SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ કાકા કાકી જ એ લલિત-વિસ્તરા એ ભિવારિ રચિત ૧૮૮ કરે છે.) ભગવંતના અનુગ્રહ સિવાય, પ્રાપ્ત થતો નથી. કારણ કે; વિચિત્ર-(તત્તદ્રવ્ય આદિ-સ્વયોગ્યતારૂપ સ્વસ્વભાવ, ગુરૂસંયોગ વિગેરે નાનાવિધ) હેતુઓથી નિપજવા છતાંય-સમગ્ર કારણ સામગ્રીથી જન્ય હોવા છતાંય, ભગવંતના અનુગ્રહની અચિંત્યશક્તિ-કલ્પનામાં આવી શકે નહીં એવું સામર્થ્ય હોવાથી (તાદ્રશસામર્થ્ય, કારણભૂતઆત્મામાં યોજવાથી) સમગ્ર કારણરૂપ હેતુઓમાં પ્રધાન-જયેષ્ઠ-સર્વશ્રેષ્ઠ કારણ, ભગવંતોનો અનુગ્રહ જ છે. તથાચ આ બંને પ્રકારનો-શ્રાવકધર્મ કે સાધુધર્મરૂપ ધર્મ, ભગવંતના અનુગ્રહના પ્રભાવથી જ પ્રાપ્ત થાય છે. ધર્મપ્રાપ્તિ બીજા પણ કારણો છે. કિંતુ પ્રધાન-પરમ કારણ તો અરિહંતોની અમીનજર જ છે. ભગવંતની કરૂણાભીનીનજરનેહનજરના અભાવમાં બીજા બધા કારણો, સ્વકાર્ય (ચારિત્રધર્મરૂપ સ્વકાર્ય સાધવા માટે સમર્થ નથી. –આજ વિષયની ચાલુ મનનીય મીમાંસા भवत्येवैतदासन्नस्य भगवति बहुमानः ततो हि सद्देशनायोग्यता, ततः पुनरयं नियोगतः इत्युभयतत्स्वभावतया तदाधिपत्यसिद्धेः, ભાવાર્થ-આ-ઘર્મપ્રાપ્તિની નિકટ-પાસે વર્તનાર ભવ્યજીવને, પરમગુરૂ ભગવંત પ્રત્યે બહુમાન અર્થાત્ ભવનિર્વેદ થાય છે. પછી-ભગવંતના બહુમાનથી, આગળ પર કહેવાતા સ્વરૂપવાળી-સદેશનાની યોગ્યતાલાયકાત, અધિકાર ખરેખર પ્રાપ્ત થાય છે. ત્યારબાદ સદેશનાની યોગ્યતાથી આ પ્રકૃતચારિત્રરૂપ ધર્મ, જરૂરથી-અવશ્ય-નિયમા-એકાંતે પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે-પરંપરાથી કારણરૂપ ભગવદ્ બહુમાન અને કાર્યરૂપ ચારિત્રધર્મ, એમ બંનેમાં કાર્યકારણસ્વભાવપણું હોવાથી, અધિકૃતચારિત્રરૂપધર્મકાર્યના પ્રત્યે સમગ્રહેતુઓમાં અચિંત્યશક્તિસંપન્ન હોવાથી ભગવર્બહુમાન (ભગવટ્સનુગ્રહ) રૂપ કારણ, પ્રધાન ગણાય છે. સમગ્ર કારણરૂપ સૈનિકોના સરસેનાપતિ જેવું સવોત્કૃષ્ટ છે. ૧ નિજધર્મ તો સહજ સ્વભાવ છે. ધ. તો હિ તુજ નિમિત્ત પ્રભાવ જી' ધ. ૪ ઉપા. માનવિજયજીત ધર્મજિ. સ્ત અર્થ =જો કે શુદ્ધ સ્વભાવ જ પોતાનો ધર્મ છે. (વત્યુ સહાવો ધમો) તો પણ તે પામવામાં તારા નિમિત્તપણાનો પ્રભાવ છે. એટલે તારાથી તે મૂલ ધર્મ-આત્મસ્વભાવ મેળવી શકાય છે. જેમકે, વનની વૃક્ષ શ્રેણી છે. પણ ઋતુરાજ વસંતનું નિમિત્ત મળે વ્યકત-પ્રગટ થાય છે. સરોવરમાં કમલ, પોતાનામાં સુગંધીરૂપ સંપત્તિનો વાસ હોય છે. પણ તે સૂર્યના કિરણો જુએ છે. ત્યારે એટલે સૂર્યનું નિમિત્ત મળે વિકસે છે. અને ખુશબો આપે છે. તેવી જ રીતે તું ધર્મનો દેનાર (દેવામાં નિમિત્ત છે.) તે નિમિત્ત મળે ધર્મ જે આત્માનો સહજ સ્વભાવ તે પ્રગટે છે. “અવિસંવાદ નિમિત્ત છો રે, જગજંતુ સુખકાજ, હેતુ સત્ય બહુમાનથી રે, જિમ સેવ્યાં શિવરાજ. ૨ ઉપાદાન સહી રે, પુષ્ટાબિન દેવ, ઉપાદાને કારણપણે, પ્રગટ કરે પ્રભુ સેવ.' દ. કુ. સ. સ. 'તુજ કરૂણા સહુ ઉપર રે સરખી છે. મહારાય, પણ અવિરાધક જીવને રે કારણે સફલ થાય’ ૧૦ દે. કે. ચંદ્રાનનવને. અર્થ-હે મહારાજ ! આપની કરૂણા-કૃપા સૌ ઉપર (નિંદક કે ગાયક, મિત્ર કે શત્રુ વિગેરેમાં) સરખી છે. (છતાં પણ કોઈ ન તરે તો તે જીવનો જ દોષ છે તેથી કહ્યું છે. કે) આપની આજ્ઞાના અવિરાધક જીવને આપણું નિમિત્ત. સફળ થાય એટલે તરી શકે, જ્યારે વિરાધક જીવ ન તરી શકે. ૨ “વારી પત્ત વાર તારા પ્રયોત્વિતિ' અર્થાત્ કારણનું જે કારણ હોય તે પરંપરા કારણ-વ્યવહિત કારણ કે પ્રયોજક કારણ ગણાય છે. અત એવ ચારિત્રધર્મનું કારણ, સશના યોગ્યતા છે. અને સદેશના યોગ્યતાનું કારણ, ભગવદુબહમાન હોઈ ભગવદુબહુમાન, ચારિત્રધર્મના પ્રત્યે પરંપરાકારણ, પ્રયોજક કે વ્યવહિત કારણ તરીકે મનાય છે. ગજરાતી અનુવાદક - , ભદ્રકરસૂરિ મ. સા.
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy