SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત-વિતરા - હરિભદ્રસૂરિ ચર્થિવ જ સ્વીકારે છે કે જે વાક્ય-વચન, સમ્યક શુભભાવ પ્રવર્તક અને અશુભ ભાવથી નિવક હોય ! આવી નિશ્ચય સંમત સત્ય વાક્ય વિષયક માન્યતાના પ્રતિષેધપૂર્વક, બાહ્ય અર્થ સંવાદિ-અભિધેય-વાચ્ય પદાર્થની સાથે જે સંવાદી અવ્યભિચારી-અવિરુદ્ધ-સંમત (વાચ્યાર્થ પ્રતિપાદક) વ્યવહારરૂપ વચન-વાક્ય તે જ સત્ય છે. એમ બેધડક પડકાર કરનારા સાંકૃત્યો-સાંકૃત નામના પ્રવાદીના શિષ્યો, 'ઉપમાને (સિંહપુંડરીક આદિ સાદૃશ્યને-સરખામણીને) અસત્ય-અકિંચિત્કરજુકી માનતા હોઈ આ અરિહંત ભગવંતો-પુરૂષોત્તમો, કોઈની પણ સાથે સરખાવ્યા સિવાય સ્તુતિને યોગ્ય છે. કોઈની પણ સાથે સરખાવીને સ્તુતિને યોગ્ય જ નથી. એમ વ્યવહારસંમત પોતાના અભિપ્રાયને જગતના ચોકમાં જાહેર કરે છે. વળી પોતાના અભિપ્રાયને મજબૂત કરવા શાસ્ત્રીય વચનરૂપ પૂરાવો રજુ કરે છે કે “ઉપમેયભૂત પદાર્થથી હીન (અલ્પગુણવાળા) ઉપમાનવાચક પદાર્થની સાથે ઉપમેયભૂત પદાર્થની સરખામણી કરવી જુકી છે. તેમજ ઉપમેયભૂત પદાર્થથી અધિક (ઉત્કૃષ્ટ ગુણવાળી) ઉપમાનવાચક પદાર્થની સાથે ઉપમેયભૂત પદાર્થની સરખામણી કરવી જુકી છે.” તથાચ સાંકૃત્યમતસંમત પૂર્વોક્ત અભિપ્રાયનું સચોટ ખંડન કરવા કહે છે કે; “પુરૂષોમાં સિંહ જેવા અતએવા પુરૂષશ્રેષ્ઠરૂપ અરિહંત ભગવંતોને નમસ્કાર હો !” ઈતિ- આમ “પુરૂષસિંહ' રૂપ વિશેષણપદ ઈતરવ્યવચ્છેદક સમજવું. -પુરૂષસિંહ' રૂપ પદની વ્યુત્પત્તિ સહિત, ખૂબ ખૂબીથી વિશિષ્ટ ગુણધર્મો દ્વારા અરિહંત ભગવંતના સિંહની સાથે સાતૃશ્યની ઘટના 'पुरूषाः प्राग्व्यावर्णितनिरूक्तास्ते सिंहा इव प्रधानशौर्यादिगुणभावेन ख्याताः पुरुषसिंह ख्याताश्च कर्मशत्रून् प्रति शूरतया, तदुच्छेदनं प्रति क्रौर्येण, क्रोधादीन् प्रति असहनतया, रागादीन् प्रति वीर्ययोगेन, तपःकर्म प्रति वीरतया, अवज्ञैषां परीषहेषु, न भयमुपसर्गेषु', न चिन्ताऽपीन्द्रियवर्गे, न खेदः, संयमाध्वनि निष्पकम्पता सद्ध्यान इति. | ભાવાર્થ-પૂર્વે કહેલ પરાર્થવ્યસની આદિ વિશેષણ (ગુણ વાચક વિશેષણ) વિશિષ્ટ પ્રધાન પુરૂષો-અરિહંત ભગવંતો, પ્રધાનભૂતશૌર્ય આદિ ગુણધર્મોના ભાવથી સત્તાથી વિદ્યમાનતાથી પ્રખ્યાતિને પામેલા, સિંહો જેવા હોઈ પુરૂષસિંહો કહેવાય છે. (૩૫માં વ્યાપ્રાઃ સાચીનુવૃત્તી’ સિ. ૩-૧-૧૦૨) એ સૂત્રથી ઉપમેય વાચક પદનો ઉપમાનવાચકપદ-વ્યાધ્ર આદિની સાથે કર્મધારય સમાસ થાય છે. જો સાધારણ (ઉપમાન ઉપમેય ઉભયગત) ધર્મમેયવાચકપદજૂર આદિનો પ્રયોગ કે ઉલ્લેખ ન હોય તો અહીં ઉપમેયવાચકપદ (જે વસ્તુ સરખાવાય છે તે ઉપમેય કહેવાય છે. જેમ અહીં પુરૂષો-અરિહંત ભગવંતો રૂપ પ્રઘાન પુરૂષો ઉપમેય છે.) પૂર્વપદ ૧ બે પદાર્થ વચ્ચે ચમત્કારી સાદ્રશ્ય વર્ણવ્યું હોય તે ઉપમા અલંકાર થાય છે. “અરિહંતો, પુરૂષોમાં સિંહ પુંડરિક આદિ જેવા છે' આમાં અરિહંતો વર્ય-પદાર્થ ઉપમેય કહેવાય છે. કેમ કે; એમને સિંહ આદિની સાથે સરખાવ્યા છે. જેની સાથે વર્ય-પદાર્થને સરખાવવામાં આવે છે, તે ઉપમાન કહેવાય છે. જેમ કે; સિંહ પુંડરીક આદિ ઉપમાન છે. પુષસિદ' આ વાક્યમાં ઉપમારૂપ અર્થાલંકાર સમજવો. અને ઉપમાના પૂર્વોપમા અને લુખોપમાના ભેદ પૈકી અહીં લખોપમાં જાણવી. કેમકે; ઉપમેય-ઉપમાન-સમાનધર્મ-ઉપમાવાચક આદિ ચારમાથી એકાદ ન આવ્યું હોય તે લુપ્તપમાં કહેવાય છે. १ "बीहंति न चेव जओ उवसग्गपरीसहणघोराणं वियरंति असंकमणा भत्रंति ततो पुरुषसीहा" । જરાતી અનુવાદક - આ ભદ્રકરસૂરિ મસા
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy