SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત-વિસ્તરા આ ઉરભારિ રચિત ૧૨૨ -વસ્તુ સ્વરૂપ વિષયક સત્ય મંથન કે સમર્થનएकानेकस्वभावं च वस्तु, अन्यथा तत्तत्त्वासिद्धेः ભાવાર્થ-પરમાર્થભૂત વસ્તુનું સ્વરૂપ, એક (દ્રવ્ય સામાન્ય) અને અનેક (પર્યાય વિશેષ) ઉભયરૂપ અનંત ધર્મો છે. તથાહિ; એક અનેક સ્વભાવવાળી (અનંત-ધર્માત્મક) વસ્તુ છે. કેમકે; વસ્તુમાં એક અનેક સ્વભાવવત્ત્વ અનંત ધર્માત્મક પણું-અનંત ધર્મો-સ્વભાવો માનવામાં ન આવે તો, વસ્તુત્વ-વસ્તુતત્ત્વનો સદંતર અભાવ થઈ જાય ! (અનુમાન પ્રયોગ આ પ્રમાણે અહીં સમજવો. જીવ અજીવરૂપ વસ્તુ (ધર્મીપક્ષ) એક અનેક સ્વભાવવ-અનંત ધર્માત્મક છે. અહીં એક અનેક સ્વભાવવત્ત્વ-એક અનેક સ્વભાવો-અનંત ધર્મોઅનંતધર્માત્મકત્વ સાધ્ય ધર્મ સમજવો. વસ્તુત્વ અન્યથાનુપપત્તિરૂપ હેતુ સમજવો. કેમકે; હેતુનું લક્ષણ જ અન્યથાનુપપત્તિ છે. વસ્તુત્વપ્રકાર સિવાય બીજા પ્રકારની વસ્તુરૂપ તત્ત્વની સિદ્ધિ થતી નથી. અહીં અન્તર્યાપ્તિથી સાધ્યની સિદ્ધિ થાય છે. માટે ઉપરોક્ત હેતુમાં દ્રષ્ટાંતની આવશ્યકતા નથી. જ્યાં દ્રષ્ટાંત સિવાય સાધ્ય હેતુમાં વ્યાપ્તિનું જ્ઞાન થઈ જાય છે. તેને અન્તર્યાપ્તિ કહે છે. જ્યારે પ્રતિવાદીને વ્યાપ્તિ હે પ્રભુ ! પ્રિયગુવત્ (નીલ) સ્ફટિકવત્ (ઉજ્જવલ) સ્વર્ણવત્ (પીત) પારાગવત્ (રક્ત) અને અંજનવત્ (શ્યામ) વર્ણવાળો ધોયા વગર જ સદાય પવિત્ર એવો આપનો દેહ, મનુષ્ય આદિક કોને ચક્તિ નથી કરતો ? સર્વને કરે છે જ. (૧) કલ્પવૃક્ષની માળાની જેમ સ્વભાવે જ સુગંધી એવા આપના અંગ ઉપરદેવાંગનાના નેત્રો, ભ્રમરની જેમ લપટાય છે. (૨) હે નાથ ! દિવ્ય અમૃતરસનું આસ્વાદન કરવાથી થયેલી પુષ્ટિથી પરાભવ પામેલાં હોય તેમ કાસશ્વાસાદિક રોગોરૂપી સર્પનો સમૂહ આપના દેહમાં વ્યાપી શકતા નથી, આપ સદા રોગ રહિત જ છો. (૩) દર્પણની અંદર પ્રતિબિંબિત થયેલા રૂપની જેમ આપનામાં બીજા મળ તો દૂર રહો-પરંતુ પરિશ્રમ આદિકથી આપનું શરીર, ટપકતા પસીનાથી આર્દ્ર (ભીનું) પણ થતું નથી. આપની કાયા પ્રસ્વેદ (પસીનો) વગરની નિર્મળ જ છે. (૪) હે વીતરાગ ! કેવળ આપના શરીરમાં રહેલું રક્ત (રૂધીર) પણ દૂધની ધારા જેવું ધોળું છે એટલે આપના રૂધિરમાંથી પણ સ્વાભાવિક રાગ-રંગ-રતાશ જતી રહી છે. (૫) વળી જગથી વિલક્ષણ એવી આપની બીજી અદ્ભૂત વાતનું અમે શું વર્ણન કરી શકીએ ? કારણ કે હે પ્રભુ ! આપનું માંસ પણ દુર્ગંધ રહિત (પરમ સુગંધિ) દુગંછા ન ઉદ્ભવે એવું ગાયના દૂધ જેવું ધોળું છે. (૬) હે વીતરાગ ! ભમરાઓ, જળ સ્થળના (સુગંધ) પુષ્પોની માળાઓ તજી આપના નિઃશ્વાસની ખુશ્બો લેવા આપના વદન-કમળ પાસે આવે છે. (૭) હે પ્રભુ ! આપની જન્મ-મર્યાદા લોકોત્તર (અપૂર્વ) ચમત્કારને કરવાવાળી છે. કેમકે આપના આહાર અને નીહાર ચર્મચક્ષુવાળા મનુષ્યો જોઈ શકતા જ નથી. (૮) ૧ अन्त पक्षमध्ये व्याप्तिः - साधनस्य साध्याक्रान्तत्वमन्तर्व्याप्तिः । तयैव साध्यस्य गम्यस्य सिद्धेः प्रतीतेः । अयमर्थः अन्तर्व्याप्तः साध्यसंसिद्धिशक्तौ बाह्यव्याप्तेर्वर्णनं वन्ध्यमेव । साध्यंससिद्धयशक्तौ बाह्यव्याप्तेर्वर्णनं व्यर्थमेव । ગુજરાતી અનુવાદક આ તીકરસૂરિ મ.સા.
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy