SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ તિ-વિકસવા ભલાર પણ * {A-૨૯) વિવેચનકારની આ શક્તિ, ઘીરતા ને પ્રૌઢ વિદ્વત્તા અવશ્ય અનુમોદન-પ્રશંસાની પૂર્ણપણે અધિકારી છે. આ હકીકત પ્રસ્તુત પ્રથમ ભાગનું સહૃદયપણે, સ્વસ્થતાથી અવગાહન કરનાર સર્વ કોઈ તે વિષયના જ્ઞાતાને પગે લાગ્યા વિના નહિ રહે. આજે તે ગ્રંથરત્નના અનુસંધાનમાં બાકીના ચૈત્યવંદન સૂત્રોની લલિતવિસ્તરા વૃત્તિના વિષયોનું અવગાહન કરનારને, ચિંતન-મનન કરનારા ખપી ધર્મભાવિત મુમુક્ષુ જીવોના ઉપકાર માટે બીજો ભાગ પ્રસિદ્ધ થઈ રહ્યો છે. તે ખરેખર ગૌરવનો વિષય છે. ચૈત્યસ્તવ, અરિહંત ચેઈઆણં, નામસ્તવ, લોગસ્સ, શ્રુતસ્તવ, પુખરવરદીવઢે ને સિદ્ધાણં-બુદ્ધાણં સૂત્રો પરની વૃત્તિનો ગૂઢ રહસ્યો તથા અર્થ ગંભીર પદોનો વિસ્તાર ને તેનું સુંદર સરલ વિવેચન આ ગ્રંથમાં પ્રસિદ્ધ થઈ રહેલ છે. આ વિવેચન ગ્રંથમાં લેખક પંન્યાસજી મહારાજે ભાવની વિશદતાપૂર્વક, શબ્દોની સરલતા ને સૌમ્ય શૈલીથી વિષયોની છણાવટ અર્થગંભીર ભાષામાં કરી છે. વિવેચનકાર વિદ્વાન પૂજ્યશ્રીએ બન્નેય ભાગોમાં સુંદર શૈલીથી લલિતવિસ્તરા” ગ્રંથ પર કુશળતાપૂર્વક સંસ્કૃતમાં વિવેચન કરીને ગ્રંથના રહસ્યનું વિશદતાથી ઉદ્ઘાટન કરેલ છે. જેમ કોઈ કુશલ ચિત્રકાર પીંછી હાથમાં લઈ, ફલક પર ભવ્ય ચિત્રાલેખન કરી પોતાના કલા કૌશલથી ફલકને ચિત્રકલાથી સુશોભિત બનાવી, પાત્રોને ચિરંજીવી બનાવે, તે રીતે ચૈત્યવંદન સૂત્ર વૃત્તિરૂપ લલિતવિસ્તરા ગ્રંથના વિષયોને પોતાના મતિવૈભવથી કુશળતાપૂર્વક વિસ્તૃત કરીને વિદ્વાનશ્રીએ સૂત્રોના ગંભીર રહસ્યને સ્પષ્ટ રીતે મૂર્તિમંત કરેલ છે. વિવેચનકારશ્રી, તર્કશાસ્ત્ર તથા શબ્દશાસ્ત્રના પ્રૌઢ પંડિત છે. જૈન સિદ્ધાંતોનું અવગાહન કરીને બહુશ્રુતતા પ્રાપ્ત કરનારા સમર્થ વિદ્વાન છે. શાંત તથા પ્રસિદ્ધિથી દૂર રહેનારા ને એકાંતપરાયણ તો એ સંસ્કૃત-પ્રાકૃત તથા ગુજરાતી ભાષામાં નૈસર્ગિક કાવ્યો રચનારા પ્રતિભાશાળી કવિરત્ન છે. તેઓએ જે મનન-ચિંતન, અવગાહનપૂર્વક ખંત, પરિશ્રમ તથા વૈર્ય ને નિષ્ઠાથી લલિતવિસ્તરા જેવા મહાન શાસ્ત્ર પર વિવેચન કરવાની અસાધારણ કૌશલ્યતા દાખવી છે તે તેમના પુરૂષાર્થ અને પુણ્યાઈથી પ્રાપ્ત ક્ષયોપશમની સફલતા છે. આવા મહાન વિવેચન ગ્રંથનું વિધિમાર્ગના અનુરાગી ખપી ભવ્યજીવો, વાંચન-મનન તથા પરિશીલન શ્રદ્ધાપૂર્વક કરી, પરમતારક દેવાધિદેવની નિઃસીમ કરુણાદ્રષ્ટિને તેમજ તેમના લોકોત્તર વ્યક્તિત્વને પિછાણી • તે પરમ કરૂણાસિંધુ શ્રી અરિહંત પરમાત્મા પ્રત્યે પૂર્ણ ભક્તિ ભાવિત બની, વિધિપૂર્વક તેમની સેવા, ઉપાસના તથા આજ્ઞાની આરાધના કરી અનંત દુઃખરાશિ સંસાર સાગરના પારને પામી શાશ્વત સિદ્ધિસુખના સ્વામી બનો ! એ શુભ કામના સહ હું વિરમું છું. શ્રી નગીનભાઈ જૈન પૌષધશાળા પં. કનકવિજય ગણિ (આ. રામચંદ્રસૂ. સમુદાયના) વિ.સં. ૨૦૨૨ (ભાગ-બીજાના ગુજ. અનુ.) . -- પાટણ ક પર ગુજરાતી અનુવાદ , ભદકરસરિયલ SIકાર છે
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy