SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ લલિતવિસ્તરા Cfmae efia ભાવાર્થ—ઉપરોક્ત સપ્રમાણ પુષ્ટ નિરૂપણથી ‘અદ્વૈત-એક, મુક્ત-ઇશ્વર' છે આ માન્યતા કે મતના ખંડનદ્વારા અરિહંતો (મુક્ત-પરમેશ્વરો) બહુ-અનેક નાના યાવત્ અનંત છે એમ સિદ્ધ થયું. વળી નમસ્કાર કરનારમાં, નમસ્કારરૂપ ક્રિયાના વિષય (જાતિરૂપ નહીં પણ જિનેશ્વર વ્યક્તિરૂપ વિષય) નાના-બહુ હોઇ ફલાતિશય (અતિશયિતફલ-પુષ્કલફલ-ફલનો ઉત્કર્ષ-ફલનું વધી જવું) થાય છે કારણ કે; ‘નમસ્કાર ક્રિયામાં વિષયભૂત ગુણવંત વ્યક્તિઓ બહુઘણી છે.' આવા પ્રબલ જ્ઞાનથી સદ્ (શુભ) આશય-ભાવોલ્લાસની વૃદ્ધિ (વધારો-ઉમેરો-ચઢતી-ભરતી) ની સિદ્ધિ છે. ૨૭૯ શંકા—એક જ નમસ્કારરૂપ ક્રિયાના વિષયો અનેકજનો છે તોઆશયની વૃદ્ધિ એ શું છે ? એનું સ્પષ્ટીકરણ કે ખુલાસો કરો ? સમાધાન—જે એક નમસ્કારરૂપ ક્રિયાથી અનેક જિનોનું વિષયીકરણ (ઉકતક્રિયામાં અનેક જિનોનું વિષયરૂપે પરિણમવું) તે આ, સમાન-એક સરખા ગુણયુક્ત (ગુણવાળા) જિનોને ધારવા-ગ્રહણ કરવા રૂપ વિવેકફલવાળું છે. એટલે જ ખરેખર આ-શુભ આશયની વૃદ્ધિ જ છે. શંકા—જો આમ જ છે તો, એક ક્રિયાથી અનેકોને સન્માનવા-આવકારવા- સત્કારવા એ અનેક બ્રાહ્મણોને એક રૂપીયાનું દાન આપવા બરોબર છે, એવંચ જેમ દાનપાત્ર- અનેક બ્રાહ્મણોને એક રૂપિયાનું દાન, અલ્પ-થોડું છે તેમ સન્માન પાત્ર અનેક જિનોને એક જ ફક્ત નમસ્કાર ક્રિયા વડે સત્કારવારૂપ સન્માન, અલ્પ-ન્યૂન-ઓછું-થોડું કેમ નહીં ? જ્યારે સન્માન ન્યૂન છે તો ફલ પણ કેમ ન્યૂન નહીં ? સમાધાન—ક્રિયામાં ભેદભાવ હોઈ અનેકોને સન્માનવામાં અલ્પતા કે ન્યૂનતા નથી. જેમકે; એક રત્નવિષયકદર્શન (દેખવા-જોવા રૂપ) ક્રિયાથી, રત્નાવલી (રત્નરાશિ)વિષયકદર્શન ક્રિયા, ભિન્ન-જુદી-અલગ છે. કારણ કે; હેતુનો અને ફલનો ભેદ છે તેમ અહીં પણ હેતુમાં અને ફલમાં ભેદ હોઈ ક્રિયામાં ભેદ જાણવો. જ્યાં જ્યાં હેતુમાં અને ફલમાં ભેદ છે ત્યાં ત્યાં ક્રિયામાં ભેદ છે (હેતુફલભેદસત્ત્વે ક્રિયાભેદસત્ત્વ ક્રિયાભેદનો કર્તા-વિધાયક હેતુફલભેદ છે.) —હેતુભેદ અને ફલભેદની ઘટના— (૧) જેમ એક અર્હવિષયક નમસ્કારક્રિયા, સર્વ અર્હદ્ વિષયક નમસ્કાર ક્રિયાથી ભિન્ન છે. કેમકે; એક અર્ધવિષયક નમસ્કાર ક્રિયામાં એક અરિહંતરૂપ વ્યક્તિ, આલંબન-નિમિત્ત હોઈ હેતુનો ભેદ છે. તેમ સર્વ અર્ધવિષયક નમસ્કારક્રિયા, એક અર્હવિષયક નમસ્કારક્રિયાથી ભિન્ન છે. કેમકે; સર્વ અર્હવિષયક નમસ્કારક્રિયામાં સર્વ-અનંત અર્હતો, વિષયભૂત-આલંબન-નિમિત્ત હોઈ હેતુભેદ છે એટલે ક્રિયાભેદ જાણવો. દાખલા તરીકે-જેમ એક રત્ન વિષયક દર્શનક્રિયા, રત્નાવલી (રત્નરાશિ) વિષયક દર્શનક્રિયાથી ભિન્ન છે કેમ કે; તે દર્શનક્રિયામાં વિષય-આલંબન-નિમિત્ત, એક રત્ન છે એટલે હેતુભેદથી ક્રિયાભેદ છે તેમ રત્નાવલીવિષયક દર્શનક્રિયા, એક રત્ન વિષયક દર્શનક્રિયાથી ભિન્ન છે કેમ કે; રત્નાવલી દર્શનક્રિયામાં આલંબન વિષય નિમિત્ત, રત્નાવલી-રત્નરાશિ છે એટલે અહીં ક્રિયાભેદ જાણવો. ગુજરાતી અનુવાદ 2M 1483319 41.en.
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy