SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ '' ..યાયા લલિત-વિસ્તરા આ ભ૧ભકરાર ચિત (૧૧૫) બેચેની) નહીં કરનાર અર્થાત ઈન્દ્રિયવર્ગના પ્રત્યે બેફિકર-નર્ચિત-સ્વસ્થ-અવ્યગ્ર તરીકે જાણીતા આ પુરૂષો સિંધ્ધતીક જ ગણાય. (૯) સંયમમાર્ગમાં-આત્મીય સાચી પ્રગતિના-આગેકૂચના પંથમાં ખેદ (થાક સુસ્તી-કંટાળો-શોક-નાસીપાસીનાઉમેદી) ના તદા અભાવવાળા તરીકે વિખ્યાત બનેલા આ પુરૂષો, સિંહ પ્રતિનિધિ જ છે. અર્થાત્ સંયમમાર્ગના પ્રત્યે જરાપણ શિથિલ નહીં થનાર-નહીં કંટાળનાર નહીં થાકનારા આ મહારથી પુરૂષો સિંહની કોટીમાં મૂકાય એમાં શી નવાઈ ? (૧૦) ધર્મ શુકલ આદિરૂપ સદ્દસમ્યગુ ધ્યાનમાં અથવા ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યાત્મક્સ, પદાર્થ, દ્રવ્ય વિષયક ધ્યાનમાં નિષ્પકંપતા, અડગતા, મેરૂચૂલા સમાનનિશ્ચલતા નામના ગુણથી પ્રખ્યાત થયેલા આ પુરૂષો સિંહશા જ છે. તથાચ સધ્યાનના પ્રત્યે અડોલ, અડગ, અચલ, સ્થિર, મક્કમ, ઘીર, દ્રઢ આ પુરૂષો, સાચે જ પુરૂષસિંહો જ છે. -સિંહ આદિ સાદશ્યરૂપ ઉપમા, ઔપચારિક, અસત્ય કે અકિંચિકર નથી પરંતુ વાસ્તવિક, સત્ય કે કિંચિત્કર છે. એ વિષયની વિગતવાર સિદ્ધિ न चैवमुपमा मृषा, तद्वारेण तत्त्वतः तदसाधारणगुणाभिधानात्, विनयविशेषानुग्रहार्थमेतन्, विनयविशेषानुग्रहार्थमेतत्, इत्यमेव केषाञ्चिदुक्तगुणप्रतिपत्तिदर्शनात्, चित्रो हि सत्त्वानां क्षयोपशमः, ततः कस्यचित्कथञ्चिदाशयशुद्धिभावात् । ભાવાર્થ-દર્શાવેલ ગુણધર્મરૂપ પ્રકારથી, સિંહ સાદ્રશ્યરૂપ ઉપમા, અસત્ય, નથી. તથાચ પૂર્વકથિત ગુણધર્મપ સમાન ઘર્મોથી કરેલી સિંહની સાથે ભગવંતની સરખામણી, ભગવંતને જે સિંહ સાથે સરખાવ્યા છે તે વિષય અર્થાતુ ઉપમા, અયથાર્થ નથી. કેમકે સિંહરૂપ ઉપમા દ્વારા-મારફતે-માર્ગે, સિંહની સાથે ભગવંતને સરખાવવાથી તત્ત્વથી, વાસ્તવરૂપે (પરમાર્થને અપેક્ષીને, પરમાર્થિક, વાસ્તવિકરૂપે પરંતુ શાબ્દિક વ્યવહાર, શબ્દપ્રયોગરૂપ વ્યયવહારમાત્રથી, શબ્દ અલંકાર, શાબ્દિક શોભામાત્રથી નહીં) ભગવંતોમાં રહેલ શૌર્ય આદિરૂપ અસાધારણ ગુણોની પ્રતીતિ (બોધ, નિર્ણય, ખાત્રી) થાય છે. સબબકે અરિહંત ભગવંતમાં રહેલ શૌર્ય, ૌર્ય, વીર્યવત્તા, નિર્ભયતા, નિશ્ચિતતા, અસહનતા, વિરતા, અવજ્ઞા, અખિન્નતા, નિષ્પકંપતારૂપ ગુણધર્મોની વિશેષ પ્રતીતિમાં-વિશિષ્ટબોધના પ્રત્યે સિંહ સાદ્રુશ્યરૂપ ઉપમા કારણ છે. એટલે તત્ત્વતઃ-વસ્તુતઃ વિશિષ્ટગુણ પ્રતીતિજનકતયા ઉપમા સત્ય, યથાર્થ, કિંચિકર છે. શંકા-અરિહંત ભગવંતના જે અસાધારણ ગુણો છે. તેઓને બતાવનાર-નિર્ણય કે ખાત્રી કરી આપનાર, સિંહરૂપ ઉપમા સિવાય બીજા ઘણા ઉપાયો છે. તો શા માટે સિંહરૂપ ઉપમાનો આશ્રય લેવો જોઈએ? સમાધાન-જેઓને બીજા ઉપાયોથી તે ગુણોની ખાત્રી નથી અને કેવળ ઉપમાથી જ ખાત્રી થાય છે, એવા કેટલાક શિષ્યો ઉપર અનુગ્રહ (આવા શિષ્યોને પણ પ્રભુના વિશિષ્ટ ગુણોનો બોધ થાઓ ! એ રૂપ અનુગ્રહ)-ઉપકાર કરવારૂપ ઉદેશને અનુલક્ષીને આ ઉપમાનો ઉપન્યાસ (વાક્ય પ્રયોગો કરેલ છે. સિંહની સાથે અરિહંતોને સરખાવ્યા છે. કારણ કે, આ પ્રમાણે જ પ્રકૃત (સિંહરૂપ) ઉપમાના ઉપન્યાસ દ્વારા કેટલાક વિશિષ્ટ શિષ્યોમાં ભગવંતના અસાધારણ શૌર્ય આદિ ગુણોનો નિર્ણય દેખાય છે. ગુજરાતી અનુવાદક - એ ભદ્રસૂરિ
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy