SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ નવE કાકા કાલાકાકા " (૨૮૮) " सम्यगालोचनीयं, अन्यथा कल्पनामात्रमेता इति फलाभावः, एकानेकस्वभावत्वं तु वस्तुनो वस्त्वन्तरसम्बन्धाविर्भूतानेकसम्बन्धिरूपत्वेन पितृपुत्रभागिनेयादिविशिष्टैकपुरुषवत्, पूर्वापरान्तरितानन्तरितदूरासन्नन-वपुराणसमसिमर्थदेवदत्तकृतचैत्रस्वामिकलब्धक्रीतहतादिरूपघटवद्वा, ભાવાર્થ વિશેષ-વિભાગ કરીને (પૃથકકરણપૂર્વક-જુદાજુદા પાડી-અલગ અલગ રીતે) સ્તોતવ્ય-સંપદા આદિ સકલ સંપદાગત સકલ ગુણોમાં (સકલગુણવિષયક) પ્રણિધાન, (ચિત્તનું સ્થાપન, મનનું પરોવવું, અંતઃકરણની એકાગ્રતા) એ, પ્રણિધાનવિષયભૂત ગુણરૂપ સ્વકાર્યની પ્રાપ્તિના પ્રત્યે કારણ છે. અર્થાત પ્રણિધાનવિષય નવસંપદાનિષ્ઠ અહત્ત્વ-ભગવત્ત્વાદિ ગુણરૂપ સ્વષ્ટકાર્યની પ્રાપ્તિના પ્રત્યે વિભાગપૂર્વકનું સકલસ્તોતવ્યસંપદાદિતગુણવિષયકપ્રણિધાન કારણ છે. અતએવ, અહત્ત્વ-ભગવત્ત્વ વગેરે ગુણના બીજો-કારણો (૧) અહત્ત્વ-ભગવત્ત્વ આદિગુણને આવરનાર (પ્રતિબંધક) કર્મરૂપ આવરણનો ક્ષય. (૨) અહત્ત્વ-ભગવત્ત્વ આદિ ગુણજનક (અનુકૂલ-પ્રયોજક-ઉત્તેજક) શુભકર્મ-સર્વોત્કૃષ્ટ પુણ્યાનુબંધી પુણ્યરૂપ ઉતીર્થકર નામકર્મનો બંધ. એ બે મુખ્ય બીજો છે. આ વિશિષ્ટ બીજોનું, ફલમાં વિસંવાદ ન આવે તેવી રીતે, સમ્યગ્રીત્યા વિધાન હોઈ આ વિધાનઅનુષ્ઠાન, સમ્યગું અનુષ્ઠાન (ભાવઅનુષ્ઠાન-મોક્ષના હેતુરૂપક્રિયા) થાય છે કે કહેવાય છેઆ વિષયનો સ્ફોટ કરવા સારુ, નાનાવિધ-ચિત્રસંપદાઓના ઉપન્યાસરૂપ પ્રપંચ છે. વળી સ્તોતવ્યસંપદા આદિ, નાના પ્રકારની સંપદાઓ, સ્યાદ્વાદ (નિત્યત્વ અનિત્યવાદિઅનેકઘર્માવચ્છિન્ન એક વસ્તુના સ્વીકારરૂપ અનેકાંતવાદ) રૂપ સિદ્ધાન્ત વગર સંગતિ-ઘટમાનતાને પામતી નથી-યુક્તિયુક્ત પૂરવાર ઠરતી નથી એટલે આ સિદ્ધાંતની સિદ્ધિ સારુ જણાવે છે કે ; દ્રવ્ય પર્યાયરૂપ સ્વભાવાવચ્છિન્ન (અદ્રૂપ) વસ્તુને છોડી (વસ્તુ વિના) ચિત્રનાનાવિધ સંપદાઓના ઉપન્યાસરૂપ પ્રપંચ કહી શકતો નથી. જે જે એક અનેક સ્વભાવરૂપ દ્રવ્ય પર્યાય સ્વભાવ વિશિષ્ટ અહંદૂરૂપ વસ્તુ છે. તે તે ચિત્ર-નાનાવિધ સંપદા સંપન્ન છે. અથવા જ્યાં જ્યાં (અરૂપ વસ્તુ-અધિકરણમાં) દ્રવ્યપર્યાય સ્વભાવરૂપ વસ્તુતત્વ છે, ત્યાં ત્યાં ચિત્ર અર્થ જેમાં પ્રધાનતયા ચિત્તનો આશય વિશુદ્ધ છે, જેમાં મને તેના અર્થને વિષે અર્પિત ઓતપ્રોત છે તથા જેમાં કિયા, શક્તિથી હીન પણ નથી તેમ અધિક પણ નથી, તેને જિનેશ્વેર દેવ “પ્રણિધાન' કહે છે. પ્રણિધાન-ચિત્તની એકાગ્રતાપૂર્વક કરેલું કર્મ (ક્રિયા) તીવ્ર વિપાક-ફલને આપનારું છે, શુભ અંશવાળું હોઈ પરંપરાએ અધિકાધિક શુભકર્મની પ્રાપ્તિ કરાવનારું અને પુણ્યાનુબંધી પુણ્યનો બંધ કરાવનારું હોય છે. ૧ જે કર્મનો ઉદય થતાં જીવ ત્રિભુવનવડે પૂજાય છે તે કર્મ તીર્થંકર નામકર્મ કહેવાય છે. આ કર્મદ્વારા ઘર્મતીર્થ પ્રવર્તાવવાની શક્તિ પ્રાપ્ત થાય છે, આ કર્મનો વિપાક, સર્વજ્ઞદશામાં થાય છે. २ 'न कत्र नानाविरुद्धधर्मप्रतिपादकः स्याद्वादः, किन्तु अपेक्षाभेदेन तदविरोधयोतकस्यात्पदसमभिव्याहृत वाक्यविशेष इति' અર્થાતુ–વિવિધ વિરૂદ્ધ ઘર્મોનું એક સ્થાનમાં પ્રતિપાદન કરનારા સ્યાદ્વાદ નથી પરંતુ અપેક્ષાના ભેદથી વિરૂદ્ધ ધર્મોના અવિરોધ દ્યોતક “ચાત' પદથી વ્યવહારભત થતો વાક્ય વિશેષ છે. ઇતિ ન્યાયખંડખાદ્ય (શ્લો. ૪૨ ન્યાયાચાર્ય મહોપધ્યાય શ્રી યશોવિજયજીકૃત ટીકા.) બાજરાતી MOI N O વાદEETS
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy