SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૧ હવે તાત્વિક ભયવિજય-જિતભયત્વ જેવું હોય તેવું દર્શાવે છે કે, સહજ-અનારોપિત (બ્રહ્મથી નીકળવા દ્વારા જે સંસારપર્યાય તે સહજ ભવભાવ નથી પરંતુ આરોપિત છે) એટલે જીવસમાન-કાલભાવી સંસારરૂપ પર્યાયનો ક્ષય થયે છતે જ સહજ સંસાર પર્યાયક્ષય જ, જિતભયત્વ સ્વભાવરૂપ હોઈતાત્ત્વિક-નિરૂપચરિતઅનારોપિત જિતભયત્વ તરીકે કહેવાય છે. બ્રહ્મલયરૂપ જિતભયત્વ આરોપિત કહેવાય છે, કારણ કે; પાછો બ્રહ્મસત્તામાંથી જિતભયત્વ-મુક્તત્વના અભાવનો ભય ઊભો છે.) અર્થાત્ પૂર્વ કહેલ શિવ-અચલ આદિસ્થાન પ્રાપ્તિના ન્યાયપૂર્વક, ભવયોગ્યતારૂપ શક્તિરૂપે પણ (ભવયોગ્યતા માત્રનો ક્ષય હોય તો સાક્ષાત ભયભાવનો ક્ષય હોય જ એમાં પૂછવું જ શું ?) સર્વથા ભયનો પરિક્ષય કે ભયની નિવૃત્તિ એનું નામ તાત્ત્વિક જિતભયત્વ છે. જો એકવાર આત્માઓનો બ્રહ્મમાંથી વિભાગ માનીએ તો મુક્ત આત્માઓમાં જિતભયત્વ ઘટે કે નહીં ?' વિગેરે શંકાનો પરિહાર કરી ખૂબીભરી શૈલીથી કરાતું અદ્વૈતમતનું ખંડન न सद्विचटनस्वभावत्वकल्पनाऽबैतेऽप्येवमेवादोष इति न्याय्यंवचः, अनेकदोषोपपत्तेः, तथाहि-तबिचटनं शुद्धादशुद्धाबा ब्रह्मण इति निरूपणीयमेतत्, शुद्धविचटने कुतस्तेषामिहाशुद्धिः, अशुद्धविचटने तु तत्र लयोऽपार्थकः, न चैवमेकमविभागं च तदिति, अनेकत्वे च परमताङ्गीकरणमेव, तद्विभागानामेव नीत्या आत्मत्वादिति, | ભાવાર્થ=(પૂર્વપક્ષ:) બ્રહ્મસત્તામાં એકવાર આત્માઓને સ્વમાંથી છૂટા પાડવાનો સ્વભાવ છે, બીજીવાર છૂટા પાડવાનો સ્વભાવ નથી. એવી કલ્પના-માન્યતા અમારી છે તો તમોએ જે “બીજીવાર પણ મુક્તઆત્માને બ્રહ્મસત્તાથી નીકળી સંસારપર્યાયનો પ્રસંગ સાંપડશે ! એટલે પૂર્વકથિતતાત્ત્વિક જિતભયત્વ કેવી રીતે ?' વગેરે જે દોષ આપેલ હતો તે હવે નથી અને તાત્ત્વિકજિતભયત્વ અમારા મતમાં બરાબર ઘટી શકશે, બોલો હવે કંઈ વાંધો છે ? (ઉત્તરપક્ષ:) આ તમારું વચન ન્યાયસંગત નથી કારણકે; અનેક દોષોના ડુંગરાઓ ઊભા છે. તે આ પ્રમાણેઃ- (૧)શું તમો શુદ્ધ-સલદોષરહિત પરમપુરૂષરૂપ બ્રહ્મમાંથી જીવાત્માઓનો એકવાર છૂટા પડવારૂપવિભાગ માનો છો ? કે (૨) અશુદ્ધ-સકલદોષસહિત બ્રહ્મમાંથી આત્માઓનો એકવાર છુટા થવારૂપવિભાગ માનો છો ? જો શુદ્ધ બ્રહ્મમાંથી આત્માઓનો એકવાર વિભાગરૂપ પ્રથમ પક્ષ માનો તો, અમે પૂછીએ છીએ કે; એ શુદ્ધરૂપ અંશમાં કે જેને ટાળવા આ સંસારમાં યોગીઓનો યમનિયમ આદિનો અઠંગ અભ્યાસ છે. એવી કમલે પરૂપ અશુદ્ધિ-જન્મમરણાન્યતરરૂપ સંસાર પર્યાયનું વળગણ કયાંથી લાગ્યું કે વળગ્યું ? કારણ વગર તો કાર્ય, હોય જ નહી ને ! અને જો અશુદ્ધ બ્રહ્મમાંથી એકવાર આત્માઓના વિભાગરૂપ બીજો પક્ષ માનો તો, પરમબ્રહ્મમાં આત્માઓની અભેદ-લક્ષણલયરૂપ મુક્તિ, નિરર્થક (ફોગટ-વ્યર્થ-નકામી) થાય, કારણકે, અશુદ્ધબ્રહ્મની અશુદ્ધિથી જન્મકલેશ અભેદલયથી લીનમુક્તોને લાગેવળગે કે પ્રાપ્ત થાય ! સમજ્યાને ! એવં ચ શુદ્ધ બ્રહ્મમાંથી એકવાર સંસારમાં આત્માઓનું આગમન માનો તો, અહીં-સંસારમાં શુદ્ધ અંશરૂપ આત્માઓમાં અશુદ્ધિ ક્યાંથી દાખલ થઈ ? એ પહેલો દોષ (૧) અશુદ્ધબ્રહ્મમાંથી એકવાર સંસારને અખત્યાર કરવાથી ક્ષયરૂપ મુક્તિની નિરર્થકતારૂપ બીજોદોષ (૨) આમ આ બે દોષોની ઈષ્ટાપત્તિનો સ્વીકાર કરવા કહ, બાજરાતી નાટક વાસરિયા
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy