SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત-વિજારા હરિભદ્રસાર અને - વિરા - (A-૨૪ આપણા વર્તમાન સાધુ સંઘમાં આવા ગહન વિષયવાળા ગ્રન્થોના અભ્યાસ કરવાની, તેનું વાચન અને મનન કરવાની શુભ વૃત્તિઓ વધતી જાય છે, તે એક ઘણું શુભ ચિહ્ન છે. આ ગ્રન્થ ઉપર આવા એક જ અનુવાદ નહિ પણ જુદાજુદા અભ્યાસીઓ દ્વારા અનેક અનુવાદો થવાની આવશ્યકતા છે અને એ રીતે અનેકના પરિશ્રમના અંતે એક સમય એવો આવવાની આશા રાખીએ કે જ્યારે ચૈત્યવંદનાના સૂત્રો બોલતી વખતે તેના અર્થની ભાવનાથી ઓતપ્રોત બનેલો હોય. એ સ્થિતિ ઉત્પન્ન કરવા માટે ચૈત્યવંદન સૂત્રોની આવૃત્તિને આથી પણ વધુ સહેલી ભાષામાં, આબાલ ગોપાલ સૌ કોઈ સમજી શકે, તેવી સરલતમ શૈલીમાં અનુવાદિત થયેલી જોવાની અભિલાષા કોને ન હોય ? અર્થાત્ સૌ-કોઈને હોય. આજે તો આપણે કબૂલ કરવું જોઈએ કે પ્રતિદિન પ્રાતઃકાળ મધ્યાહ્નકાળ અને સાંયકાળ, ત્રણે કાળ ચૈત્યવંદનની ક્રિયા કરનાર હજારો નહિ બલ્ક જૈન સંઘના લાખો આત્માઓમાં તેના અર્થો અને રહસ્યો જાણનારા આંગળીના વેઢે ગણાય તેટલા પણ ભાગ્યે જ હશે. આ સ્થિતિમાં પરિવર્તન લાવવું હોય તો આ ગ્રન્થના અભ્યાસીઓની સંખ્યા વધવી જ જોઈશે. પ્રસ્તુત અનુવાદ તેવા અભ્યાસીઓને આજ સુધી અલભ્ય એવું પ્રકાશન પુરું પાડે છે. અનુવાદકે કરેલી મહેનત અને પ્રકાશકે ઉઠાવેલો શ્રમ સાર્થક બને તે ખાતર આ અનુવાદને આવકારદાયક સમજીને અર્થી આત્માઓ તેનો પુરે પુરો લાભ ઉઠાવે એવી અભિલાષા સાથે વિરમીએ છીએ શ્રી મોહનવિજયજી જૈન પાઠશાળા પં. ભદ્રંકર વિજયજી જામનગર, (આ. રામચંદ્ર સૂ. સમુદાયના) સં. ૨૦૧૫ શ્રાવણ સુદી ૧૧ને શુક્રવાર (લલિતવિસ્તરા ગુજરાતી અનુવાદ પ્રથમ ભાગમાંથી) elheller ikke betaler alle dere delle della d olorosa detalhes dolor, 0 શ્રી લબ્ધિસૂરીશ્વરજી ગ્રંથમાલાના પ્રકાશનો ૭ લબ્ધિદેવ વંદનમાલા રૂા. ૨૦/- સ્તોત્રધ્વયમ્ રૂ.૫/નવપદવિધિ રૂ.૭/- (હિન્દી) પાલિતાણાએ મન ભાવ્યું રૂા.૧૦/| અધ્યાત્મકલ્પદ્રુમ (ગુજ.અનુ.) રૂા.૧૦/- તું તને ફોન કર-ચિંતન રૂા.૧૦/ખજાનો-મજાનો-ચિંતન રૂા.૧૫/- છાણી સૌરભ રૂા.૧૦/વૈરાગ્ય રસમંજરી (ગુજ.અનુ.) રૂા. ૨૦/- વિજ્ઞાન ગીતમાલા (ભાગ-૧-૨) રૂા. ૨૦/ Rod Rodado Rodride કવાદક - મકરસૂરિ મસા ગુજરાતી અનુવાદક
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy