SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત-વિસ્તરા - હરિભદ્રસર રચિત * ૯૩ ततश्चैतदुक्तं भवति-घातिकर्मक्षये ज्ञानकैवल्ययोगात्तीर्थकरनामकर्मोदयतस्तत्स्वभावतया आदित्यादिप्रकाशनिदर्शनतः, शास्त्रार्थप्रणयनान्मुक्तकैवल्ये तदसम्भवेनागमानुपपत्तेः, भव्यजनधर्मप्रवर्तकत्वेन परम्परानग्रहकरास्तीर्थकरा इति तीर्थकरत्वसिद्धिः ૪ | ભાવાર્થ-પૂર્વોક્ત વિવેચનથી એ વસ્તુ ફલિત થાય છે કે; જ્ઞાનવરણીય-દર્શનાવરણીય-મોહનીય-અંતરાયરૂપ ચાર ઘાતિકર્મનો સર્વથા પ્રલયરૂપ ક્ષય થયે છતે જ્ઞાન કૈવલ્ય-કેવલજ્ઞાન અને કેવલદર્શન થાય છે. અને કેવલજ્ઞાન અને કેવલદર્શનનો યોગ પામીને તીર્થ કર નામકર્મનો વિપાકોદય (રસોદય-ફલોદય) થાય છે. અને તેથી જ તીર્થ કરવાના સ્વભાવથી-સૂર્ય વિગેરેના પ્રકાશના દ્રષ્ટાંતથી (“જે કર્મના ઉદયથી તીર્થ પ્રવર્તાવી શકાય તે કર્મનું નામ શાસ્સામાં તીર્થંકરનામકર્મ કહેલું છે. તેના ઉદયથી કૃતકૃત્ય છતાં અહંનું ભગવાન તીર્થ પ્રવર્તાવે છે. જે સ્વાભાવિક રીતે જ રજૂર્ય જગતુમાં અજવાળું કરે છે તેમ શ્રી તીર્થકર ભગવાન પણ તીર્થ પ્રવર્તાવવા પ્રવૃત્તિ કરે છે” તત્ત્વાર્થભાષ્ય કા. ૯, આદિ શબ્દથી ચંદ્રકાંત મણિ વિગેરેના પ્રકાશના દ્રષ્ટાંતો ઘટાવવા.). ત્રિપદીરૂપ શાસ્ત્રાર્થના પ્રણેતા જગ...ભુ થાય છે. અર્થાત-જેમ સૂર્ય સ્વાભાવિક રીતે જ પ્રકાશ પૃથ્વીતલ પર પાથરે છે તેમ તીર્થંકર ભગવાન, વાતિકર્મનો ક્ષય થયે છતે તે કેવલજ્ઞાનના યોગે કરી તીર્થંકર નામકર્મના વિપાક ઉદયથી તીર્થ કરવાના સ્વભાવથી ઉપર "चत्वारो वर्णाः साधुसंयती (साध्वी) श्रावकश्राविकाख्या वर्ण्यन्ते इति वर्णा-भेदास्तेषु चतुर्युवर्णेषु भवश्चातुर्वर्णः सङ्घो गणः अथवा . सम्यक्त्वज्ञानसंवरतपांसि चत्वारो वर्णा-गुणास्तद्भवश्चातुर्वर्ण चतुर्णां वर्णानामयं (वा) चातुर्वर्णः सड़-घः, न तु सुगतशिष्याणां भौतानां वा ૧ જ્ઞાનાવરણીયકર્મ-આત્માના જ્ઞાનસ્વભાવ ગુણને આવૃત કરી તેનો ઘાત કરે છે. દર્શનાવરણીયકર્મ-આત્માના દર્શન છે તેનો ઘાત કરે છે. મોહનીયકર્મ-સમ્યકત્વ ગુણને તથા ચારિત્ર ગુણને હણે છે, અંતરાયકર્મ-આત્માના સ્વભાવભૂત મૂળગુણના ઘાતક હોવાથી આ ચારેય કર્મોને “ઘાતિકર્મ' આવી યથાર્થ સંજ્ઞા આપવામાં આવી છે. ર જે કર્મનો ઉદય થતાં જીવ, ત્રિભુવનવડે પૂજાય છે. તે કર્મને તીર્થકર નામકર્મ કહેવામાં આવે છે. આ કર્મ દ્વારા ધર્મ તીર્થ પ્રવર્તાવવાની શક્તિ પ્રાપ્ત થાય છે. આ કર્મનો વિપાક સર્વજ્ઞદશામાં થાય છે. ૩ “જે શો વળિો' p. ૨. I. ૪૭. તીર્થંકરનામ કર્મનો વિપાકોદય, કેવળજ્ઞાન ઉત્પન્ન થયેજ હોય. છદ્મસ્થ ન હોય, પણ જેણે પૂર્વે તીર્થકર (તીર્થકર નામકર્મનો ઉદય તીર્થકર કેવલીને કહ્યો તે રસોદય જાણવો. પ્રદેશોદ તો ત્રીજે ભવે ચોથે ગુણઠાણે તીર્થકર નામકર્મ, નિકાચિત કર્યા પછી અન્તમુહર્તજ થાય છે તેને લીધે અન્ય પ્રાણી કરતાં તેમની આજ્ઞા ઐશ્વર્ય વચન આદેયતા વિગેરે વિશેષ હોય, તથા જે ભવે તીર્થંકરપણે ઉત્પન્ન થાય તે ભવમાં તેમના પાંચે કલ્યાણક મહોત્સવમાં ઈન્દ્રાદિ પૂજે, આહારનીહાર કોઈ દેખે નહિ, રોગરહિત, પરસેવારહિત નિર્મળ કાયા અને શ્વાસોશ્વાસ સુગંધી હોય, લોહીમાંસ શ્વેત હોય એ ચાર અતિશય જન્મથી હોય. ચારઘાતિ કર્મનો ક્ષય કરવાથી રસોદય હોય, તેને લીધે સમવસરણ આદિ વિભૂતિ હેય, વાણીના પાંત્રીશગુ ભવ્ય જીવોને પ્રતિબોધી ચતુર્વિધ સંઘની સ્થાપના કરે, દેશના અફળ જાય નહિ, ચોત્રીશ અતિશયવંત હોય,) નામ કર્મ બાંધ્યું હોય એવા કેવલીને હોય, પણ સર્વ કેવલીને ન હોય. ' અર્થાતુ છાસ્થ-તીર્થકર અને તીર્થંકર-નામ-કર્મ જેમણે પૂર્વે નથી બાંધ્યું એવા કેવલીઓ સિવાય જેણે પૂર્વે તીર્થકર નામ કર્મ બાંધ્યું છે, અને જે કેવલી છે તે આત્માને તીર્થકર નામ કર્મનો વિપાકોદય હોય છે. ભદ્રકરસૂરિ મ.સા. ગુજરાતી અનુવાદક -
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy