SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ જ ૨૭૬) પરમબ્રહ્મઆદિમાં સરખો પ્રસંગ છે. અર્થાત્ અતીન્દ્રિય-વચનગમ્ય અર્થરૂપ પરમબ્રહ્મ, પણ યુક્તિ-વિચારનો વિષય બને એમ માનવું જ પડશે ! માટે તમે જે પહેલાં કહેલ કે “સાદિ પૃથકૃત્વમમીષામનાદિ ચે” ત્યાદિ, તે ગેરવ્યાજબી-અયુક્ત સમજી લેવું “ઈતિ' ફક્ત વચનમાત્ર જ પ્રમાણ છે એમ નથી એટલે વિષય પ્રમાણે (જેવો વિષય હોય તેવી રીતે), કષ, તાપ છેદ વિગેરે સર્વ વિષયને નહી ઓળંઘવાથી, કષ ૧ જ્યારે માણસને સોનું ખરીદવું હોય ત્યારે આ સોનું સાચું છે કે તેમાં કાંઇ ભેદ છે તે જાણવાને અર્થે કષછેદ-તાપથી પ્રથમ તેની પરીક્ષા કરે છે. અને પરીક્ષામાં શુદ્ધ નીકળે છે તો ખરીદ કરે છે, તેમ કષ-છેદ-નાપથી પરખી લેવું જોઇએ. (૧) કષ-દાન, શીલ, તપ, ભાવ, ધ્યાન, પાંચસમિતિ, ત્રણ ગુપ્તિ સહિત ક્રિયા કરવારૂપ, અવિરૂદ્ધ-અનુકૂલ કર્તવ્ય બતાવનારું વાક્ય તે વિધિવાક્ય, અર્થાત્ કોઇ પણ પ્રકારનું શું કર્તવ્ય કરવાની આજ્ઞા તે વિધિમાર્ગ'. અમુક કાર્ય ન કરવું એવો જે માર્ગ તે પ્રતિષેધ માર્ગ =જીવહિંસા ન કરવી, અસત્ય ન બોલવું ચોરી ન કરવી વિગેરે. એવં વિધિ અને નિષેધ તે કષ' કહેવાય છે જેમ સોનાની પરીક્ષા કરવાને કસોટી ઉપર સોનાનો આંકો કરીએ છીએ તેમ ધર્મની પરીક્ષા કરવામાં વિધિનિષેધ વાક્યો કસોટીની ગરજ સારે છે. (૨) છેદ-જેમ માણસ સોનાની વધુ પરીક્ષા ખાતર સોનાને કાપીને જુવે છે કે રખેને અંદરના ભાગમાં કોઈપણ પ્રકારનો ભેદ હોય તેમ વચનરૂપ શ્રતધર્મમાં પણ કષ શુદ્ધિ કર્યા પછીથી છેદશુદ્ધિ કરવી છે છેદ-વિશુદ્ધ બાહ્ય ક્રિયારૂપ છે. વિધિ અને પ્રતિષેધ માર્ગને અનુકૂલ જે બાહ્ય ક્રિયા તે છેદ' છે. અતિચાર અને અનાચાર રહિત તે બાહ્ય શુદ્ધ ક્રિયાથી વિધિ અને પ્રતિષેધ માર્ગને ઉત્તેજન મળે છે એટલે જળવાઇ રહે છે. વિધિમાર્ગ જન્ય ક્રિયાના કરવારૂપ અને પ્રતિષેધમાર્ગજન્ય અસક્રિયાથી અટકવા રૂપનિવૃત્તિ, એવં પ્રવૃત્તિ-નિવૃત્તિ વિધાયક વચન છેદ કહેવાય છે. (૩) તાપ=જેમ સોની સોનાની કષ અને છેદથી પરીક્ષા કરીને અને તેમાં શુદ્ધ નીકળ્યું તો પણ તેની બરાબર પરીક્ષા કરવાને અગ્નિમાં નાંખી તેની પરીક્ષા કરે છે અને જ્યારે અગ્નિમાં પણ તેનો રંગ બદલાતો નથી, ત્યારે તે શુદ્ધકેવળ શુદ્ધ માનવામાં આવે છે, તેમ વચનરૂપ શ્રતધર્મની તાપમાં પરીક્ષા કરવી વિધિપ્રતિષેધરૂપ કષ અને વિધિનિષેધ માર્ગજન્ય સલ્કિયા પાલન, અસદ્ધિયા વિરામ રૂપ ક્રિયા વિશેષરૂપ છેદનો આધાર કે મૂલ કારણ તાપ (જીવાદિ તત્ત્વરૂપ ભાવપ્રરૂપણારૂપવાદ) છે. જો સોનાનો રંગ તાપ આપવાથી બદલાઈ ગયો તો તે સોનું નિરર્થક છે. તેમ વચનરૂપ ધર્મની તાપથી પરીક્ષા કરી તેમાં જો તે ન ટકી શકે તો કષ અને છેદની શુદ્ધિ નિરૂપયોગી છે. જે શાસ્ત્રમાં દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ વસ્તુ નિત્ય પર્યાયાર્થિક નયની અપેક્ષાએ વસ્તુ અનિત્ય એવી રીતે જીવાદિ પદાર્થોનું વર્ણન કરેલું હોય તે વચન “તાપશુદ્ધ કહેવાય તથા ચ “પાવાગાાં પાવાગાણ નો ૩ ડિસેદો | શાળફ્લાયબા વિદી પણ ઘણો . बल्झाणुट्ठाणेणं जेण ण बाहिज्जए तयं णियमा । संभवइ य परिशुद्धं सो पुण धम्मम्मि छेउत्ति ॥२॥ जीवाइभाववाओ, बंधाइपसाहगो इहं तावो । एएहिं परिशुद्धो धम्मो घम्मत्तणमुवेइ ॥३॥ (હરિભદ્રસૂરિકૃત પંચવસ્તુક ચતુર્થ ધારે) છાયાપ્રાવધારીનાં પાજસ્થાનનાં પતુ પ્રતિષે | શાનાયનાલીનાં પક્વ વિશેષ ધર્મવષઃ बाह्यानुष्ठानेन येन न बाध्यते तन्नियमात् । संभवति च परिशुद्धं स पुनधर्मे छेद इति ॥२॥ जीवादिभाववादो बन्धादिप्रसाधक इह तापः । एभिः परिशुद्धो धर्मो धर्मत्वमुपैति ॥ ३ ॥ અECIES ARE
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy