SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય-નિવેદન - ---- સતનય, સપ્તભંગી અને નિક્ષેપા વગેરેને વિરતારથી બંધ આપતે “નપદેશ” નામને આ ગ્રન્થ છે. આ ગ્રન્થ દાર્શનિક વિષયને લગતા છેલી કેટિના વિચારોથી અને અનેક પ્રકારના વાદથી ભરપૂર છે જેવા કે-ચિત્રવાર, અપેક્ષાબુદ્ધિવાદ, પ્રતિબધ્ય–પ્રતિબંધકભાવ વાદ વગેરે. તથા તે તે વાદેને ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચેલ છે. આ ગ્રન્થના પ્રણેતા પૂજ્યપાદ જૈનન્યાયના પ્રાણદાતા ન્યાયવિશારદ ન્યાયાચાર્ય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજ છે. તેમના જીવન અને કવન વિશે કેટલાયે વિદ્વાનોએ ખૂબ પ્રકાશ પાડ્યો છે તેથી એ સંબંધે પિષ્ટપેષણ કરવાની જરૂરત નથી, પરંતુ ન્યાયના પ્રખર પાંડિત્ય વિષે એટલું કહેવું જરૂરી છે કે કાશીના સમર્થ બ્રાહ્મણ પંડિત સાથેના શાસ્ત્રાર્થમાં એમણે જીત મેળવવાથી એ જ પંડિતમંડળીએ “ ન્યાયવિશારદ'ની પદવીથી વિભૂષિત કર્યા હતા, તથા ન્યાયના એક સે આઠ ગ્રન્થ રચ્યા બાદ “ ન્યાયાચાર્ય”ની પદવીથી નવાજ્યા હતા. આ જ શ્રી ઉપર તેઓશ્રીએ “નયામૃતતરંગિણું” નામની ટીકા રચી છે. તેમની કસાયેલ વિદ્વગ્ય કલમથી લખાયેલ આ “નયામૃતતરંગિણું” યુક્ત “નોપદેશ” નામને ગ્રન્થ આધુનિક પ્રજાને ટીકા વિના સાંગે પાંગ સમજ મુશ્કેલ હતું તથા ઘણે સ્થળે મૂળ ગ્રન્થ અશુદ્ધ હતું, તેથી પૂજ્ય પાઠ શાસનસમ્રાટ સર્વતન્નરવત– આચાર્ય મહારાજાધિરાજ શ્રીમદ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રીના પટ્ટાલંકાર વ્યાકરણવાચસ્પતિ શાસ્ત્રવિશારદ કવિરત્ન પૂજ્ય આચાર્યવર્ય શ્રીમદ્ વિજયલાવણ્યસૂરીશ્વરજી મહારાજશ્રીએ પિતાની કુશાગ્રબુદ્ધિથી બને તે રીતે શુદ્ધ કરવા સાથે વિદ્વત્સમાજ તેમજ તવરસિક છે સહેલાઈથી પ્રવેશ કરી શકે તે અર્થે આ “નયામૃતતરંગિણું” ટીકા યુક્ત “નોપદેશ' ગ્રન્થ પર નયપી અમૃતથી ભરેલ વિશાળ નદીનું અવગાહન કરવા માટે નૌકા સમાન “તરંગિણુતરણી' નામની સુંદર ટીકા રચી છે, તે અમે સહર્ષ પ્રકાશિત કરીએ છીએ. મૂળ ઘન્ય અપ્રતિમ પ્રતિભાયુક્ત રહસ્યમય છે એ વાત તે નિશંક છે, પરંતુ ટીકાકાર મહર્ષિએ પણ તેના ઉપર તલસ્પર્શી વિશદ “તરંગિણતરણ” વિવૃતિ રચી પોતાની પ્રકાંડ પ્રતિભાને વ્યક્ત કરી છે, તે સાઘન્ત સૂફમેક્ષિકાથી નિરીક્ષણ કરનારને સહેજે ખ્યાલમાં આવે તેમ છે, એટલું જ નહિ પરંતુ “તરંગિણતરણી વિવૃતિની સાર્થકતાને સાક્ષાત્કાર થયા વિના રહેતું નથી. જેનન્યાયની સાહિત્યસૃષ્ટિમાં આ ગ્રંથ અનેરો પ્રકાશ ફેકે છે, જિજ્ઞાસાવાળા મહાનુભાને વિશાળકાય વિષયાનુક્રમણિકાનું નિરીક્ષણ કરવા ભલામણ કરીએ છીએ, જેથી ગ્રન્થ ને ટીકાની મહત્તાનો ખરા ખ્યાલ આવી શકશે. પૂજ્ય પ્રખરવક્તા વિદ્વદર્ય પંન્યાસજી મ૦ શ્રીસુશીલ વિજયજી ગણિવર્યો પ્રેસકોપી મેળવવા વગેરેમાં જે પરિશ્રમ ઉઠાવ્યો છે તે, અને પ્રસ્તુત ગ્રન્થનું સાઘન્ત પ્રફ વિગેરેનું સંશોધનકાર્ય, વ્યાકરણતીર્થ પંડિત અંબાલાલ પ્રેમચંદ શાહે, જે કુશલતાથી કરેલ છે તે ધન્યવાદને પાત્ર છે. આને પ્રથમ વિભાગ રાવબહાદુર-જે. પી. શ્રેષ્ટિવર્ય જીવતલાલ પ્રતાપસિંહ સંઘવીની દ્રવ્ય સહાયતાથી પૂર્વે પ્રગટ થયું હતું, અને આ દ્વિતીય વિભાગ શ્રેણિવર્ય પુરુષોત્તમભાઈ સુરચંદની દ્રવ્યસહાયતાથી બહાર પડે છે. એ બંને દાનવીરને તેમની જ્ઞાનભક્તિનિમિત્તક ધન્યવાદ ઘટે છે.
SR No.022473
Book TitleNayopdesh
Original Sutra AuthorN/A
AuthorVijaylavanyasuri
PublisherVijaylavanyasuri Gyanmandir
Publication Year1956
Total Pages496
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy