SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત-વિસ્તરા આ ૧૨૮ રિભદ્રસુરિ રચિત. ‘પુરૂષવરગંધહસ્તિભ્ય:’ અર્થાત્ ‘ક્ષુદ્રગજ (સામાન્ય હાથી) ના નિરાકરણ આદિરૂપ ધર્મની સમાનતાથી ગજેન્દ્ર-ગંધહસ્તિ જેવા અરિહંત ભગવંતરૂપ પુરૂષોત્તમોને ભૂરિભૂરિ નમન હો.' —ઉપમાન ઉપમેયગત સમાન ધર્મનો સમન્વય यथा गन्धहस्तिनां गन्धेनैव तद्देशविहारिणः क्षुद्रशेषगजा भज्यन्ते, तद्वदेतेऽपि, परचक्रदुर्भिक्षमारिप्र ' भृतयः सर्वएवोपद्रवगजा अचिन्त्यपुण्यानुभावतो भगवद्विहारपवनगन्धादेव भज्यन्त इति ભાવાર્થ-ગંધહસ્તિ એ એક પ્રકારનો ઉત્તમ હાથી છે જેના કુંભસ્થળમાંથી સુગંધીદાર મદ ટપકે છે. હજારો હાથીઓમાંથી આવો હાથી કોઈક જ મળી આવે છે. એ જ્યાં વિચરે છે, ત્યાં એના મદની તીવ્રવાસને લીધે એ ઓળખાઈ જાય છે અને એથી ક્ષુદ્ર-સામાન્ય હાથીઓ એના આગમન માત્રથી પલાયનપોબારા ગણી જાય છે તેમ આ તીર્થંકરરૂપી પુરૂષોત્તમો પણ વરગંધહસ્તિ જેવો છે. તેમજ પરચક્ર, દુકાળ, મારી-મરકી વિગેરે (અતિશયવૃષ્ટિ, વરસાદ ન થવો, ઉંદરોની વૃદ્ધિ, તીડોનું ફાટી નીકળવું, પોપટની બહુલતા, પોતાના જ રાજમંડલમાં બળવો, શત્રુસૈન્યની ચડાઈ વિગેરે) સર્વ-સઘળા ઉપદ્રવરૂપી ક્ષુદ્ર હાથીઓ, અચિત્ત્વ પુણ્યના પ્રભાવથી-ભગવંતના વિહારના પવનની ગંધમાત્રથી ભાગી જાય છે. (અચિન્હ પુણ્યાનુભાવજન્યભગવદ્વિહા૨૫વનગંધમાત્રજન્મોપદ્રવરૂપ ગજભંગ અથવા અચિત્ત્વપુણ્યાનુભાવ કરણભગવવિારગંધમાત્રજન્મ્યોપદ્રવરૂપ ગજભંગ અચિન્યપુણ્યાનુભાવાભિન્નભગવવિહારગંધમાત્રજન્મોપદ્રવરૂપ ગજભંગ.) –વાચ્ય વાચક ક્રમ નિયમની અખંડિતતાનું નિરૂપણ— न चैकानेकस्वभावत्वे वस्तुन एवमप्यभिधानक्रमाभावः, सर्वगुणानामन्योऽन्यसंवलितत्वात्, पूर्वानुपूर्व्याद्यभिधेयस्वभावत्वात्, ૧ કલિકાલ સર્વજ્ઞ ભગવાન્ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા વીતરાગ સ્તોત્રમાં આ વિષયને ખૂબ ખૂબી ભરી રીતે ચમકાવે છે તે જરા જોઈએઃ साग्रेऽपि योजनशते पूर्वोत्पन्ना गदाम्बुदाः, यदअसा विलीयन्ते त्वद्विहारनिलोमिभिः ॥ ४ ॥ नाविर्भवन्ति यद्भूमौ मूषकाः शलभाः शुकाः । क्षणेन क्षितिपक्षिप्ता, अनीतय इवेतयः ॥ ५ ॥ स्त्रीक्षेत्रद्रड-गादिभवो यद्वैराग्निः प्रशाम्यति । त्वत्कृपापुष्करावर्त्तवर्षादिव भुवस्तले ॥ ६ ॥ त्वत्प्रभावे भुवि भ्राम्यत्यशिवोच्छेदडिण्डिमे । सम्भवन्ति न यत्राथ ! मारयो भुवनारयः ॥ ७ ॥ कामवर्षिणि लोकानां त्वयि विश्वैकवत्सले । अतिवृष्टिरवृष्टिर्वा भवेयन्नोपतापकृत् ॥ ८ ॥ स्वराष्ट्रपरराष्ट्रेभ्यो यत् क्षुद्रोपद्रवा द्रुतम् । विद्रवन्ति त्वत्प्रभावात् सिंहनादादिव द्विपाः ॥ ९ ॥ यत् क्षीयते च दुर्भिक्षं क्षितौ विहरित त्वयि । सर्वाद्भूतप्रभावाढ्ये, जङ्गमे कल्पपादपे ॥ १० ॥ (વિ.તૃ.પ્ર.) અર્થ:-આપના વિહારજનિત વાયરાની લહેરીઓ સવાસો (૧૨૫) જોજન (ચારકોશનો એક જોજન) માં પૂર્વે ઉત્પન્ન થયેલો રોગ જોત જોતામાં અલોપ-અદ્રશ્ય થઈ જાય છે. ૪. રાજાએ દૂર કરી દીધેલી અનીતિની જેમ ભૂમિ ઉપર ઉંદરતીડ અને સૂડા એ ત્રણે ધાન્યને નુકશાન કરનારા ઉપદ્રવો, જ્યાં આપ વિચરો છો ત્યાં તત્કાળ દૂર થઈ જાય છે. ૫. આપની કૃપારૂપી પુષ્કારવર્ત્તમેઘની વૃષ્ટિથી જ હોય, તેમ જ્યાં આપ ચરણ ધરો છો ત્યાં સ્ત્રીક્ષેત્ર કે નગર આદિકથી પેદા થયેલા વિરોધરૂપી તમામ અગ્નિ શમી જાય છે. ૬. ઉપદ્રવોનો ઉચ્છેદ કરવા ઢોલ વગાડવા જેવો આપનો પ્રભાવ ગુજરાતી અનુવાદક આ. ત કરસૂરિ મ.સા.
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy