SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ લિત-વિખરા - હરિભદ્રસર રચિત ઘર્મસારથિ કરવાની (બનાવવાની) અજબ-અભુતઅલૌકિકશક્તિ કે સામર્થ્ય છે. એટલે જ ક્ષાયોપશમિક આદિ ઘર્મલાભરૂપ ભાવઘર્મની પ્રાપ્તિ થયે છતે, પ્રગટ રીતે, સમ્યફ (સફલ) પ્રવર્તનયોગ-પાલનદમનયોગરૂપ ત્રણ પ્રકારથી આ-ધર્મસારથિપણું અવશ્ય પ્રાપ્ત કે ઉત્પન્ન થાય છે જ. નથી થતું એમ નહી પરંતુ અચૂકથાય-થાય ને થાય. -પરમતની સાક્ષી પૂર્વક કરાતું ઉપરોક્ત વિષયનું સમર્થન તથા શક્રસ્તાવના “ધર્મસારથિ' રૂપ ૨૩ મા પદનો ઉપસંહાર सुसंवृतकाञ्चनरत्नकरण्डकप्राप्तितुल्या हि प्रथमधर्मस्थानप्राप्तिरित्यन्यैरप्यभ्युपगमात्, तदेवं धर्मस्य सारथयो धर्मसारथयः ભાવાર્થ– તથા ચ “સુસંવૃત (બિસ્કુલ નહી ઉઘાડાયેલ, પ્રગટ કે ખુલ્લો નહી કરેલ સારી રીતે ઢાંકેલ) સોનાના અને રત્નોના કરંડીયા-(ઘાસ અથવા વાંસનો બનાવેલો ડબો, ઘાસ અથવા વાંસની ચીપોને ગુંથીને બનાવેલી પેટી, કંડીઓ) ડાબડાની પ્રાપ્તિ સરખી, ઘર્મપ્રશંસા આદિ રૂપ પ્રથમ ઘર્મસ્થાનની પ્રાપ્તિ છે.” એમ બીજાઓ-જૈનેતરો-બૌદ્ધી પણ સ્વીકાર કરે છે. તથાહિ–જેમ કોઈ પુરૂષ, કોઈ સ્થાનમાં, નહી ઉઘાડેલ-ઢાંકેલ (બંધ કરેલ-વાસેલ-સંતાડેલ-છુપાવેલછાનો રાખેલ-નહી ઉઘાડો પાડેલ) સોનાના-રત્નોના કરંડીયાને મેળવનાર, કરંડીયામાં રહેલ સોના વિગેરે કીમતી વસ્તુને વિશેષથી નહી જાણતો પણ મેળવે છે. તેમ ભગવંતો પણ પ્રથમ ધર્મસ્થાનની પ્રાપ્તિ થયે છતે-તે વખતે નહી જાણવા છતાંય ઘર્મસારથિત્વ આદિ સુફલ ગર્ભિત મોક્ષ સુધીની કલ્યાણ સંપદાને વરે છે-પામે છે કે મેળવે છે જ કારણ કે, પ્રથમ સ્થાનની પ્રાપ્ત, નિયત-અવંધ્ય-અમોઘબીજ-હેતુરૂપ છે. અર્થાત્ મોક્ષપર્યન્ત કલ્યાણ સંપદાની પ્રાપ્તિરૂપ કાર્ય પ્રત્યે અવશ્યફલ સંપાદન સમર્થ; આદ્યસ્થાનની પ્રાપ્તિ, હેતુ એવંચ પૂર્વકથિત-ધર્મસારથિત્વ સાધક સાધનનું સમર્થ સમર્થન કે નિપુણ નિરૂપણની સમાપ્તિ સાથે ધર્મના સારથિ ઘર્મરથના પ્રવર્તક અરિહંત-ભગવંતોને નમસ્કાર હો !' એ રૂપ શક્રસ્તાવના (૨૩)મા પદની સમર્થ વ્યાખ્યા સમાપ્ત થાય છે. –શકસ્તવના ધર્મવરચતુરન્ત ચક્રવર્તી રૂપ (૨૪)મા પદનું વિશાલ વ્યાખ્યાન तथा धम्मवरचाउरंतचक्कवट्टीणं' धर्मोऽधिकृत एव, 'स एव वरं-प्रधानं चतुरन्तहेतुत्वात् चतुरन्तं, चक्रमिव चक्रं तेन वर्तितुं शीलं येषां ते तथाविधाः, ૧ “ધર્મવરચતુરન્તચક્ર' આ સમસ્ત વાક્યમાં, પૂર્વપદ ઉપમેય અને ઉત્તરપદ ઉપમાન હોઈ ઉપમાનોત્તરપદકર્મધારય સમાસ જાણવો, વળી અવધારણપૂર્વપદકર્મધારય પણ સમજવો “વરચતુરંતચક્ર જેવું ચક્ર તે અહીં ધર્મરૂપી વરચતુરંતચક્ર' એવો અર્થ સમજવો. બાજરાતી અનુવાદક મા ભદ્રકરસૂરિ મ. સામાજીક
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy