SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ કારક ક કકકકકક કકકર કરજ કોણ " (૧૬૨) શંકા-ચિત્તની ચંચળતારૂપ ભયપરિણામની હાજરી હોયે છતે પણ સમ્યગુદર્શનાદિધર્મનો અભાવ છે. તો સમ્પર્વ આદિમોલ ઘર્મપ્રત્યે ચિત્તની સ્થિરતા-અભયધર્મની કારણતા કેવી રીતે ? કારણાભાવપ્રયુક્ત કાર્યોત્પત્તિરૂપ વ્યતિરેક-વ્યભિચારરૂપ દોષ છે, તો અભયનિષ્ઠ કારણતાનો અભાવ ખરો કે નહીં ? સમાધાન=આ દોષ તદ્દન બીન પાયાદાર છે. કારણ કે; મોક્ષ ધર્મનું સાધન જે ચિત્તની સ્થિરતા, તેના પ્રતિપક્ષરૂપ અસ્વસ્થતા-ચિત્ત ચાંચલ્યને કરનાર-ભય પરિણામથી મોક્ષધર્મ રોકાઈ જાય છે. મતલબ કે; મોક્ષધર્મસાધન ચિત્તસ્થિરતા-વિરૂદ્ધ ચિત્તની અસ્થિરતા પ્રત્યે ભય પરિણામ, કારણ છે. જ્યારે ચિત્તસ્થિરતાસાધ્ય મોક્ષધર્મ પ્રત્યે ચિરાચાંચલ્યજનક ભયપરિણામ, પ્રતિબંધક છે. જ્યાં સુધી ભયપરિણામરૂપ પ્રતિબંધક કાયમ છે ત્યાં સુધી ચિત્તસ્થિરતાપ અભયનો અભાવ હોઈ મોક્ષધર્મ થતો નથી, રોકાઈ જાય છે. જ્યારે ભયપરિણામરૂપ પ્રતિબંધક દૂર થાય છે. ત્યારે ચિત્તસ્થિરતારૂપ અભયદ્વારા મોક્ષધર્મ સાધ્ય બને છે.-પ્રાપ્ત કરાય છે. અત એવા વ્યતિરેક વ્યભિચારનામક દોષનો પણ અભાવ છે. ચિત્તસ્વારૂપ અભયસત્વે મોક્ષધર્મરૂપ સમ્યકત્વાદિ સત્ત્વમ્ અન્વય, ચિત્તસ્વાથ્યરૂપ અભયાભાવે મોક્ષધર્મરૂપ સમ્યકત્વાદિઅભાવ-વ્યતિરેક, આ પ્રમાણે અન્વયવ્યતિરેકદ્વારા કાર્યકારણભાવનો વિનિશ્ચય થાય છે. –અભયનામક મૌલિક ગુણની પ્રાપ્તિ ભગવંતોથી જ થાય છે. એ વિષયનું નિપુણનિરૂપણ તથા ૧૫ મા પદનો ઉપસંહાર મોક્ષધર્મરૂપ સમ્યગદર્શનઆદિની ભૂમિકા-કારણભૂત, ધૃતિ અભયની સિદ્ધિ-પ્રાપ્તિ ભગવંતોથી જ થાય છે. એ વિષયને પૂર્વપૂર્વકારણ અને પરંપર ફલભૂત ચારહેતુપૂર્વક દર્શાવે છે કે, (૧) ભગવંતોમાં (અનંતજ્ઞાનદર્શનાદિ) ઉત્કૃષ્ટ ગુણો છે. એટલે (૨) ભગવંતોમાં ઉત્કૃષ્ટ ગુણો હોવાથી જ અચિંત્યશકિત (અનંતવીર્ય) છે. કારણ કે; ઉત્કૃષ્ટ ગુણોના અભાવમાં અચિંત્યશક્તિનો અભાવ છે. ઉત્કૃષ્ટ ગુણો, અચિંત્યશક્તિના પ્રત્યે કારણ છે. અને ઉત્કૃષ્ટ ગુણોનું કાર્ય અચિંત્ય શક્તિ છે એટલે (૩) ભગવંતોમાં અચિંત્યશક્તિ છે. તો જ ભગવંતોનું અભયભાવથી (આત્મનિષ્ઠ વિશિષ્ટ સ્વસ્થતાએસ્વરૂપાવસ્થાનરૂપે) રહેવું છે. કારણ કે; અચિંત્યશકિત વગર અભયભાવથી સ્થિરતારૂપ અનંતચારિત્રમાં) રહેવું અશકય છે. અભયભાવથી અવસ્થિતિના પ્રત્યે અચિંત્યશક્તિ કારણ છે. અને અચિંત્યશક્તિનું કાર્યફલ. અભયભાવથી અવસ્થિતિ છે, એટલે. ૪) જ્યારે ભગવંતો અચિંત્યશક્તિથી-અભયભાવથી વર્તે છે. ત્યારે સર્વથા-બીજઆધાન (ભવ્યભૂમિમાં સમ્યક્ત આદિ બીજનું વાવવું) વિગેરે વિગેરે સર્વ પ્રકારે પરાર્થ-પરહિત-લોકકલ્યાણ કરે છે. કારણ કે; જો પોતે તથારૂપ (અભવભાવથી રહેવા વિગેરે રૂ૫) ગુણોથી શૂન્ય-રહિત હોય તો બીજાઓમાં ગુણાધાન ખા ગુજરાતી વારત છ ટાવર આ
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy