SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત-વિસ્તરા આ હરિભકણ િરચિત (A-૨) સાચા હૃદયથી એ સહાય જો લેવામાં આવે તો આપણને તરતજ સ્પષ્ટ થાય એમ છે કે તે હેતુ બીજો કોઈ નહિ પણ શ્રી તીર્થકરોના આત્માઓની અનાદિકાલીન વિશિષ્ટ યોગ્યતા જ છે. તેમના વ્યક્તિગત કે સમષ્ટિગત ઉભય પ્રકારના કલ્યાણની એક સરખી ભાવના ભવો સુધી ટકે છે. આવી તીવ્રતમ ભાવના તેમના સિવાય બીજા કોઈને આવવાની શક્યતા જ નથી, કારણ કે અનાદિ સિદ્ધ યોગ્યતા તેમના સિવાય બીજાઓમાં માનેલી નથી, તો પછી તેવી ભાવના કેવી રીતે આવે ? તેમની ભાવના જ એવી છે કે જેથી કેવળ પુણ્યનું જ સર્જન થાય કારણ કે તે ભાવનામાં સ્વાર્થનો એક અંશ પણ હોતો નથી અને પરાર્થમાં કોઈ બાકી રહેતું જ નથી. જીવ માત્ર પ્રત્યેના તેમના વાત્સલ્યને માતાના વાત્સલ્યની સાથે પણ નહિ સરખાવી શકાય. એક માતા પોતાના બાળકનું પરિપૂર્ણ હિત ચિંતવે છે, તો પણ તે કેવળ ભૌતિક હોય છે, અથવા બહુ તો નૈતિક અને વિરલ પ્રસંગમાં જ આધ્યાત્મિક હોય છે. | તીર્થકરો પ્રત્યેક જીવના આધ્યાત્મિક કલ્યાણને માતા કરતા પણ અનંત ગુણા વધારે ભાવથી ચાહે છે અને એ આધ્યાત્મિક કલ્યાણની ભાવના જ એવી છે કે જ્યાં સુધી તે ફલીભૂત ન નૈતિક કલ્યાણ આનુષંગિક રીતે અવશ્ય મળ્યા કરે છે. તેથી શ્રી તીર્થકરો જગત જીવોને કેવળ મોક્ષ સુખના દાતા છે એમ નહિ પણ એ ન મળે ત્યાં સુધી જીવમાત્રને અસંકૂિલષ્ટ સુખમય જીવન જીવવા માટે જરૂરી સઘળી સામગ્રી મળવામાં અસાધારણ કારણભૂત છે. એમ કહેવું જરાપણ અતિશયોક્તિવાળું નથી. જીવોના પુણ્યથી બધી સામગ્રી મળે છે, તે કર્મનો નિયમ સાચો છે, તો પણ તે કર્મને શુભ બનાવનાર અથવા શુભ કર્મ કરવા માટેની પ્રેરણા ઉત્પન્ન કરનાર શ્રી તીર્થકરોનો અચિન્ય પ્રભાવ તેમની જીવ માત્ર પ્રત્યેની કલ્યાણ ભાવના અને તે ભાવનામાંથી ઉત્પન્ન થતા ઘર્મતીર્થ સિવાય બીજું કોણ છે? શ્રી તીર્થકરોની ભાવનાને પહોંચી શકે એવી ભાવના જ્યાં સુધી બીજા કોઈની સાબિત ન થાય, ત્યાં સુધી વિશ્વ પર શાસન શ્રી તીર્થંકર પરમાત્માઓનું વર્તી રહ્યું છે, તેમ માનવામાં લેશ પણ બાધા નથી. ઉલટું એમ ન માનવામાં આપણે જેના ઉપકાર તળે દબાઈ રહ્યા છીએ, એવા સર્વશ્રેષ્ઠ શાસનનો દ્રોહ કરનારા થઈએ છીએ. એ શાસનનો દ્રોહ એટલે આપણું ભલું ચિંતવનાર શ્રી તીર્થકર ભગવંતનો અથવા તેમની વિશ્વકલ્યાણકર ભાવનાનો દ્રોહ થાય છે. આ વાત શ્રી સિદ્ધર્ષિગણિના ચિત્તમાં લલિતવિસ્તરા ગ્રન્થની પંક્તિઓથી જાણે અતિ સ્થિર થઈ ગઈ ન હોય અને તેના પરિણામે જ તેઓ પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજીને પોતાના ધર્મબોધકર ગુરુ તથા . પરમ કલ્યાણ મિત્ર તરીકેનું સંબોધન જાણે ન કરતા હોય, અને પોતાના માટે જ જાણે આ ગ્રન્થની સાતી અનુવાદક ભદ્રકરસૂરિ મ. આ
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy