SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ પ્રત્યે પિતૃત્વપુત્રત્વ આદિ નાના ઘર્મ વિશિષ્ટજ્ઞાન કારણ છે. “વ્યવહાર પ્રતિ ચવદવ્યતવેચ્છેદMવરદં જ્ઞાન વાર આ ન્યાય પણ અહીં વિચારવો જોઈએ') સબબ કે; તેવા કાર્યકારણભાવમાં અથવા મજકૂર વિષયમાં તે તે પ્રકારની પ્રતીતિ (ઉપલબ્ધિ-વ્યાતિબુદ્ધિ) જ પ્રમાણરૂપ છે. જો સમ્યગુસાચી પ્રતીતિને પ્રમાણરૂપ કરવામાં ન આવે તો સઘળે ઠેકાણે અવિશ્વાસ-અશ્રદ્ધાનું સામ્રાજ્ય ફરી વળે ! વાસ્તે સાચી પ્રતીતિને પ્રમાણરૂપ કરીને જેમ પુરૂષ વ્યક્તિમાં અનેક ધર્મો રહેલા છે તેમ પ્રત્યેક વસ્તુમાં અનેક ધર્મો રહેલા છે એમ માનવું જ જોઈએ. –ચાલતા વિષય પરત્વે બૌદ્ધમતનું નિરસન અને સ્વમતનું સ્થાપન કરતા શાસ્ત્રકાર 'वासनाभेदादेवायमित्ययुक्तं तासामपि तनिबन्धनत्वात्, नैकस्वभावादेव ततस्ता इति रूपाद् रसादिवासनापत्तेः, जातिभेदतो नैतदित्यप्ययुक्तं नीलात्पीतादिवासनाप्रसङ्गात्, तत्तत्त्स्वभावत्वानैतदित्यप्यसत्, वाङ्मात्रत्वेन युक्त्यनुपपत्तेः, ભાવાર્થ-પૂર્વપક્ષ (બૌદ્ધ) જે પહેલાં વસ્તુના અનેક સ્વભાવ (ઘર્મ)ની સિદ્ધિના ખાતર, પિતા આદિ વ્યવહારનું દ્રષ્ટાંત કહેલું હતું. તે પિતા આદિ વ્યવહારરૂપ દ્રષ્ટાંતની પ્રવૃત્તિ અર્થાત્ એક પુરૂષમાં પિતાપુત્ર વિગેરેના વ્યવહારની પ્રવૃત્તિ, વાસનાના ભેદને આધીન છે. પદાર્થનિષ્ઠ અનેક સ્વભાવ ઘર્મને આધીનપરતંત્ર નથી. મતલબ કે; પિતા આદિરૂપ વિચિત્ર-નાનાવિઘ વ્યવહારના પ્રત્યે પિતા આદિ વ્યવહાર (શબ્દ પ્રયોગ) કર્તા-વ્યવહત્તમાં રહેલ-વાસનાની વિચિત્રતા (વાસનાનો ભેદ) જવાબદાર-કારણ છે પરંતુ અનંત ધર્મરૂપ એક સ્વભાવવાળી વસ્તુ જવાબદાર નથી. १सा शाक्यपरिकल्पिता त्रुटितमुक्तावलीकल्पानां परस्परविशकलितानां क्षणानामन्योऽन्यानुस्यूतप्रत्ययजनिका एकसूत्रस्थानीया सन्तानापरपर्याया वासना । वासनेति पूर्वज्ञानजनितामुत्तरज्ञाने क्तिमाहुः । स्यावादमंजरी 'लो. १९ । અર્થ-તુટેલ મોતીઓની માલાની માફક પરસ્પર ભિન્નક્ષણોને જોડવાવાળી વાસના બૌદ્ધ માનેલી છે. આ વાસના મોતીઓની માલામાં દોરાની માફક સંપૂર્ણ જ્ઞાન ક્ષણોમાં પેસેલી રહે છે. વાસનાનું બીજું નામ “સંતાન પણ છે. ઉત્તરજ્ઞાનક્ષણમાં પૂર્વ જ્ઞાનક્ષણે ઉત્પન કરેલી શક્તિને “વાસના' કહે છે. ૨ બૌદ્ધમત-પૂર્વચિત્તથી પેદા થયેલી ચેતનાની શક્તિથી યુક્ત બીજું ચિત્ત ઉત્પન્ન થાય છે. આ ચેતના શક્તિ વિશિષ્ટ ચિત્તનું ઉત્પન્ન થવું તે વાસના છે. આ વાસનાથી, વાસક (પૂર્વ વણ) અને વાસ્ય (ઉત્તરક્ષણ) માં સંબંધ થાય છે. આલય વિજ્ઞાન પણ આ વાસનાનું નામ છે. જેમ પવનથી સમુદ્રમાં મોજાઓ ઊઠે છે તેમ અહંકારયુક્ત ચેતના (આલય વિજ્ઞાન) માં આલંબન, સમનંતર, સહકારી અને અધિપતિ પ્રત્યયોદ્વારા પ્રવૃત્તિ વિજ્ઞાનરૂપ ધર્મ , પેદા થાય છે શબ્દ વિગેરેને ગ્રહણ કરનાર પૂર્વ ચિત્તને પ્રવૃત્તિ વિજ્ઞાન' કહે છે. આ પ્રવૃત્તિ વિજ્ઞાન, શબ્દ, સ્પર્શ, રૂપ રસ ગંધ અને વિકલ્પ વિજ્ઞાનના ભેદથી છ પ્રકારનું છે. શબ્દ, સ્પર્શ આદિને ગ્રહણ કરનાર પાંચ વિજ્ઞાનોને નિર્વિકલ્પક (જે શાનમાં વિશેષાકારરૂપ નાના પ્રકારના ભિન્ન ભિન્ન પદાર્થ પ્રતિભાસિત હોય) અને વિકલ્પ જ્ઞાનને સવિકલ્પક જે જ્ઞાનમાં તમામ પદાર્થ વિજ્ઞાનરૂપ પ્રતિભાસિત હોય) કહેલ છે. આ જ્ઞાનોને બૌદ્ધલોક ચિત્ત' કહે છે. વિજ્ઞાનને ચિત્ત અથવા સૈતિક અને બાકીના રૂપ-વેદના-સંજ્ઞા-સંસ્કાર સ્કંધોને ચૈત' કહે છે. પ્રવૃત્તિ વિજ્ઞાનની સાથે એકકાલમાં પેદા થનાર અહંકાર યુક્ત ચેતનાને “આલય વિજ્ઞાન કહે છે. આ આલય-વિજ્ઞાનથીપૂર્વેક્ષણથી પેદા થયેલ ચેતનાની શક્તિ વિશિષ્ટ ઉત્તરચિત્ત પેદા થાય છે. આ આલયવિજ્ઞાનને વાસના તરીકે કહેલ છે. બાજરાતી અનુવાદ રાજકફાસક હાફટ સાકરસૂરિ મ.
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy