ દેખેલો છે વાસ્તે) તત્ત્વદર્શનપરમાર્થબુદ્ધિ હોઈ, શ્રાવકમાં દ્રવ્યસ્તવની પ્રધાનતા મુખ્યતા છે. તો સાધુશ્રાવક પૈકી કોણ દ્રવ્યસ્તવ-પૂજાસત્કારનો અધિકારી છે ? સમાધાન-સામાન્યરીતે (પૂજકત્વ, કરણ-કારણાનુમોદનાન્યતમત્વરૂપ સામાન્યની અપેક્ષાએ, કરણ કારણાનુમોદનરૂપ સર્વને કુક્ષિમાં રાખી અર્થાત્ કરણાદિરૂપ સર્વની અપેક્ષાએ) પૂજા અને સત્કારના અધિકારી સાધુ અને શ્રાવક ઉભય છે. શાસ્ત્રમાં સાધુને સ્વયં કરવાની પોતાની મેળે-પોતે જાતે કરવાની) અપેક્ષાએ પૂજા સત્કારરૂપ વિસંવાદ નથી (એટલે દ્રવ્યપૂજાનું ફળ માંગવું અયોગ્ય નથી.) કારણ કે મુનિ મહારાજને અનુમતિથી દ્રવ્યપૂજા હોય છે (એટલે દ્રવ્યપૂજાને પ્રશંસનીય ગણે છે, એટલું જ નહિ, પરન્તુ દ્રવ્યપૂજા ન કરનારને કરવાની પ્રેરણા પણ કરે છે) તથા પૂજન અને સત્કારની પ્રાર્થના સાધુ માટે અનુચિત છે, એમ ન કહેવું. સાધુને દ્રવ્યસ્તવનો નિષેધ કેવળ "કરવા" માટે છે. કિન્તુ "કરાવવા" અને "અનુમોદવા” માટે નથી. જિનપૂજા કરવી જોઈએ લક્ષ્મીનો વ્યય કરવાનું એથી શુભતર કોઈ સ્થાન નથી, ઈત્યાદિ ઉપદેશ આપવા વડે ભગવાનની પૂજા અને સત્કાર કરાવવો તથા પૂજા અને સત્કાર થતો જોઈને અનુમોદન કરવું એ સાધુ માટે કર્તવ્ય છે. સરખાવો ૨ “વસિળવવત્તા વિર વિરથા Raag god | जे कसिए संजमाण विऊ पुष्फादीएण कप्पए ॥' (મહાનિશીથસૂત્રે તૃતીય અધ્યયનમાં.) અર્થ-સંયમ માર્ગમાં સંપૂર્ણ રીતે નહિ પ્રવૃત્તિ કરનાર એવા વિરતા વિરતોને એટલે દેશવિરતિવાળા શ્રાવકોને જ આ દ્રવ્યસ્તવ અથવા દ્રવ્યાર્ચન યોગ્ય છે. જે સંપૂર્ણ સંયમ અર્થાત સર્વ વિરતિ-મહાવ્રતધારી છે, તેમને પુષ્પાદિક લેવાં કે તેનો સ્પર્શ કરવો વિગેરે કલ્પી શકતું નથી. કકકકક કકક ગજરાતી અનુવાદક - , તરસૂરિ મ. ક
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy