SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત-વિસ્તરણ આ રિભદ્રસાર રચિત { ૧૯૧ ભાવાર્થ તથા મુંડમાલા અને આલુકાના દ્રતનો વિચાર કરો ! તથાપિ મુંડમાલાઆલુકા=મુંડમાલ-મસ્તક-માથામાં રહેલ માલા-ફુલહાર અને 'આલુકા-માટીની પાણીની ઘડી ઝારી વિગેરે ચીજ વિશેષરૂપ આ બંનેના દ્રષ્ટાંતનો પૂરતો પરામર્શ કરો ! જેમ કે; તમામ પદાર્થને, નયનથી દેખાતા ઉત્પન્ન થયેલા દ્રશ્ય પદાર્થને નશ્વર-ક્ષણભંગુર માનનાર પુરૂષનું, પુષ્પ વિગેરેની માલા કરમાય છતાંય મન કરમાતું કે કચવાતું નથી. એટલે તેનો તે, શોક-દીલગીરી કે આર્તધ્યાન કરતો નથી, પરંતુ જે શબ્દ, દેખાતી રંગીન સૃષ્ટિને નિત્ય-શાશ્વત કે કાયમની માને છે, તે માણસનું એક માટીનું નજીવું-નાનું ભાજન-ભાડ-પાત્ર કે માટીનો ચંડવો ભાગી જાય તો મન ભાંગી જાય છે. એટલે તે શોકદીલગીરી આર્તધ્યાન-કલ્પાંત કરે છે-દુઃખી થાય છે. (૧૨) (અથવા સંસારને મુંડમાલા સાથે (કાચી માટીનું વાસણ કાયા કાચો કુંભ છે' એ હકીકત શરીરને કાચા કુંભની ઉપમા શાસ્ત્રમાં ઘણી જગ્યાએ આપી છે. કાચા કુંભને પાણી લાગે કે ટકોરો લાગે કે બીજા કોઈપણ પ્રકારનો આઘાત લાગે તો તે સ્ટેજે તૂટી જાય છે.) સરખાવ્યો છે. અર્થાત્ તેની જેવો અસાર કહ્યો છે. તે ભાવના વારંવાર ભાવ્યા કરવી.) જે વસ્તુ સર્વદા રહેવાની નથી, જે વસ્તુતઃ અસત (નહીં જેવી) છે. તેની કોઈપણ પ્રકારની અપેક્ષા રાખવી નહીં અથવા નિશ્ચયની અસતની (જુઠ્ઠા-ખોટની, અધર્મી-અન્યાયીની, અફળ કે મિથ્યા, પરમાત્માથી જુદી વસ્તુની) અપેક્ષા (આશા-ગરજ કે આલંબન) છોડી ધો (૧૩) જે જે આજ્ઞા-હૂકમ કે ફરમાન, સિદ્ધાંતમાં કરેલ હોય તેને પ્રધાનપણે અનુસરવામાં-વળગી રહેવામાં તૈયાર-સજ્જ-વફાદાર રહો ! અર્થાત્ જિનશાસન પ્રધાન જીવને જીવો ! (૧૪) જિનેશ્વરના જયવંતા-જગજજશકારી શાસનમાં બરોબર એકાગ્રતા-તન્મયતા રાખો ! (૧૫). સાધુઓની સેવાવડે (પ્રાસુકઆહાર-વસ્ત્રપાત્ર વિગેરેના દાન આદિથી) દાન-શીયલ-તપ-ભાવ આદિરૂપ ધર્મના શરીર-કલેવરને દ્રઢ-પુષ્ટ-મજબૂત બનાવો ! (૧૬). પ્રવચન-જૈનશાસનને કોઈપણ પ્રકારની અજાણતાં પણ મલિનતા (અવહેલના-અપભ્રાજના) ન લાગે-તેની નિંદા આદિ ન થાય તે માટે ખાસ-સતત કે સખ્ત સંભાળ રાખો ! ચાંપતી તકેદારી રાખો ! (૧૭). * 9 “તડુપ્રિક્ષાનોપયોગમાનના ' “પ્રવાહી ગળવાનું ઝીણાં કાણાવાળું પાત્ર ગળણી, અથવા નાળચાવાળો લોટો, ધણાં કાંણાવાળો તબેથો-ઝારી અથવા “પૃન્મથી વારિહા'-માટીની બનાવેલી પાણીની ઘડી, ચડવો, માટીનો લોટો, ચરડવો, ઉલશીયો. ૨ સુખી-શ્રીમંતદશામાં મત મલકાઓ કે છલકાઓ ! તથા દુઃખી દશામાં મત દીલગીર કે દીન બનો ! એમ ઉદાહરણમાંથી ઉડેથી અવાજ ઊઠે છે. કેમકે; કર્મમય સંસારનું સામર્થ્ય છે કે; ઘડીક જીવ, માટીની પાણીની ઘડીની જેમ, હીન-કીંમતવગરનો-મામુલીકક્ષાનો-હલકાફૂલનો-ગરીબ-દીન-નીચ બને છે. જ્યારે ઘડીક આત્મા, મુંડમાલાની જેમ સર્વજનશિરચ્છત્ર-છત્રપતિ ચક્રવર્તી-ઊંચકુલનો-મહામૂલી કક્ષાનો સર્વશિરોધાર્ય-મહા-ઉચ્ચ-શ્રીમાનુ-ભગવાન્ બને છે. ગુજરાતી અનુવાદક - , ભદ્રકરસૂરિ મ. સા. ક
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy