SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ - લલિત વિસ્તરા અવિભાવિ રશ્ચિત (A-૧૩) લલિતવિસ્તરાએ કરેલો શ્રી સિદ્ધર્ષિગણિ ઉપર મહોપકાર : સિદ્ધર્ષિ. બૌદ્ધના સિદ્ધાંતના અભ્યાસમાત્રથી ચલિત ચિત્તવાળા બનેલા, પરંતુ બૌદ્ધોના પરિચયથી નહીં. વળી તેઓ આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીના સાક્ષાત્ પરિચયમાં આવેલા નથી. કારણકે; “યાં બુદ્ધવા કિલ સિદ્ધસાધુરખિલવ્યાખ્યાતૃચૂડામણિ, સંબુદ્ધઃ સુગતપ્રણીતસમયાભ્યાસાચ્ચલચેતનઃ ! યત્કર્તસ્વકૃતી પુનર્ગુરૂતયા ચક્રે નમસ્યામસી” અર્થાત-બુદ્ધના રચેલા શાસ્ત્રના અભ્યાસથી સિદ્ધર્ષિનું ચિત્ત, જૈનશાસનથી ચલિત થયું હતું પણ “લલિતવિસ્તરા” ના વિચારપૂર્વકના વાંચનથી સિદ્ધર્ષિ, જૈનશાસનમાં સ્થિર થયાં. અને સઘળા વ્યાખ્યાનકારોમાં ચૂડામણિ એવું કૃતજ્ઞશિરોમણિ મહાજ્ઞાની સિદ્ધર્ષિએ પોતાની કૃતિ - ઉપમિતિભવપ્રપંચકથામાં ગુરૂ તરીકે માની શ્રી હરિભદ્રસૂરિજીને નમસ્કાર કરેલ છે. વિ.શ્રી મુનિચંદ્રસૂરિ વિરચિત લલિતવિસ્તરાની પંજિકાના બીજા શ્લોકને જોવાથી સ્પષ્ટ માલુમ પડે છે. પરંતુ સિદ્ધર્ષિગણિને પ્રતિબોધ કરવામાં કયા સૂત્રનું વ્યાખ્યાન સમર્થ હેતુ તરીકે બન્યું છે તેનો નિર્ણય સ્પષ્ટ થઈ શકતો નથી. કેમકે; અનેક સ્થળે બૌદ્ધનું અને બૌદ્ધવિશેષોનું સામાન્ય વિશેષથી ખંડન પ્રાપ્ત થાય છે. શ્રીમત્ સિદ્ધર્ષિનો કોઈ ઉલ્લેખ નથી કે આ ગ્રન્થનો અમુક ભાગ મને બોધિસ્થરતાકારક બન્યો છે. પરંતુ એટલું તો ચોક્કસ જ છે કે લલિતવિસ્તરાએ તેમની બોધિવિષયક સ્થિરતામાં પૂરેપૂરો ભાગ ભજવ્યો છે. આ.શ્રી હરિભદ્રસૂરિજીનું સંક્ષિપ્ત જીવન : શ્રી પ્રભાવકચરિત્રમાં જણાવ્યા પ્રમાણે શ્રી હરિભદ્રસૂરિ ચિત્તોડગઢના રાજા જિતારીના પુરોહિત હતા, પણ કથાવલીના લેખના અનુસારે એ વિદ્વાન્ “પિર્વગુઈ' નામની કોઈ બ્રહ્મપુરીના રહેવાસી હતા, એમની માતાનું નામ “ગંગા” અને પિતાનું નામ “શંકરભટ્ટ' હતું. શ્રી હરિભદ્ર પોતે પ્રકાષ્ઠપંડિત હોવાથી એવી પ્રતિજ્ઞા કરી હતી કે જેનું બોલેલું ન સમજું તેનો શિષ્ય થઈ જાઉં.” આ પ્રતિજ્ઞાની સાથે ચાલતા તે ચિત્તોડગઢ આવ્યા હતા. તે અવસર સંઘાડામાં “યાકિની'નામક મહત્તરા સાધ્વી હતા. એક દિવસ હરિભદ્ર યાકિનીના મુખે “ચક્વિદુગંહરિપણાં' ઈત્યાદિ ગાથા સાંભલી પણ તેઓ સમજ્યા નહીં તેમણે સાધ્વીને તે ગાથા સમજાવવા કહ્યું તો તેણીએ પોતાના પૂર્વોક્ત ગુરૂ પાસે જવા કહ્યું. હરિભદ્ર આચાર્યજિનભટ્ટ પાસે જઈને ગાથાનો અર્થ પૂછયો પણ આચાર્યે કહ્યું કે આ સૂત્રોના અર્થ પ્રવ્રજ્યા લઈને વિધિપૂર્વક ભણે તેને જ કહેવામાં આવે છે. આ ઉપરથી તેમણે જૈન દીક્ષા ધારણ કરી અને પછી આચાર્ય યાકિની મહાત્તરાનો પરિચય આપ્યો, એ ઉપરથી તેમણે કહ્યું “આ દેવતાસ્વરૂપણી ઘર્મમાતાએ જ મને બોધ આપ્યો છે” ઉપરની હકીકત પ્રભાવકચરિત્રમાં છે પણ કથાવલી પ્રમાણે હરિભદ્ર ક્વિદુર્ગ”એ ગાથાનો અર્થ પૂછયો ત્યારે યાકિની તેને લઈને જિનદત્તસૂરિ પાસે ગઈ અને સર્વ હકીકત સંભળાવી. તે ઉપરથી આચાર્યે તે ગાથાનો સવિસ્તર અર્થ હરિભદ્રને કહ્યો. તે સાંભળીને હરિભદ્ર પણ પોતની પ્રતિજ્ઞાની વાત કહી. તેના ઉત્તરમાં આચાર્યે કહ્યું-ભદ્રા જો એમ છે તો તું એ મહાત્તરાનો ધર્મપૂત્ર થઈ જા” હરિભદ્રે કહ્યું-ભગવન્! ધર્મ કેવો હોય ? ગરાતી અનુવાદક - મકરસૂરિભાષા
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy