SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત-વિરારા - ભિતસાર રચિત ૧૩૬ નાથપણું ઘટી શકે છે. વળી યોગક્ષેમકૃન્નાથઃ' આ સૂત્ર-ન્યાયના અનુસારે બીજાપાન, બીજોભેદ, તથા બીજ પોષણાદિ વડે યોગ અને ઉપદ્રવોથી રક્ષણ કરવા વડે ભગવાન શ્રેમ કરનારા છે. તથાચ બીજ એટલે સમ્યકત્વ, સમ્યકત્વની પ્રાપ્તિરૂપયોગ અને તેના રક્ષણરૂપ લેમ, સકલ ભવ્યપ્રાણી વિષયક, કોઈ ભગવાનને પણ હોતો નથી. જો હોય તો સર્વની મુકિત થઈ જવાનો પ્રસંગ આવે, જે આત્માનું ભવ્યત્વ પાક્યું હોય, તે આત્માના જ પ્રત્યે શ્રી જિનેશ્વર દેવો બીજાથાનાદિ વડે ઉપકાર કરે છે. પરંતુ બીજાઓના પ્રત્યે નહીં. વિગેરે વિષયનું સવિસ્તર સ્પષ્ટીકરણ કરતા શાસ્ત્રકાર કહે છે કે; अनीदृशि नाथत्वानुपपत्तेः, 'योगक्षेमकृदयमिति विद्वत्प्रवादः, न तदुभयत्यागाद् आश्रयणीयोऽपि परमार्थेन तल्लक्षणायोगात्, ભાવાર્થ- અહીં લોકશબ્દથી બીજાધાનાદિ સંવિભક્તરૂપ વિશિષ્ટ ભવ્યલોકના ગ્રહણનું બીજ એ છે કે, જે ઘર્મબીજવપન આદિ ક્રિયાના યોગ્ય-વિષયભૂત ભવ્યલોક ન હોય તેમાં ભગવંતોનું નાથત્વ ઘટી શકતું નથી. નાથ તેને જ કહેવામાં આવે છે કે, જે યોગ અને ક્ષેમ એમ બંનેને કરનાર હોય. આ વિષયમાં આવો વિદ્વાનોનો પ્રવાદ (ઉદ્ઘોષણા કે જાહેરાત) છે. શંકા-યોગ અને ક્ષેમ એ બંનેને સર્વથા છોડવાથી કે બેમાંથી એકનો આશ્રય કરવાથી નાથ કહેવાય કે નહીં? સમાઘાન- યોગ અને ક્ષેમનો સર્વથા ત્યાગ કરવાથી કે બેમાંથી એકનો આશ્રય કરવાથી, ગ્રાહ્ય=યોગ લેમની યાચના કરનાર-યોગ ક્ષેમ ગ્રહણ યોગ્ય અર્થાત્ જેને આશ્રી યોગક્ષેમ પ્રવર્તે છે, તે પણ નાથ ગણાવો જોઈએ. પરંતુ તે નાથરાણ ગણાતો નથી. પણ રક્ષણીય છે. કારણ કે, તેમાં નિશ્ચય પ્રવૃત્તિથીસર્વથા નાથના લક્ષણનો અભાવ છે. (અથવા ગોશાલા આદિની માફક જે નાથ નથી છતાં પોતાની જાતને નાથ તરીકે કહે છે કે યોગક્ષેમ કરનાર નહીં હોવાથી પરમાર્થથી નાથ નથી.) અર્થાત જે યોગક્ષેમ ઉભયને કરે તે જ નાથ કહેવાય છે. એમ નાથનું લક્ષણ જાણવું. ___इत्थमपि तदभ्युपगमेऽतिप्रसङ्गात्, महत्त्वमात्रस्येहाप्रयोजकत्वात्, विशिष्टोपकारकृत एव तत्त्वतो नाथत्वात्, औपचारिकवाग्वृत्तेश्च पारमार्थिकस्तवत्वासिद्धिः, ભાવાર્થ- જો જેમાં નાથનું લક્ષણ ન હોય અને તેમાં નાથપણું માનવામાં આવે તો અકિંચિત્કર (કાંઈ પણ કરી શકે નહીં એવા) ભીંત વિગેરે પદાર્થોમાં પણ નાથપણાની પ્રાપ્તિરૂપ અતિપ્રસંગ-અતિવ્યાપ્તિ આવે! વાસ્તુ પૂર્વપ્રતિપાદિત, નાથનું લક્ષણ જેમાં ઘટે તે જ નાથ કહેવાય. શંકા- ગુણો અને ઐશ્વર્ય (સત્તા સાહ્યબી-વિભૂતિ-પ્રભુતા)થી જે મોટો ગણાય છે તેને નાથ કહીશું તો તમોએ આપેલો અતિપ્રસંગરૂપ દોષ નહીં આવે; હવે કાંઈ વાંધો છે? સમાઘાન- યોગક્ષેમ ઉભયરહિત કેવલ મહત્ત્વ (મોટા) જ નાથપણાની સાબીતી કે સિદ્ધિમાં હેતુ १ वेदान्तिनस्तु अलभ्यलाभसहितं लब्धपरिरक्षणं योगक्षेमः, यथा 'अनन्याश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते । तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् ॥ गीता० अ० ९ श्लो० २२) इत्यादौ इत्याहुः ! अत्रार्थे योगश्च क्षेमं च इति समाहारद्वन्द्वो ज्ञेयः । રાતી અનુવાદક - આ ભ૮કરી મા સા
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy