SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ડિત-વિતરા આ હરિભકરાર રશ્ચિત પણ ગ્રહણ કરનાર (એક વિષયનું ગ્રહણ કરે એમાં તો પૂછવું જ શું ? એ અપિ શબ્દનો અર્થ સમજવો) છે. આ હકીકત-મુદ્દો બરાબર-યુક્તિયુક્ત છે. કારણ કે; વ્યવહાર કે પ્રતીતિથી આ વસ્તુ વિદિત છે. કે; ‘ચિત્રમાં (કલમ અથવા પીંછીથી કોઈ પણ સપાટી ઉપર પાડેલો કોઈપણ વસ્તુનો આકાર, ચીતરામણ, છબી કે તસવીરમાં, આજના વિજ્ઞાનના જમાનામાં તો સિનેમાના રૂપેરી પડદા પર આવતી સીનસીનેરીમાં) અને રંગબેરંગી-કાબર ચિતરી કંબલ-ધાબડીમાં તેમજ બહુ વર્ણવાળા પદાર્થોમાં એકી સાથે-સમકાળે ઘણા વિષયના આકારો (રૂપો, દ્રશ્યો, રંગો) પોતાના અનુભવ (જ્ઞાનદર્શન - અન્યતર અનુભવ) દ્વારા, જણાય છે. દેખાય છે.” -વિષયવિષયકગ્રહણરૂપ (જ્ઞાનરૂપ) જીવપરીણામને જ આકારનું રૂપ આપવાથી જે અર્થ ફલિત થાય છે તેનું નિદર્શન एतेन विषयाकारप्रतिसक्रमादिना 'ज्ञानस्य प्रतिबिम्बाकारताप्रतिक्षेपः प्रत्युक्तः, विषयग्रहणपरिणमस्यैव प्रतिबिम्बत्वेनाभ्युपगमात्, एवं साकारं ज्ञानमनाकारं च दर्शनमित्यपि सिद्धं भवति, ततश्च सर्वज्ञाः सर्वदर्शिनस्तेभ्यो नम इति किया योगः ॥ ३१ | ભાવાર્થ-દર્પણસમાન બુદ્ધિમાં પદાર્થોના પ્રતિબિંબ આકાર જ્યારે પડે છે ત્યારે તવિષયક જ્ઞાનવાનું આત્મા થાય છે. પરંતુ મુક્ત આત્મામાં દર્પણ સરખી બુદ્ધિનો અભાવ હોઈ પદાર્થોના પ્રતિબિંબરૂપ કેવલજ્ઞાનવાન્ (સર્વજ્ઞ) મુક્ત આત્મા નથી. અર્થાત વિષયના આકારના પ્રતિસંક્રમ-પ્રતિબિંબના અભાવરૂપ પ્રતિબિંબાકારના પ્રતિક્ષેપ' કહ્યો હતો તે ઉપરના નિપુણતર-નિરૂપણથી ખંડિત થાય છે. તથાહિ-અહીં ઘટઆદિ વિષયના આકારને આકાર તરીકે ઓળખાવતા નથી, પરંતુ વિષયવિષયકગ્રહણરૂપ પરીણામ (સ્વભાવ) રૂપ જીવપરિણતિને આકાર તરીકે ઓળખાવવામાં આવે છે. આવા વિશિષ્ટ આકારના નિરૂપણથી, ઘટઆદિરૂપ વિષયરૂપ ગ્રાહ્યના આકારનો (આકૃતિ-રચના વિશેષનો) વિષયગ્રાહકજ્ઞાનમાં પ્રતિસંક્રમ (પ્રતિબિંબ) પડતો નથી. અતએવ જ્ઞાનમાં વિષયના આકારનું પ્રતિબિંબ પડે ત્યારે જ તવિષયકજ્ઞાનવાનું આત્મા બને, મુક્ત અવસ્થામાં અરૂપજ્ઞાનમાં વિષયના આકારનું પ્રતિબિંબ પડતું નથી એટલે સર્વાર્થવિષયકજ્ઞાનવાન્ મુક્ત આત્મા નથી' આ વર્ણન ગલત છે, ખંડિત થાય છે. જો વિષયના આકારનું પ્રતિસંક્રમ-પ્રતિબિંબ, જ્ઞાનમાં માનવામાં આવે તો, જ્ઞાન અને શેય, બંને એકરૂપ-એકાકાર-અભિન્ન-તરૂપ થઈ જાય ! કાંતો વિષય, આકાર વગરનો બની જાય ! કારણ કે; વિષયનો આકાર જ્ઞાનમાં દાખલ થઈ ગયો છે. –પ્રતિબિંબરૂપ આકારની પરિભાષાનો સ્કોટ જૈનદર્શનમાં વિષયગ્રહણપરિણામને (વિષયવિષયકજ્ઞાનરૂપ ગ્રહણરૂપ જીવપરિણતિને) જ પ્રતિબિંબ કે આકાર તરીકે પરિભાષિત-સંકેતિત-સંન્નિત કરાય છે. - અર્થાત્ પ્રતિબિંબ-આકાર એટલે વિષયગ્રહણજીવપરીણામ. १ बुद्धिसत्त्वे इन्द्रियद्वारा बहिर्निर्गताया बुद्धेर्घटादिदेशप्राप्तौ घटायाकारेण परिणतिर्जायते सैव ज्ञानमित्युच्यते साड्ख्यैः । બારાતી અનુવાદક - મકરસૂરિ મહારાજા
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy