SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત-વિસરા - ૧૪૯ -ભગવંતોની ભગવત્તા વસુસ્વભાવને વિપરીત કરવામાં નથી એ વિષય પર પ્રકાશ तदन्यथाकरणे तत्तत्त्वायोगात्, स्वो भावः स्वभावः, आत्मीयासत्ता, स चान्यथा चेत्ति व्याहतमेतत्, किंच-एवमचेतनानामपि, चेतनाऽकरणे समानमेतदित्येवमेव भगवत्त्वायोगः, इतरेतरकरणेऽपि स्वात्मन्यपि तदन्यविधानात्, यत्किञ्चिदेतदिति, यथोदितलोकापेक्षया જોwવીપ: ૧૨ | ભાવાર્થ-જીવ આદિ વસ્તુસ્વભાવને પલટાવી દે તો વસ્તુસ્વભાવનું સ્વભાવપણું ઉડી જાય-અસ્ત થાય! (અમુકના પ્રત્યે પ્રદીપરૂપ અને અમુકના પ્રત્યે અપ્રદીપરૂપ એ પણ એક વસ્તુસ્વભાવ છે. જેના પ્રત્યે અપ્રદીપરૂપ છે. તેના પ્રત્યે પ્રદીપત્વ ધારણારૂપ અન્યથા કરણ-પલ્ટો કરવામાં ભગવંતોમાં તાદ્રેશ ભગવત્તા નથી. અર્થાત્ ભગવંતોની તેવી ભગવત્તા નથી કે પદાર્થો જે સ્વભાવમાં હોય તેને સ્વભાવથી હટાવી પરભાવમાં પલટાવી શકે ! અને જૈનદ્રષ્ટિએ તેવી ભગવત્તા છે જ નહીં કે પદાર્થોને સ્વભાવથી અન્યથા -સ્વભાવનું મંથન સ્વ-ભાવ-પોતાની સત્તા (સ્વરૂપ-સ્વગત અનંત ધર્મોની વિદ્યમાનતા) આત્મીયસત્તાતે સ્વભાવ. (સ્વાત્મવૃત્તિયાવત ધર્મોની અસ્તિતા). સ્વકીય સત્તાનો ત્યાગ કરી (સ્વભાગ) પરકીય-પારકી સત્તારૂપ બને છે અર્થાત્ સ્વભાવ, પરભાવરૂપ છે એમ બોલવું “મે માત વિંધ્યાવત’ વ્યાહત-પરસ્પર વિરૂદ્ધ છે. અતએવ સ્વભાવ એટલે આત્મીયસતા, પરકીય સત્તારૂપ કદી થતી જ નથી એ નિર્વિવાદ-અવિસંવાદ-નિરપવાદ છે. -રૂભગવત્તાપ્રસંગનું ખૂબીભર્યું નિરાકરણ વળી-એ પ્રમાણે અવિષય (તથાવિધિઅયોગ્ય) ગત અસામર્થ્યપ્રયુક્ત-અભગવત્તારૂપ પ્રસંગ આવતો હોય તો એમ કહીએ છીએ કે; અચેતનરૂપ ધર્માસ્તિકાય વિગેરેને પણ ચેતન નહીં બનાવવામાં, પૂર્વે કહેલ અભગવત્તાના પ્રસંગ (આપત્તિ-દોષ) ના સરખો જ આ ભગવત્તાનો પ્રસંગ છે. તથાહિ-વિશિષ્ટ સંશિલોકભિન્ન લોકપ્રત્યે ભગવંતો અપ્રદીપ છે. જ્યારે આમ કહેવામાં આવ્યું ત્યારે વાદી કહે છે કે “તો પછી તે ભગવાનુ-પ્રભુ-ઈશ્વર-સમર્થ શાના ?' આમ કહી વાદીએ “અભગવત્તાનો પ્રસંગ” આપ્યો હતો હવે એના જવાબમાં કહીએ કે; “અચેતનને ચેતન નહીં કરવામાં અભગવત્તાનો પ્રસંગ અને પૂર્વપ્રસંગ એક સરખો છે. કારણ કે; ઉભયત્ર અવિષય (તથાવિધઅયોગ્ય) ગત સામર્થ્યનો અભાવ છે. અતએવ અવિષય (અયોગ્ય) ગત અસામર્થ્ય પ્રયુક્ત અભગવત્તા, એ કોઈ પ્રસંગ (આપત્તિ-દોષ) માનતો નથી. કારણ કે; એવો જ વસ્તુસ્વભાવ છે. કદાચ ભગવંતોમાં ચેતનઆદિને અચેતનઆદિ કરવાનું (અન્યથા કરવાનું) સામર્થ્ય હોવું જોઈએ એમ માનવામાં આવે તો, પોતામાં (પોતાના આત્મામાં) પણ ચેતનત્વ આદિ ભિન્ન અચેતનત્વ આદિ કરવું. (અથવા સમ્યગદર્શન આદિ ભિન્ન મહામિથ્યાદ્રષ્ટિ આદિ ૧ પૂર્વકથિત વિશિષ્ટ સંશી લોક ભિન્નલોક તરફ અપ્રદીપપણાની તો વાત જ શી કરવી પણ એ ‘અપિ' શબ્દનો અર્થ સમજવો. રાતી અનુવાદક - મકરસૂરિમા
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy