SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત-વિસ્તરા આ પરિભદ્રસૂરિ રચિત ૧૯૭ (૪) જેમ ભગવંતોના ઉત્તમ ધર્મપ્રાપ્તિરૂપ સાધ્યના પ્રત્યે (૧) પ્રધાનભૂત ક્ષાયિક ધર્મપ્રાપ્તિ (૨) પરાર્થસંપાદન (૩) હીનમાં પણ પાર્થસંપાદનાર્થક પ્રવૃત્તિરૂપ સાધન છે. તેમ (૪) ‘તથાભવ્યત્વનો યોગ' આનંદભર્યા હૈયે જાતિમાન્ તુરંગ પર સ્વાર થઈ, આ ભરૂચ નગરનો નાયક, જિતશત્રુ નામનો નરપતિ, પરિવારથી પરિવરેલો, જગદ્ગુરૂના ચરણારવિંદમાં વંદન કાજે આવ્યો, અને સકલ કમલા (લક્ષ્મી) નિકેતનરૂપ જિનપતિપદ કમલને નમીને હાથ જોડી ભગવંતના ચરણમૂલે બેઠો. જિતશત્રુ રાજાએ શ્રવણસુધા સમાણી ભાગવતી વાણી સાંભળી. ત્યારબાદ જાણતા છતાં જનને જાગૃતિ થાય એ સારૂ, સવિનય નમન કરી પરમગુરૂગણધર ભગવંતે પૂછ્યું કે; ભગવન્ ! આ-મનુષ્ય અમર તેર્યંચ સમુદાયમય-પર્ષદામાં કેટલા નવા ભવ્યજનોએ સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું ? સંસારસાગર પરિમિત બનાવ્યો ? મોક્ષ સુખના પાત્રભૂત આત્મા કર્યો ? ત્યારબાદ દૂધમોગરાની કળીઓ જેવી શ્વેતવર્ણી દંતદીપ્તિઓથી ગગનના આંગણાને અજવાળતા જગન્નાથે જવાબ વાળ્યો કે; હે સૌમ્ય ! આ સમવસરણમાં જિતશત્રુ રાજાના જાતિવંત અશ્વ વગર બીજું કોઈ ધર્મને પામ્યું નથી.' ત્યારબાદ-સર્વજ્ઞ વચન સાંભળી જિતશત્રુ રાજાએ કહ્યું કે; હે ભગવાન ! કુતૂહલી ચિત્તવાળો હું તરંગના વૃત્તાંતને જાણવા ચાહું છું. વળી બીજું એ નિવેદન કરવાનું કે હે ભગવાન્ આ અશ્વરત્ન પર ચઢી હું આપના ચરણકમલના વંદન કાજે ચાલ્યો, ત્રૈલોક્યમાં તિલકતુલ્ય સમવસરણ નીરખી ઘોડા પરથી ઉતર્યો અને જેટલામાં અહીં પગપાળા ચાલીને આવું છું તેટલામાં સકલ જંતુમાત્રના ચિત્તમાં હર્ષહેલી રેલાવનારી, સજલજલધરગંભીર, ગંભીર સંસારસાગરતારક સ્ટીમર સરખી આપશ્રીની વાણી શ્રવણ કરતાં વેંત જ આનંદના અશ્રુભીના નેત્રરૂપી પાત્રવાળો કર્ણયુગલને નિશ્ચલ કરી, ગાત્રમાં રોમાંચનો અનુભવ કરી, આંખો મીંચીને ક્ષણવાર આ ઘોડો થંભી ગયો, એટલું જ નહીં પરંતુ ફરીથી ધર્મશ્રવણમાં દત્તચિત્ત-ઉપયોવાળો સમવસરણના તોરણ (બાહ્યદ્વાર) નજીક આવ્યો. ત્યાં તો અપૂર્વ-નવીન આનંદરસમાં તરબતોર થતો જાનુ (ઢીંચણ) યુગલને બરોબર પૃથ્વીતલ પર સ્થાપી, નિખિલ અનાદિના અશુદ્ધ-કિલષ્ટકર્મ મેલને ધોઈ નાખતો, નિજમનની નિર્મલ ભાવનાને જાણે હેતો હોય તેમ મસ્તકથી આપશ્રીને નમીને વાણી શ્રમણમાં તન્મય બની બેઠો. ત્યારબાદ-આવા પ્રકારની અશ્વરત્નની કરણીશુભકરણી જોઈ હું તાજુબ બન્યો, અતએવ કદાચિત્ નહીં દેખેલ અપૂર્વ આશ્ચર્યથી ભરપૂર મનવાળો થઈ આપશ્રીની નિકટ આવ્યો છું માટે મિથ્યાત્વ મથનાર ભગવાન્ આપશ્રી કહો કે; "આ બધું શું છે ? આમાં કયું રહસ્ય છુપાએલ છે ?' ત્યારબાદ-મુનિસુવ્રતસ્વામીજીએ કહ્યું કે; હે સૌમ્ય ? સાંભળો ! સકલ મેદિનીના શણગાર સ્વરૂપ પદ્મિનીખેટ (પદ્મિનીખંડ) નામનું નગર છે. ત્યાં જૈનધર્મનો અચ્છો અભ્યાસી શ્રીમંત-શ્રેષ્ઠશ્રેષ્ઠી જિનધર્મ નામનો વસે છે. તેમજ તે જ નગરમાં કુબેરભંડારી જેવો સમસ્ત જનતામાં મુખ્ય-અગ્રેસર, જિનધર્મનામક શ્રાવકનો દીલોજાન દોસ્ત, દીન અનાથ આદિના દયાદાન પરાયણ, બીજો શેઠ સાગરદત્ત નામનો વસે છે તે સાગરદત્ત શેઠ, હંમેશા જિનધર્મ નામક શ્રાવકની સાથે જિનાલયમાં આવે છે. તથા પંચપ્રકારના આચારના પાલક શ્રમણોની સેવા કરે છે. એક વખત, સદ્ગુરૂચરણની પાસેથી ધર્મશ્રવણ કરતાં એક ગાથા સાંભળી કે, "રાગદ્વેષ-મોહને જીતનાર વીતરાગ જિનેશ્વરભગવંતોની પ્રતિમાને જે શખ્સ બનાવે છે-કરાવે છે તે જન્માંતરમાં ભવનાશક-ધર્મવરરત્નને પામે છે” બરોબર સાગરદત્ત શેઠે આ ગાથાનો ભાવાર્થ જાણી લીધો, ભવિતવ્યતાના નિયોગ-પ્રેરણા કે હુકમથી ચિત્તમાં યર્થાથ ઠસાવ્યો, પરમાર્થબુદ્ધિથી તાત્પર્યાર્થ ગ્રહણ કર્યો એટલું જ નહીં પરંતુ પોતાના મિત્રરૂપ શ્રાવકને પોતાનો વિશિષ્ટ અભિપ્રાય જણાવ્યો અને શ્રાવકમિત્રે તેના અભિપ્રાયને પુષ્ટિ-ટેકો આપ્યો. ત્યારબાદ સાગરદત્તે સકલ-કલ્યાણ કારિણી-સોનાની જિનપતિ પ્રતિમા ભરાવી-બનાવડાવી અને શાનદાર મહોત્સવપૂર્વક સાધુઓની પાસે તેની પ્રતિષ્ઠા કરાવી. સાગરદત્ત, પ્રથમ મિથ્યાત્વી હતો તેથી તેણે નગરની બહાર પૂર્વે એક શિવાલય કરાવ્યું હતું. એક વખતે તે શિવાલય કરાવ્યું હતું. એક વખતે તે શિવાલયમાં "પવિત્રકારોપણ દિન” પવિત્ર કલશારોપણ દિન–(ઉત્તરાયણનું પર્વ) આવતાં જટાધારી ગુજરાતી અનુવાદક તદ્રંકરસૂરિ મ.સા. આ.
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy