SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત-વિસ્તરા ૨૩૯ છે' એવી માન્યતાને સ્વીકારવામાં અતીત વસંત આદિ ઋતુરૂપ કારણજન્ય, સહકાર આદિ (આંબા આદિ) વૃક્ષોની અંકુર આદિરૂપ અવસ્થાભાવથી (અવસ્થાની પ્રાપ્તિથી) અને પુરૂષની બાલકુમાર આદિરૂપ અવસ્થાભાવથી (તે તે અવસ્થાની પ્રાપ્તિથી) તે અવસ્થાથી ભિન્ન-બીજા પરીણામોનો (દશાઓ કે અવસ્થાઓનો) અભાવ છે એટલે તેનો તે જ-પૂર્વનો પરીણામ પ્રાપ્ત થાય છે બીજો પરીણામ નહીં (અતીત-વર્તમાન કે ભવિષ્યકાલીન ઋતુઓમાં જ્યારે ભેદ નથી તો વૃક્ષાદિમાં, પુરૂષમાં દેખાતી ભિન્ન અવસ્થાઓ કે અનુભવાતા પરીણામી માલુમ ન પડવા જોઈએ ! ભૂતકાલીન ઋતુએ સર્જેલ વૃક્ષાદિમાં અંકુરાદિક અવસ્થા તેમજ પુરૂષમાં બાલકુમાર અવસ્થા હતી તેની તે જ અવસ્થા, વર્તમાનકાલીન કે ભવિષ્યત્કાલીન ઋતુ દ્વારા પ્રાપ્ત હોય કે થશે! કારણ કે, ઋતુઓમાં એટલે કારણમાં ભેદ નથી તો ભિન્ન ભિન્ન અવસ્થાઓમાં એટલે કાર્યમાં ભેદ કેવી રીતે ? એવંચ એક ઋતુ કે એની એ જ ઋતુની કલ્પનામાં ઋતુ, વૃક્ષ આદિ કે પુરૂષમાં એક દશા-એની એ જ દશા સર્જી શકે ! ભિન્ન દશાઓ અનુભવાય છે માટે ભિન્ન ભિન્ન સઘળી ૠતુઓ છે-ભૂતકાલીન-વર્તમાનકાલીન કે ભવિષ્યત્કાલીન ૠતુઓ ભિન્ન હતી, છે અને રહેશે. એની એ નથી એમ માનવું ન્યાય પ્રાપ્ત થાય છે) જો ભિન્ન ભિન્ન પરીણામો થાય છે' એમ તમે માનો તો, વ્યતીત ૠતુઓ એની એ ફરી આવે છે' એમ વદવું વજૂદ વગરનું થાય છે કારણ કે; તે ઋતુ, આંબા આદિ વૃક્ષોની અંકુરાદિક અવસ્થાના (પરીણામ) તે પેદા કરવાના સ્વભાવવાળી આ ૠતુ છે તો આ ઋતુની સંનિધિ (સમીપપણું) હોયે છતે આ આંબા આદિની અંકુરાદિક અવસ્થા કે ન થાય ? અર્થાત્ થાય જ. જો ઋતુની સંનિધિમાં પણ આંબા આદિની અંકુરઆદિ અવસ્થા નથી. થતી એમ માનો તો, આંબા આદિની અંકુરાદિ અવસ્થાના પ્રત્યે અતીત ઋતુલક્ષણ ઋતુ, અકારણઅહેતુ થાય ! અર્થાત્ અતીત ઋતુલક્ષણ ઋતુરૂપ હેતુ જન્ય, આ આંબા આદિની અંકુરાદિક અવસ્થા છે એમ સાબિત ન થાય ! આ બધું વિચારતાં એ નક્કી થાય છે કે એકને એક કે એની એ દશા નિત્ય નહીં રહેતી હોવાથી ભિન્ન ભિન્ન ઋતુઓ છે અને તે, ભિન્ન ભિન્ન દશાઓના સર્જનમાં નિમિત્તરૂપે ભાગ ભજવે છે એ માનવું ઉચિત છે. અરિભદ્રસુરિ રચિત (ભૂતકાળમાં આંબા આદિ વૃક્ષોની અંકુરાદિક અવસ્થાની જનિકા (હેતુ) વસંતઆદિ ઋતુ હતી, વર્તમાન કાળમાં તે અવસ્થાનું કારણ, વસંત આદિ ઋતુ છે, ભવિષ્યકાળમાં તે અવસ્થાનું કારણ, તે ઋતુ થશે એટલે કાલત્રય નિયત આંબા આદિ વૃક્ષોની અંકુરાદિક અવસ્થાના જનકત્વરૂપ સાજાત્યસાદૃશ્યનું અવલંબન કરી આ દ્રષ્ટાંત પ્રસિદ્ધ છે કે તેની તે જ ઋતુ પાછી આવી' આ પ્રતીતિ, સાદૃશ્યાવલંબનકારી-પ્રત્યભિન્નારૂપ છે એટલે-તેથી ‘તેની તે જ ઋતુ પાછી આવી' એમ સાબિત થતું નથી પરંતુ કેવળ સદૃશતાનું જ ભાન થાય છે) —ઉપરોક્ત પ્રતિવસ્તૂપમારૂપ દ્રષ્ટાંતની સાથે દ્રાĒતિકની યોજના— एवं न मुक्तः पुनर्भवे भवति, मुक्तत्वविरोधात्, सर्वथा भवाधिकारनिवृत्तिरेव मुक्तिरिति, तद्भावेन भावतस्तीर्णादिસિદ્ધિઃ રા ગુજરાતી અનુવાદક આ ભદ્રંકરસૂરિ મ.સા.
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy