SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત- વિવાદ : હરિભદ્રસાર રચિત एतच्च यथावस्थितसकलजीवादिपदार्थप्ररूपकं अत्यन्तानवद्यान्याविज्ञातचरणकरणक्रियाधारं त्रैलोक्यगतशुद्धधर्मसम्पयुक्तमहासत्त्वाश्रयं अचिन्त्यशक्तिसमन्विताऽविसंवादिपरमबोहित्थकल्पं प्रवचनं सङ्गो वा निराधारस्य प्रवचनस्यासम्भवाद्, ભાવાર્થ-આ તીર્થ એટલે (૧) જે, યથાવસ્થિત (જેમ હોય તેમ યથાર્થ સત્ય રીતે જે જે પ્રકારે પદાર્થો છે તે સર્વ પ્રકારે) સકલ-તમામ, જીવાદિ (અજીવ-પુણ્ય-પાપ-આશ્રવ-સંવર-નિર્જરા,-બંધ -મોક્ષ એ આદિ પદથી લેવાં) પદાર્થતત્ત્વ-દ્રવ્યવિષયક પ્રરૂપણા (લક્ષણ-સ્વરૂપ વિભાગ-પ્રામાણ્ય આદિ દ્વારા નિરૂપણ) કરનાર છે. (આ વિશેષણ થી તીર્થમાં સમ્યગુ-જ્ઞાન-મયતાનું નિરૂપણ કરાય છે.) . (૨) જે, અત્યંત (સર્વથા) નિર્દોષ, કપિલ બૌદ્ધ વિગેરે અન્ય દર્શનીઓએ નહીં જાણે લ-ઓળખેલ એવા ચરણઅને કરણરૂપ ક્રિયાનો આધાર-આશ્રય-અધિકરણ છે. (આ વિશેષણથી તીર્થમાં યથાસુંદરકારિત્વનું વિધાન કરાય છે. શોભન આચાર શ્રેષ્ઠ આચારનું વિધાન કરાય છે.) (૩) જેનો, ત્રિભુવન (ઊર્ધ્વલોક-અધોલોક-તિર્જીલોકરૂપ ત્રિભુવન) વર્તી, શુદ્ધ-નિઃશલ્ય, નિરતિચાર સમ્યક્ત્વ આદિરૂપ ધર્મસંપદા-વૈભવથી યુક્ત, એવા) જે મહાત્માઓ-પુરૂષપ્રધાનો-ઉત્તમકોટીના પ્રાણીઓ,એ-આધાર-આશ્રય-સ્તંભ-ટેકો છે. અર્થાત્ જે ત્રિભુવનવર્સી-શુદ્ધ ધર્મવૈભવવંત મહાસત્ત્વશાલી મહાપુરૂષના આધારે-આશ્રયે-ટેકે, ટકી રહેનાર છે. (આ વિશેષણથી તીર્થમાં સત્યપુરૂષસેવિત્વનું સૂચન કરાય છે. અર્થાત્ જે તીર્થના આરાધક-સેવક-સેવા કરનાર સત્યપુરૂષો છે એમ ધ્વનિત થાય છે.) (૪) જે, અચિન્યશક્તિ-અલૌકિક સામર્થ્યથી સુશોભિત, (ભરપુર) એટલે જ અવિસંવાદી-પૂર્વ અપર વિરોધરૂપ વિસંવાદ વગરનું, (કષ-છેદ-તાપરૂપ પરીક્ષાયથી વિશુદ્ધ હોઈ ફલપ્રાપ્તિ વિષયમાં અવિરોધી — — દા.ત. ગો શબ્દનું પ્રવૃત્તિનિમિત્ત (ગલકંબલાદિક આકાર યુક્ત સંસ્થાન વિશેષ) જેમાં હોય તેને જ “ગો’ શબ્દથી સંબોધી શકાય. સંજ્ઞાવાચકનામમાં સંજ્ઞા, જાતિવાચક નામમાં જાતિ, ભાવ (ગુણ અને ક્રિયા) વાચકનામમાં ભાવ, એટલે જેનો વાચક શબ્દ, તે તેમાં પ્રવૃત્તિનિમિત્ત છે એમ સમજવું. ૧ સાધુઓથી હંમેશા આચરાય તે “ચરણ” કહેવાય છે. ચરણ સિત્તરી કે જેને સંસ્કૃતમાં ચરણ-સપ્તતિ કહેવામાં આવે છે. એ ચરણ યાને ચારિત્રના ૭૦ પ્રકારનો સમૂહ છે. તથાપિ અહિંસા આદિ પાંચ મહાવ્રત, ક્ષાંતિઆદિ દશવિધ શ્રમણ ધર્મ, સત્તરપ્રકારનો સંયમ, દશ પ્રકારનાં વૈયાવૃત્ય, નવપ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિ, મતિઆદિ ત્રણ જ્ઞાન, બાર પ્રકારની તપશ્ચર્યા, ક્રોધ આદિચાર કષાયોનો જય એ પ્રકારે ચરણના ૫+૧૦+૧૭+૧૦+૮+૩+૧૨+૪=૭૦ ભેદો જાણવા. - ૨ પ્રયોજન પ્રાપ્ત થયે છતે જે કરાય તે ‘કરણ' કહેવાય છે. કરણસિત્તરીનું કરણ સપ્તતિ એ પ્રતિસંસ્કૃતિ છે ને ૭૦ ક્રિયાના સમુદાયનું નામ છે. એના ૭૦ ભેદો નીચે મુજબ છે. તથાપિ ચાર પ્રકારની પિંડવિશુદ્ધિ અર્થાત આહાર ઉપાશ્રય-વસ્ત્ર અને પાત્રની ગવેષણા ઈત્યાદિ, પાંચ સમિતિઓ, અનિત્યસ્વાદિ બાર ભાવનાઓ, માસિકી આદિ બાર પ્રતિમાઓ, સ્પર્શન આદિ પાંચ ઈન્દ્રિયોનો નિગ્રહ, પચ્ચીશ પ્રકારની પ્રતિલેખના, ત્રણ પ્રકારની ગુપ્તિ, અને ચાર જાતના અભિગ્રહ એ કરણના ૪+૫+૧૨+૧૨+૫+૨૫+૩+૪=૭૦ ભેદો છે. જીજી: ભદકરસૂરિ મ.સા. ન ગુજરાતી અનુવાદક
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy