SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત-વિસ્તરા ભદ્રરર રચિત ૧૨૬) ભાવાર્થ-વિશિષ્ટસર્વ (અતવ્યાવૃત્તિરૂપ-અપારમાર્થિક સત્ત્વ-વિશેષ-વ્યક્તિ અભિન્ન સત્ત્વ) પણ અમૂર્તત્વચેતનત્વ આદિ રૂપ બની શકતું નથી. અર્થાત અમૂર્તત્વ-ચેતનત્વ આદિ રહિત-ભેદકાન્તરશૂન્ય-સર્વથા વ્યક્તિ અભિન્નરૂપ વિશિષ્ટ સત્ત્વ પણ જીવાદિરૂપ વસ્તુનું વસ્તુસ્વરૂપ નથી. કેમકે; વિશેષણભેદક (ભેદ પાડનાર) સિવાય અતિ પ્રસંગ-અતિ વ્યાપ્તિનો પ્રસંગ આવે ! તથાતિ-જો વિશેષ વિશિષ્ટતાને જ સર્વેકરૂપ માનવામાં આવે તો વ્યક્તિરૂપ જીવ વિશેષમાં કોઈ પણ ભેદકરૂપ વિશેષણનો (સ્વરૂપ કે પ્રકારનો) અભાવ હોઈ ચેતનાદિ વિશિષ્ટ રૂપ જેમ કલ્પના માન્યતા છે. તેમ અજીવરૂપ વિશેષમાં પણ ચેતનાદિ વિશિષ્ટરૂપ કલ્પના-માન્યતાની આપત્તિ-પ્રાપ્તિ થશે ને થશે જ. આમ મોટો અતિ પ્રસંગ આવે ! જે અનિષ્ટરૂપ છે. અર્થાત “ચેતનાદિ વિશિષ્ટ જીવ છે એમ જેવી રીતે માનવામાં આવે છે તેમ ભેદકના અભાવમાં “ચેતનાદિ વિશિષ્ટ અજીવ છે એમ માનવારૂપ આપત્તિ શીલા ગળે વળગશે કે જે અનિષ્ટરૂપ છે. મતલબ કે; એકાંતે-સર્વથા વસ્તુનું સ્વરૂપ સામાન્ય-જાતિ કે સત્ત્વ નથી તેમ વિશેષ વ્યક્તિ કે વિશિષ્ટતા પણ નથી. અર્થાત વસ્તુના એક સ્વભાવની કલ્પનામાં અનેક દોષોનો સંભવ છે. વાતે વસ્તુ માત્રમાં અનેક સ્વભાવ-અનંત ધર્મની કલ્પના-માન્યતા નિર્દોષ-સુસંગત કે અવિસંવાદી છે. આ પ્રમાણે-પૂર્વકથિત યુક્તિથી વસ્તુમાં નાના ધર્મો-એક અનેક સ્વભાવો સિદ્ધ થવાથી જ પૂર્વ ઉભાવિત જે વિરોધ-વિજાતીય-પુંડરીકરૂપ વિરૂદ્ધ જાતીય ઉપમાનથી અર્પિત-સૂચિત-લક્ષિત-સંક્રાન્ત-પ્રાપ્તધર્મોનું પરસ્પર નિરાકરણ અરસપરસ પલ્ટો પામી અભાવરૂપ થઈ જશે અર્થાત્ પુંડરીક ઉપમાન અને ઉપમેય અરિહંત રએ બંનેના ધર્મોનું સાટું-અદલા-બદલો-પરસ્પર પ્રાપ્તિ થવાથી એકબીજાના નિયત ઘર્મોનો લોપ-અભાવ થઈ જશે જ, એ રૂપ જે સર્વથા વિરોધ દર્શાવ્યો હતો તે નથી. કેમકે; અભિન્ન નિમિત્તપણાનો અભાવ છેનિમિત્ત એક નથી. પરંતુ અનેક છે. તથાતિ-જો ઉપમેયવસ્તુગત, ધર્મરૂપ નિમિત્ત એક હોય તો જ સદ્ગશ (સજાતીય) અને વિસદ્ગશ (વિજાતીય) ઉપમાનો પ્રયોગ થયે છતે ઉપર્યુક્ત વિરોધ આવે ! પરંતુ વિદ્રશ (ઉપમેયગત એક સરખા નહીં એવા અનેક ધર્મો જેમાં નિમિત્તભૂત છે એવી અનેક ઉપમાઓ (સજાતીય વિજાતીય આદિ) હોયે છતે પણ, પરસ્પર ધર્મના અભાવરૂપ વિરોધનો લેશ નથી. સારાંશ કે પુરૂષવરપુંડરીકરૂપ સૂત્ર દ્વારા સદ્ગશ (સજાતીય) અને વિસદશ (વિજાતીય) ઉપમાની સિદ્ધિ કરેલી સમજવી. ૮ ___ अतद्व्यावृत्तिः-अपोहः । यथा विज्ञानवादिबौद्धमते नीलत्वादिधर्मः अनीलव्यावृत्तिरूपः (दि. १) तन्मतेऽयं धर्मोऽपारमार्थिक एवेति सर्वस्यापि विज्ञानरूपत्वं क्षणिकत्वं चेति च ज्ञेयम् । सत्त्वादिधर्मः असद्व्यावृत्तिरूपः । ૩ બૌદ્ધની માન્યતા એવી છે કે, વિશેષને છોડીને સામાન્ય કોઈ ભિન્ન વસ્તુ નથી. સંપૂર્ણ ક્ષણિક પદાર્થોનું જ્ઞાન તે પદાર્થોના અસાધારણ રૂપથી જ થાય છે, માટે સંપૂર્ણ પદાર્થ સ્વલક્ષણ છે. અર્થાત્ પદાર્થોનું સામાન્ય રૂપથી જ્ઞાન થતું નથી. જે સમયે અમે પાંચ અંગુલીઓનું જ્ઞાન કરીએ છીએ તે સમયે પાંચ આંગલીઓરૂપ વિશેષને છોડી અંગુલિત્વ કોઈ ભિન્ન જાતિ માલમ પડતી નથી આ પ્રમાણે ગૌને જાણતી વખતે ગૌના વર્ણ-આકાર આદિ વિશેષ જ્ઞાનને છોડી ગોસ્વરૂપ સામાન્યનું ભિન્ન જ્ઞાન થતું નથી. અત એવ વિશેષ જ્ઞાનને છોડી સામાન્યને જુદી વસ્તુ નહીં માનવી જોઈએ. કારણ કે; વિશેષમાં જ વસ્તુનું અર્થક્રિયાકારિત્વ લક્ષણ ઠીક ઠીક ઘટે છે. १ 'अत्र व्युत्पत्तिः विशिष्यते भिद्यते अनेन (ल्युट्) इति विशेषणं भेदकम् । व्याक्तकं प्रकारो वा विशेषणं भवति । ગજરાતી અનુવાદક - , ભદ્રકરસૂરિ મહારાજ
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy