SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. વલિન-વિસ્તરા . આ વિલકરાર રશ્ચિત A-૬ છેલ્લીવાર જ્યારે તેઓ સ્વગુરૂ પાસે આવ્યા, ગુરૂદેવે એમને સ્વયં સમજાવવાનો રાહ ન લીધો. એના બદલામાં એમના હાથમાં લલિતવિસ્તરા મહાન ગ્રન્થ મૂકી પોતે જિનાલયને જુહારવાને નામે નીકળી ગયા. અને લલિતવિસ્તરા ગ્રન્થ ચમત્કાર કર્યો. બૌદ્ધદર્શની દલીલો અને તર્કો સામે જૈનદર્શનની મહાનતા-વિશાળતા અને સત્યતાની પ્રતીતિ સિદ્ધર્ષિને થઈ ગઈ. તેઓ હવે નિઃશંકપણે જૈન સાધુ બની ગયા. - બૌદ્ધ વગેરે દરેક દર્શનોને જડબાતોડ જવાબ આપી શકે એવા ઠોસ તર્કો લલિતવિસ્તરા ગ્રન્થમાં ભર્યા છે તે આના પરથી હેજે કલ્પી શકાય છે. બસ, આ જ પ્રસ્તુત ગ્રન્થનું મહાન સૌભાગ્ય છે. નમુત્થણે સૂત્ર એટલે ભક્તિ-શ્રદ્ધાની પરાકાષ્ઠા! લલિતવિસ્તરા વૃત્તિ એટલે તર્કની પરાકાષ્ઠા! કમાલ કરી સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિ મહારાજે ... સોનામાં સુગંધ ભેળવી દીધી ... - શ્રદ્ધા અને તર્કનો સુમેળ કર્યો! સામાન્યથી શ્રદ્ધા અને તર્ક વિરોધી કહેવાય છે. શ્રદ્ધાનો આવિર્ભાવ થાય દિલમાં, તર્ક નો દિમાગમાં ... શ્રદ્ધામાં જોર હોય ભાવનું, તર્કમાં બુદ્ધિનું .. શ્રદ્ધામાં સમર્પણ હોય છે, તર્કમાં “આ આવું શા માટે ?' . એમ માથું ઉચકવાનું હોય છે. પરસ્પર વિરૂદ્ધ ભાસતા આ બન્નેનો સંબંધ સધાયો છે, ચૈત્યવંદન સૂત્રો અને તેની લલિતવિસ્તરા વૃત્તિમાં .. શ્રદ્ધામાં આગળ વધવું છે ? શ્રી જિનેશ્વરદેવ પ્રત્યે ભક્તિભાવની છોળો ઉછાળવી છે ? નમુત્થણ વગેરે સૂત્રના એક એક પદને મમરાવતા જાઓ ... તર્કની સૂક્ષ્મતાનો પરિચય કેળવવો છે ? શ્રી જૈનદર્શનમાં તત્ત્વોનું ત્રિકાળ અબાધિત, પૂર્વાપર અવિરૂદ્ધ યથાર્થ નિરૂપણ છે એવી પ્રતીતિ કરવી બારાતી અનુવાદક - મકરસૂરિ મ
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy