SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ તિ-વિસારા આ ભિસાર થત ૬૫ શંકા-“નમો અરિહંતાણં” આ પદમાં છઠ્ઠી વિભક્તિના બહુવચનનો પ્રયોગ કરવામાં આવ્યો છે, તેનું શું પ્રયોજન છે ? હવે આવી શંકાનું સમાધાન આપતાં કહે છે કે: बहुवचनं तु अद्वैतव्यवच्छेदेनार्हब्दहुत्वख्यापनार्थं, विषयबहुत्वेन नमस्कर्तुः फलातिशयज्ञापनार्थं च, ભાવાર્થ-સમાધાન-અદ્વૈતના ખંડનપૂર્વક-અહીંજૈમિનીય જેનું બીજું નામ છે. એવા મીમાંસકના બે ભેદ છે (૧) યાજ્ઞિકાદિ પૂર્વમીમાંસા વાદી (૨) ઉત્તર-મીમાંસક તે વેદાન્તી કહેવાય છે. તે “સર્વમવેદ બ્રહ્મ' આવા વાક્યના પ્રમાણથી આ આખી સૃષ્ટિ બ્રહ્માનું સ્વરૂપ છે અને એક જ આત્મા, પ્રત્યે દેહધારીના દેહમાં રહેલો, જલમાં ચંદ્રની માફક એક પ્રકારે કે અનેક પ્રકારે દેખાય છે. એમ માને છે. અત એવ આત્મવિષયક અદ્વૈતમતના ખંડન પુરસ્સર, અથવા “શ્વરઃ સર્વજ્ઞ પરમાત્મા પર વ’ આવા સિદ્ધાંતવાક્યના ઘડવૈયા નૈયાયિક-વૈશેષિકની ઈશ્વર (સર્વજ્ઞપરમાત્મા) વિષયક અદ્વૈત (એકત્વ)ની માન્યતા ખંડન પૂર્વક “અરિહંત રૂપ ઈશ્વરો (સ્તુતિવિષયભૂત અરિહંત ભગવંતો) એક નથી પરંતુ ઘણા ('સર્વકાલની અપેક્ષાએ અથવા અનંતકાલની અપેક્ષાએ અનંત) છે. એ વિષયને જણાવવા સારૂ બહુવચનનું ઉત્પાદન કરેલ છે. આ પહેલો હેતુ બતલાવ્યો (૧). હવે બીજો મુદ્દો બતલાવે છે કે, (૨) નમસ્કારરૂપ ક્રિયાના વિષયભૂત (અવલંબન-નિમિત્ત રૂપ) અરિહંત પરમાત્માઓ ઘણા હોવાથી નમસ્કાર કરનારને ફલના અતિશય (ઉત્કૃષ્ટ ફલ-ઉત્કૃષ્ટ ભાવના) ની પ્રાપ્તિ થાય છે. આ બાબતને જણાવવા સારૂ બહુવચનનું ગ્રહણ કરેલ છે. . (અહીં અનુકૂતસમુચ્ચાયક ચકારના ગ્રહણથી (પુરાવા સિ. ૨-૨-૧૪ પુરો જોવાë તિ, જોરવાળું વર્તમાનસ્થ શબ્દ વ પવાર્થો વહુવા સ્વાત-થથા યુવાં ગુરૂ, સૂર્ય ગુરવ , gષ છે પિતા, જો પિતર) ગૌરવ બતાવવા માટે પણ બહુવચનનો પ્રયોગ સૂચિત કે ઘોતિત થાય છે. 'अर्हद्भयः' इत्यत्रार्हद्पदसमभिव्याहतबहुवचनेनैव बहुत्वसङख्योपस्थित्याऽद्वैतव्यवच्छेदलाभो नान्यथेत्या-यातमिति विज्ञेयम्' હવે આ વિષયના ઔદંપર્ય-ભાવાર્થને આગળ પર દર્શાવીશું, એ વાતને જણાવતા કહે છે કે, इत्येतच्चरमालापके 'नमो जिणाणं जियभयाणमित्यत्र सप्रतिपक्षं भावार्थमधिकृत्य दर्शयिष्यामः, ભાવાર્થ-આ પ્રમાણેના પૂર્વોક્ત વાક્યર્થવિષયક ભાવાર્થ (તાત્પર્યાર્થ) ના અધિકાર-વિષયને, પ્રતિપક્ષ (આક્ષેપ-પૂર્વપક્ષ) સહિત, આગળ-શકસ્તવના છેલ્લા આલાપક-પદરૂપ “નમો જિણાણે જિયભયાણ” ના નિરૂપણ અવસરે દર્શાવીશું. હવે “નમોડસ્તુ અહિંદુભ્ય:' આ વાક્યર્થના નિરૂપણમાં યોગાચાર્યોનું કઈ જાતનું મંતવ્ય છે. આ १ बहुवचनं सर्वकालिकार्हत्प्रतिपत्त्यर्थ, तत्रातीताः केवलज्ञानिप्रभृतयः, अनागताः पद्मनाभादयः वर्तमाना ऋषभादयः सीमंधरादयो वा। અર્થ-ભત-ભવિષ્યત-વર્તમાનરૂપ ત્રણેય કાલના અહંતોના સ્વીકાર માટે અર્થાતુ કેવલજ્ઞાની વિગેરે અતીત કાલના અહંતો, પાનાભ વિગેરે ભવિષ્યકાલના અહતો, તેમજ વર્તમાનકાલીન ઋષભદેવ વિગેરે અથવા સીમંધર વિગેરે અહંતોના ગ્રહણ માટે બહુવચનનો પ્રયોગ છે. બારાતી અનુવાદક ગુજરાત મકરસુકિ મા
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy