SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત- વિજ) હરિભસર ચરિ { ૭૧ આર્જવ આદિ દશ પ્રકારના સાધુ ઘર્મરૂપ ઘર્મોનો સંન્યાસ-ત્યાગ થાય છે અને ક્ષાયિકભાવના ક્ષમા આદિ દશ પ્રકારના ઘર્મો પ્રગટ થાય છે. આ ઘર્મ સંન્યાસયોગ છઠ્ઠા ગુણઠાણાથી શરૂ થાય છે. અને તેમાં ગુણઠાણા સુધી પહોંચે છે પણ તાત્ત્વિક-ખરેખરો ધર્મસંન્યાસયોગ આઠમા ગુણઠાણાથી ક્ષપકશ્રેણી માંડે ત્યારે શરૂ થાય છે. અને પરિણામે કેવલજ્ઞાન પ્રાપ્ત કરાવી દે છે, કેવલજ્ઞાન પ્રાપ્ત થયા પછી ક્ષયોપશમ ભાવના ક્ષમાદિ દશ ધર્મો તથા મતિજ્ઞાન આદિ ચાર જ્ઞાનો ચાલ્યા જાય છે અને ક્ષાયિકભાવના ક્ષમાદિ દશ ધર્મો તથા કેવલજ્ઞાનાદિ મળે છે. યોગસંન્યાસ નામના ભેદવાળો બીજો સામર્થ્યયોગ, તેરમા ગુણઠાણાના છેવટે મોક્ષ જવાના ટાણે જ્યારે શૈલીશીકરણ કરે છે. ત્યાર પછી ચૌદમા ગુણઠાણે આ યોગ હોય છે. યોગસંન્યાસ-મન, વચન કાયાના વ્યાપારને યોગ કહે છે, તેનો સંન્યાસ-ત્યાગ તે યોગસંન્યાસ સમજવો. આગળ આ વાતનું સ્પષ્ટીકરણ થશે. એમ આ સામર્થ્યયોગ બે પ્રકારનો છે. તેમાં જે જ્યારે હોય છે (થાય છે) તે ત્યારે કહી બતાવવા કહે છે. द्वितीयापूर्वकरणे, प्रथमस्तात्त्विको भवेत् ।। आयोज्यकरणादूर्ध्वं द्वितीय इति तद्विदः ॥ ८ ॥ શબ્દાર્થ-પ્રથમ તાત્ત્વિકધર્મસંન્યાસ નામનો સામર્થ્યયોગ, આઠમાગુણઠાણે બીજા અપૂર્વકરણમાં હોય છે. એ યોગસંન્યાસ નામનો સામર્થ્યયોગ તેરમા ગુણઠાણાના અંતે શૈલેશીકરણ કરે છે. ત્યાર પછી ચૌદમે ગુણઠાણે આ યોગ હોય છે. એમ તેના જાણકારો જણાવે છે. વિવેચન-અહીં બીજું અપૂર્વકરણ ગ્રહણ કરવાથી ગ્રંથિભેદનું કારણ પ્રથમ અપૂર્વકરણનો નિષેધ કરવા દ્વિતીય' શબ્દ ગ્રહણ કરેલ છે. કારણ કે, પહેલા અપૂર્વકરણમાં સામર્થ્યયોગ હોતો નથી. અપૂર્વકરણ એટલે આત્માનો અપૂર્વ શુભ-અધ્યવસાય-પરીણામ. આ અનાદિ અપાર સંસારમાં રખડતા આ જીવને તે તે ધર્મના સારા અનુષ્ઠાનો કરતાં કદી પણ નહીં આવેલો એવા આત્માનો અપૂર્વ અધ્યવસાય-પરીણામ ૧ વત્તા એ સમલૈવૈા જ્ઞાતો સમઢિળ્યાઃ | વાઢવમિતિ રચવત્તા ઘર્મસંન્યાસવાન્ ભવેત્ | ૨ | જ્ઞાનસાર ત્યાગાષ્ટકે. અર્થ-મારે એક સમતા જ હાલી સ્ત્રી છે. બીજી સ્ત્રી હાલી નથી. સરખી ક્રિયાવાળા સાધુઓ જ મારા સગા છે. બીજા સગાનું કંઈ પણ કામ નથી. એ પ્રમાણે નિશ્ચયભાવે બાહ્યપરિવારનો ત્યાગ કરીને ગૃહસ્થની અદ્ધિપ્રમુખ ઔદયિક ભાવના ધર્મનો સંન્યાસ-ત્યાગવાળો થાય અર્થાત્ ઔદયિકભાવને છોડી ક્ષયોપશમભાવવાળો થાય. (ઔદયિકભાવના ધર્મનો ત્યાગ કરવા રૂપ અતાત્ત્વિકધર્મસંન્યાસરૂપ સામર્મયોગ પ્રવજ્યાને અવસરે હોય છે. ૨ ઘસ્યાખ્યાઃ સુસંગોત્યા, સાથોપશમાં આપે, પ્રાચ રન્ટના ન્યાયં વર્ણસંચાલમુત્તમ ૪ | જ્ઞાનસાર ત્યાગાષ્ટકે. અર્થ-બાવના ચંદનના ગંધ સમ ક્ષાયિકપણાથી ઉત્તમ ધર્મ સંન્યાસને પામી સત્સંગથી ઉત્પન્ન થયેલા ક્ષાયોપથમિકક્ષમાદિ ધર્મો પણ તજવા યોગ્ય છે. અહીં ક્ષપકશ્રેણીમાં નિવૃત્તિ બાદરગુણઠાણે વર્તતા યોગીને ક્ષાયિકભાવની પ્રાપ્તિથી ક્ષાયોપથમિકક્ષમાઆદિ ધર્મની નિવૃત્તિ થતાં તાત્ત્વિક-પારમાર્થિક ધર્મસંન્યાસ હોય છે. રાતી અનુવાદક લ૮ કરસુરિ મારા
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy