SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત-વિખરા - હભિધારવા (૨૭૪) (અહીં હેયહાન, ઉપાદેય-ઉપાદાનરૂપ પ્રવૃત્તિના પ્રત્યે દ્રુષ્ટ ઈષ્ટ અવિરોધી વચન કારણ છે. હેમહાન ઉપાદેય ઉપાદાનરૂપ પ્રવૃત્તિના પ્રત્યે દ્રુષ્ટ ઈષ્ટ વિરોધી વચન, પ્રતિબંધક છે. આ પ્રમાણે કાર્યકારણભાવ અને પ્રતિબધ્યપ્રતિબંધકાભાવ સમજવો.) કારણ કે, શિવ-સુગત-સુરગુરૂ વિગેરે પુરૂષ પ્રણીત-ચિત વચનો, વ્યક્તિના ભેદથી બહુ-નાના-ઘણાં છે. વચનના પ્રણેતા રૂપ વ્યક્તિઓ નાના-અનેક હોઇ, વચનો પણ નાના-અનેક છે. એટલે પરસ્પર (અરસપરસ) નિત્યવિરૂદ્ધ અનિત્ય, અનિત્યવિરૂદ્ધ નિત્યરૂપ અર્થ-પદાર્થના વાચકવચનો, પરસ્પર વિરોધી-બાધક ગણાય છે. અને તે પરસ્પર વિરોધી નાના વચનો પ્રવર્તક બનતા નથી. પરંતુ વિશિષ્ટ વચન, પ્રવર્તક છે એ બાબતને બતાવે છે કે; વિશેષ-વૃષ્ટ અને ઇષ્ટના વિરોધબાધના અભાવરૂપ જે વિશેષ તે, વિચાર વગર દુર્લક્ષ્ય છે. (પુષ્ટવિચાર-મીમાંસા-ચર્ચા કર્યા સિવાય મજકૂર વિશેષનું જ્ઞાન-પરિચય કે ભાન અશક્ય છે.) વળી સર્વ વચનોથી એકી સાથે પ્રવૃત્તિનો અસંભવ છે એટલે કોઈ એકના વચનથી કરાતી પ્રવૃત્તિ, કોઇએક બાધક બીજા વચનથ બાવિત થાય છે. સર્વ વચનગત વિરોધી એક વચનથી પ્રવૃત્તિ કરવામાં સ્વેચ્છા-સ્વછંદતાની જાહેરાત થાય છે. અંતઃ કોઈપણ વચન, પ્રયોજકપ્રવર્તક (પ્રવૃત્તિનું કારણ) નથી, કારણ કે; વચનાંતરથી (બીજા બીજા વચનથી) સર્વ વચનોનું નિરાકરણબાધ થાય છે-સર્વવચનો બાધિત બને છે. (પ્રવૃત્તિમાં કારણતાના અભાવવાળા સર્વવચનો બને છે.) શંકા=વચનોમાં પરસ્પર વિરોધ કે બાધ ભલે હોય પરંતુ વચનના બહુમાનથી (ભક્તિથી) પ્રવૃત્તિ કરનારને ગમે તે કોઈ એક વચનથી ઈષ્ટની સિદ્ધિ તો થશે ને ? સમાધાન=જેમ દોષ વગરના (નિર્મલ કે બીનગુન્હેગાર) બ્રાહ્મણને અથવા ભાગવત આદિ પ્રવ્રજિતને (પ્રવજ્યા પ્રાપ્ત સાધુને) અવગણતો-અનાદર કે તિરસ્કાર કરતો અને દોષવાળા (અધર્મી-વાંકવાળા) ને માનતો, પડતો બોલ ઝીલતો, આવકારતો જે હોય તે બ્રાહ્મણભક્ત કે પ્રવ્રજિતભક્ત છે એમ કહેવાતું નથી પરંતુ તે ઉપરથી બ્રાહ્મણાદિભક્ત, દુષ્ટભક્ત તરીકે પંકાય છે તેમ નિર્દોષશાસ્ત્રને (આગમરૂપ વીતરાગ વચનને) અવગણતો-નહીં માનતો-તરછોડતો અને દોષવાળા વચનને માનતો શાસ્ત્રારાધક (શાસ્ત્રનો ભક્તવફાદાર-નમક હલાલ-કૃતજ્ઞ) કેવી રીતે મનાય ? અર્થાત્ નજ મનાય, વિરાધક જ મનાયને ? શંકા=દોષ વગરના વચનથી તો પ્રવૃત્તિ થશે જ ને ? વિચારની જરૂર શી છે ? સમાઘાન દુરુવચન કે અધુરવચનનું જ્ઞાન, (આ દોષવાળું છે કે આ દોષવગરનું વચન છે ? આનો નિર્ણય) વિચાર-મીમાંસા-ચર્ચા વગર અસંભવિત છે. વાસ્તે વિચાર-મનન-પરિશીલન-નિદિધ્યાસન એ મહત્ત્વની કે અગત્યની ચીજ છે વળી વિચાર એટલે યુક્તિઓનો જેમાં ગર્ભ છે. અર્થાત્ જેમાં ગર્ભિત રીતિએ યુક્તિઓ ભરેલી છે. તેનું નામ વિચાર કહેવાય છે. અતઃ યુક્તિ, પ્રમાણ નથી, કારણ કે; પરમતમાં ફક્ત વચનનું જ પ્રમાણપણું માનેલ છે વાસ્તે વેદકથિતવચનમાત્રથી પ્રવૃત્તિ છે' એ વિષયની પૂર્વકથિત બ્રાહ્મણાદિ ન્યાયથી આલોચના સમગ્રતઃ સમ્યગુ મીમાંસા કરો Fર. રાતી રાસ
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy