SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત-વિસ્તરા આ ઉભિદ્રસૂરિ રચિત ૧૦૬ (૮) અનુપહતચિત્ત-દુર્ઘાનોથી-દુષ્ટ વૃત્તિઓથી કે દુર્વિકલ્પ સંકલ્પ-કલ્પના ચિત્તવાલા અરિહંતના આત્માઓ હોય છે. જાલથી નહીં હણાયેલા (૯) દેવગુરૂબહુમાની—દેવ અને ગુરૂ પ્રત્યે બહુમાન (મનની પ્રીતિ-અસ્થિમજ્જાવત્ અંતરંગ રંગથી ભકિત સેવા) ને કરનારા ભગવંતના આત્માઓ હોય છે. (કહ્યું છે કે ચર્ચ ટેવે પરા વિસ્તર્યથા તેવે તથા પુરૌ । તસ્કૃતે નિવિાદ્યર્થા: પ્રાશને મહાત્મનઃ') (૧૦) તથા-જેમ ઉપર્યુકત વિશિષ્ટ નવ ગુણવાળા છે. તેમ ગંભીરાશયગંભીર (ઉંડા-મોટા-વિશાલઠરેલ) આશયને (હેતુને-ઉદ્દેશ-અભિપ્રાય-ચિત્તના ભાવને) ધારણ કરનારા ભગવંતના આત્માઓ હોય છે. એમ જિનેશ્વરદેવના આત્માઓ, ઉપર્યુકત વિશિષ્ટ યોગ્યતાને અનાદિકાળથી ધારણ કરે છે. જો ભવ્યત્વ તમામ આત્માઓનું સમાન હોય છે. કિન્તુ પ્રત્યેક ભવ્ય આત્માઓની મુકિત સમાનકાળે અને સરખી સામગ્રીઓથી થતી નથી. તેથી પ્રત્યેકનું ‘તથાભવ્યત્વ' જુદી જુદી જાતનું માનવું પડે છે. વળી શ્રી જિનેશ્વરદેવના આત્માઓનું ‘સહજતથાભવ્યત્વ' સર્વ કરતાં ઉત્તમ કોટીનું છે. જેમ જેમ તેઓશ્રીનું ‘સહજતથાભવ્યત્વ' તે તે સામગ્રીના યોગે પરિપાક પામતું જાય છે તેમ તેમ તેમની ઉત્તમતા બહાર આવતી જાય છે. વરબોધિલાભની પછીતો શ્રી જિનેશ્વરદેવના આત્માઓ સર્વથા પરાર્થોઘમીઉચિત ક્રિયાવાળા અને જગત્ જંતુઓના ઉદ્ધાર કરવાના વિશાલ આશયવાળા હોય છે. અને તેથી તેમની સઘળી ક્રિયાપ્રવૃત્તિ, સફલ આરંભવાળી તથા સર્વોત્કૃષ્ટ પરોપકારને સાધનારી હોય છે. વળી આ સંસારમાં તો તીર્થંકરદેવના આત્માઓ, અને બીજા ભવ્યાત્માઓ વચ્ચે ભેદ-અસમાનતા-વિષમતા રહેવાની જ. કારણ કે; ભેદનું કારણ સહજતથાભવ્યત્વ આદિ છે. શ્રી પરમાત્માનું ‘સહજતથાભવ્યત્વ' સઘળા બીજા ભવ્યોના તથાભવ્યત્વથી જુદી જાતનું છે. આથી જ શ્રી તીર્થંકરદેવના આત્માઓ સદાકાલ, બીજા તમામ ભવ્યાત્માઓ કરતાં ઉત્તમ જ-ચડીયાતા હોય છે. તેઓશ્રી પોતાના સહજતથાભવ્યત્વ આદિભાવથી પુરૂષોમાં પ્રધાન હોવાના હેતુથી ‘પુરૂષોત્તમ’ તરીકે સ્તવાય છે. નરક અને નિગોદ આદિમાં રહેલા પણ તેઓ, પોતાના સહજતથાભવ્યત્વ આદિના બળે સર્વદા ઉત્તમ જ ગણાય છે. ૧ ‘તીર્થંકર નામકર્મનો વિપાક ભોગવનાર, ત્રણલોકના નાથ, ત્રણલોકમાં પૂજનીય, સ્તુતિ કરવા લાયક-ધ્યેયનિર્દોષ-સર્વગુણસંપૂર્ણ મહાત્મા તીર્થંકરો "ઉત્તમોત્તમ” રૂપ પુરૂષના વિભાગમાં આવે છે. એવા તીર્થંકરના આત્માઓ જ્યારે અવ્યવહારરાશિમાં હોય છે ત્યારે પણ ગુણોમાં અન્યજીવો કરતાં વધારે હોય છે. પણ તેઓનું રત્નત્વ ઢંકાયેલું રહે છે. વ્યવહાર રાશિમાં આવે ત્યારે જો પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય તો ચિંતામણિરત્ન થાય છે. અપ્સાયમાં જાય તો તીર્થજળમાં ઉત્પન્ન થાય છે. અગ્નિકાયમાં જાય તો યજ્ઞ કે મંગલદીપકની અગ્નિ થાય છે, વાયુકાયમાં જાય તો વસંતકાળનો શીત-મૃદુ-મધુર-સુગંધી પવન થાય છે. વનસ્પતિકાયમાં જાય તો કલ્પવૃક્ષ-આંબા કે પ્રતાપી ઔષધી થાય છે. અને એવી જ રીતે બેઈન્દ્રિયમાં દક્ષિણાવર્ત્ત શંખ થાય છે. તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્તમ ગજ કે અશ્વ થાય છે. અને એવી જ રીતે સર્વગતિમાં ઉત્તમ સ્થાન પ્રાપ્ત કરે છે. છેવટે જ્યારે તીર્થંકર થવાના હોય છે. ત્યારે તેમની માતા ચૌદમહાસ્વપ્ન જુવે છે. વિગેરે યાવત્ તીર્થંકર મહારાજની અષ્ટમહાપ્રાતિહાર્યાદિ સાહ્યબી પ્રસિદ્ધ જ છે. એમ જાણવું. (વિશેષ જિજ્ઞાસુએ ક્ષેમંકરગણિરચિતષપુરૂષચરિત્ર જોવું.) ગુજરાતી અનુવાદક કરસૂરિ મ.સા. આ
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy