SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ કાન નનનન નનનનન Gilda-ARROWBOARER જકડક (૧) શિવરૂપ તે સ્થાન છે તે સ્થાન, શિવરૂપ છે (મંગલ-નિરૂપદ્રવ રૂપ છે, કારણકે, આ સ્થાનમાંથી સર્વ ઉપદ્રવો (આધ્યાત્મિક-શારીરિક માનસિક વિપદા, આધિભૌતિક પંચ મહાભૂતોથી અથાત મનુષ્ય, પશુ, પંખી અને સ્થાવરાદિથી ઉત્પન્ન થયેલું દુઃખ,-આધિદૈવિક દેવકૃત-ભૂત-પિશાચ આદિકૃત દુખરૂ૫ - ઉપદ્રવો) સદાના વિદાય લઈ ચાલ્યા ગયા હોય છે. (૨) આ સ્થાન અચલ (ચાલે કે ખસે તેવું નથી, સ્થિર, અડગ, નિશ્ચલ કે કાયમન) છે કારણકે, સ્વભાવિક (સ્વભાવથી) કે પ્રાયોગિક (પ્રયોગથી) ચલન (એક જગાએથી બીજી પર જવારૂપ) ક્રિયાનો સદંતર અભાવ છે. | (૩) જેમ ઉપરોક્ત સ્થાન, શિવ-અચલરૂપ છે તેમ અરૂજ છે- રૂજા (વ્યાધિ) અને વેદના (આધિ -માનસિક પીડા) વગરનું સ્થાન છે. અર્થાત મજકૂર સ્થાનમાં રૂજાની એટલે વ્યાધિ અને વેદનાની શૂન્યતા છે. કારણ કે; શરીરમાં વ્યાધિ થાય છે અને મનમાં વેદના થાય છે. એટલે શરીર અને મન, વ્યાધિવેદનાનું કારણ છે. શરીર અને મનનો અભાવ હોઈ તતકાર્યભૂત વ્યાધિવેદનાનો અભાવ છે. (૪) જેમ આ સ્થાન, શિવ-અચલ-અરૂજ છે. તેમ અનંત અંતશૂન્ય છે, કારણ કે, કેવલ (કેવલજ્ઞાન, શુદ્ધઆત્મા) કેવલજ્ઞાન અને શુદ્ધ-સિદ્ધ આત્માનું અનંતપણું છે. અર્થાત્ નિશ્ચયનયસંમત સ્વસ્વરૂપરૂપસ્થાન, અનંત છે. કેમકે; કેવલજ્ઞાનાદિરૂપ કેવસ્વભાવનું અનંતપણું છે. વ્યવહારનય સંમત સિદ્ધિક્ષેત્રરૂપ સ્થાન અનંત છે, કારણ કે; કેવલ એટલે શુદ્ધ-સિદ્ધ આત્માઓનું અનંતપણું છે. (અહીં સ્થાનસ્થાનીનો અભેદ ઉપચાર જાણવો.). (૫) જેમ આ સ્થાન, શિવ-અચલ-અરૂજ-અનંત છે. તેમ અક્ષય છે. ક્ષય (નાશ, ઘસાઈ જવું તે, ઓછું થઈ જવું તે, ઘટાડા) ના અભાવવાળું છે. કેમકે; વિનાશના કારણનો સમૂળગો અભાવ છે. (કેવલજ્ઞાન આદિરૂપ સ્વસ્વરૂપ વિનાશ કારણરૂપ જ્ઞાનાવરણીય આદિ કર્માષ્ટકનો સર્વથા અભાવ છે.) સિદ્ધાત્મસ્વરૂપ રૂપસ્થાન, અક્ષય છે સતત (સદૈવ-નિરંતર હંમેશનું) શાશ્વત-અવિનશ્વર છે, તેમજ સિદ્ધિક્ષેત્રરૂપ ૧ જે સ્થાને એક જીવ મોક્ષે ગયો હોય તે જ સ્થાને બીજા પણ ઘણા જીવો મોક્ષે ગયા હોય છે, અને તે સર્વ અનંતસિદ્ધ, નિશ્ચયથી લોકના ઉદ્ગતને જ સ્પર્શનારા હોય છે. અર્થાત સંપૂર્ણ એક સિદ્ધના અવગાઢક્ષેત્રમાં બીજા અનંત સિદ્ધો (તેટલી જ અવગાહનાએ) અવગાહેલા છે, વળી તેઓના (સંપૂર્ણાવગાહી સિદ્ધોના) એકૈક પ્રદેશને આક્રમીને-દાબીને પ્રત્યેક પ્રદેશે પણ જે સિદ્ધો અવગાહી રહેલ છે તે પણ અનંત અનંત છે. એ પ્રમાણે બે ત્રણ ચાર પાંચ ઇત્યાદિ પ્રદેશવૃદ્ધિએ આક્રમી રહેલા સિદ્ધો પણ પ્રત્યેકે અનંત અનંત છે. તથા તે સિદ્ધના અવગાહકોત્રના એકએક પ્રદેશ છોડીને રહેલા જે સિદ્ધો તે પણ પ્રત્યેક અનંત અનંત છે. એ પ્રમાણે બે ત્રણ ઇત્યાદિ પ્રદેશો છોડીને રહેલા સિદ્ધો પણ અનંત અનંત છે. એ પ્રમાણે પ્રદેશની હાનિવૃદ્ધિએ અવગાહેલા સિદ્ધો સંપૂર્ણક્ષેત્રાવગાહી સિદ્ધોથી અસંખ્ય ગુણ જેટલા અધિક છે. અને તેથી એક સિદ્ધ પોતાના અતિનિર્મલ અને પરસ્પર અવગાહેલા સર્વ આત્મપ્રદેશોવડે અનંત સિદ્ધને સ્પર્શે છે. એક સિદ્ધના અવગાહલા આકાશપ્રદેશ અસંખ્ય છે, ને પ્રત્યેક આકાશપ્રદેશને આક્રમીને અનંત અનંત સિદ્ધ અવગાહેલા છે. તો પ્રદેશ એ રહેલા સિદ્ધ, સંપૂર્ણાવગાહી અનંતસિદ્ધથી અસંખ્યગુણ અનંત થઈ શકે છે. અતઃ અને પૂર્વે દર્શાવેલ ભિન્નભિન્ન ક્ષેત્રાવગાહનાના ભેદોરૂપ દેશ પ્રદેશોવડે નિશ્ચયથી, તેથી પણ અસંખ્ય ગુણ સિદ્ધોને સ્પર્શે છે. ૨ આયુષ્ય કર્મનો સર્વથા ક્ષય થવાથી સિદ્ધ પરમાત્માઓ અક્ષયસ્થિતિક કહેવાય છે. હાજી કાકાહા... કારાતી નાટક - ભાદરમિયાન
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy