SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત-વિસ્તરા - Rભદ્વારિ રચિત ૬ ૧૧૯ संसारजलासङ्गादिना धर्मकलापेन पुरुषवरपुण्डरीकाणि, यथा पुण्डरीकाणि पङ्के जातानि जले वर्द्धितानि तदुःभयं विहाय वर्तन्ते प्रकतिसन्दराणि च भवन्ति, निवासो भवनलक्ष्म्या. आयतनं चक्षराद्यानन्दस्य प्रवरगणयोगतो विशिष्टतिर्यगनरामरैः सेव्यन्ते. सखहेतनि भवन्ति च, तथैतेऽपि भगवन्तः कर्मपङ्के जाताः दिव्यभोगजलेन वर्द्धिताः उभयं विहाय वर्तन्ते, सुन्दराश्चातिशययोगेन, निवासो गुणसम्पदः, हेतवो दर्शनाद्यानन्दस्य, केवलादिगुणभवेन भव्यसत्त्वैः सेव्यन्ते, निर्वाणनिबन्धनं च जायन्ते इति नैव भिन्नजातीयोपमायोगेऽप्यर्थतो विरोधाभावेन यथोदितदोषसम्भव इति. ભાવાર્થ-સંસારરૂપ રાગ-દ્વેષ-મોહરૂપ કલેશ વાસિત મનરૂપ સંસાર-વિષય કષાય આદિરૂપ સંસાર) જલના અસંગઅસંબંધ-નિર્લેપતા વિગેરે રૂપ ધર્મ કલાપ-સમુદાયથી પુરૂષોત્તમો, અરિહંત ભગવંતો, ઉત્તમ પુંડરીક-શ્વેત કમલ જેવા છે. તથાતિ (૧) જેમ પુંડરીક-કમળો, પંકમાં-કાદવમાં પેદા થાય છે. જલથી વૃદ્ધિ પામે છે. છતાં એ બંનેને છોડી નિરનિરાળા રહે છે. જુદા-અલગ-નિર્લેપ રહે છે. (૨) આ પુંડરીક-કમળો, પ્રકૃતિ સુંદર (સહજ મનોહરમૂલ સ્વભાવથી રૂપાળાં જાતિ-સ્વભાવથી શોભાવાળાંકુદરતી મોહક-આકર્ષક-અકૃત્રિમ-નૈસર્ગિક સૌન્દર્યવર્ધ) હોય છે. (૩) આ પુંડરીક-કમળો, ભુવન લક્ષ્મી (ભવન અધિપતિરૂપ કે ભવનથી ઉપલક્ષિત-ભવનનિવાસિની લક્ષ્મીદેવી) ના મનોહર નિવાસ સ્થાનરૂપ હોય છે. २ "पुरिसा वि जिणा एवं पत्ता वरपुंडरीय उवमाणं । सासाई सुरभिगंधे वहति वरपुंडरीयत्ता ॥ १ ॥ वटुंति य उवयारे नरतिरिआणं निरही परिणामा । धारिजं सिरसा नरामरहिं नमिरेहिं ॥ २ ॥ ૧ બકુલેશ વાસિત મન સંસાર' રાગ-દ્વેષ મોહ આદિભાવ બંધનરૂપ કલેશથી વાસિત-બદ્ધ, મન-જીવ તે અહીં સંસાર સમજવો. ૨ “સો યોજન ઉંચો, એક હજાર બાવન યોજન અને બાર કલા પહોળો એક સુવર્ણમય (લઘુ) હિંમવત પર્વત છે. તે પર્વત ઉપર દશ યોજન ઉંડું, પાંચસો યોજન પહોળું અને હજાર જોજન લાંબુ, વજના તળીયાવાળુ પદ્મહૂદ નામનું એક હ્રદ છે. તેના મધ્ય ભાગમાં પાણીથી બે કોસ ઉંચું, એક યોજન પહોળું અને એક યોજન લાંબુ એક કમળ છે. નીલ રત્નમય નાળચુ દશ યોજનાનું છે. તેનું મૂળ વજમય છે, તેનું કંદ, રિઝરત્નમય છે, તેના બહારનાં અને અંદરના પાંદડાં લાલ તથા સુવર્ણમય છે. તે કમળની અંદર બે કોસ પહોળી, બે કોસ લાંબી કોસ ઉંચી, લાલ સુવર્ણમય કર્ણિકાડોડો છે. તેની મધ્ય ભાગમાં અર્ધા કોસ પહોળું, એક કોસ લાંબુ અને એક કોસમાં કંઈક ન્યૂન ઉંચું લહમીદેવીનું ભુવન છે. તે ભુવનને પાંચસો ધનુષ્ય ઉંચા, અઢીસો ધનુષ્ય પહોળા, પૂર્વ-દક્ષિણ ઉત્તર દિશામાં ત્રણ દરવાજા છે. ભુવનની વચ્ચોવચ અઢીસો ધનુષ્ય પ્રમાણ મણિમય વેદિકા છે. તે વેદિકા ઉપર લક્ષમીદેવીને છાજે તેવી શવ્યા છે. હવે તે મુખ્ય કમળની ચોતરફ ફરતા ગોળ આકારવાળા (વલયાકાર) લક્ષ્મીદેવીના આભૂષણોથી ભરેલા તથા મુખ્ય કમળના પ્રમાણથી અર્ધા ઉચા અને પહોળા એકસો આઠ કમળો છે. એવી રીતે સઘળા ગોળાકારોમાં અનુક્રમે અધું અધું પ્રમાણ સમજવું. બીજા વલયમાં વાયવ્ય ઈશાન અને ઉત્તર દિશામાં ચાર હજાર સામાનિક દેવોને વસવાનાં ચાર હજાર કમળ છે. પૂર્વ દિશામાં ચાર મહાર્દિકદેવીઓના ચાર કમળ છે. આગ્નેયી દિશામાં અત્યંતર પર્ષદાના ગુરૂસ્થાનીય દેવોના આઠ હજાર કમળ છે. દક્ષિણ દિશામાં મધ્ય પર્ષદાના મિત્રસ્થાનીય દેવોના દશ હજાર કમળ છે. મૈત્રત દિશામાં મધ્ય પર્ષદાના નોકર તરીકે રહેલા સદકરસૂરિ મ.સા. ગજરાતી અનુવાદ
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy