SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ભાયાવતાર અને એ ઉભયની અનિવૃત્તિ અને સંશયથી બને છે. પ્ર. સાધ્યાદિથી વિકલાદિ રૂપ એટલે શું ? ઉં. જે દષ્ટાન્ત સાધ્ય રહિત હોય તે સાધ્યવિકલ, જે સાધન રહિત હોય તે સાધનવિકલ, અને જે એ બન્નેથી રહિત હોય તે ઉભયવિકલ. તેમ જ જેમાં સાધ્ય સંદિગ્ધ હોય તે સંદિગ્ધસાધ્યધર્મ, જેમાં સાધન સંદિગ્ધ હોય તે સંદિગ્ધસાધન ધર્મ, અને જેમાં બંને સંદિગ્ધ હોય તે સંદિગ્ધોભયધર્મ. આ રીતે છ દષ્ટાંત-દોષો અર્થાત્ દૂષિત દષ્ટાન્તો-દષ્ટાન્તાભાસો છે. પ્ર. શું એ બધા હેત્વાભાસથી જ ઉત્પન્ન થાય છે ? ઉ. નહિ. સમ્ય હેતુ હોય ત્યાં પણ દષ્ટાન્તાભાસો હોઈ શકે. પ્ર. આ બધાને ઉદાહરણ દ્વારા સમજાવો. ઉ. “અનુમાન, પ્રમાણ હોવાથી, પ્રત્યક્ષની પેઠે બ્રાન્ત છે' એ વાક્યમાં સાધ્યવિકલ દષ્ટાન્તાભાસ છે. કારણ કે એમાં પ્રત્યક્ષ પ્રમાણ દષ્ટાંતરૂપે મૂકેલ છે. જે બ્રાન્તત્વરૂપ સાધ્યથી રહિત છે. “જાગૃત દશાનું જ્ઞાન, પ્રમાણ હોવાથી, સ્વપ્નજ્ઞાનની પેઠે ભ્રાન્ત છે' એ વાક્યમાં સ્વપ્નજ્ઞાન દષ્ટાન્ત પ્રમાણત્વરૂપ સાધનથી રહિત હોવાને લીધે સાધનવિકલ દષ્ટાન્તાભાસ બને છે. પ્રત્યક્ષ આદિ પ્રમાણ વડે ન દેખાતો હોવાથી, ઘટની જેમ, સર્વજ્ઞ નથી એ વાકયમાં ઘટરૂપ દષ્ટાન્ત નાસ્તિત્વ સાધ્ય, અને પ્રમાણો વડે ન દેખાવારૂપ સાધન બનેથી રહિત હોવાને લીધે ઉભયવિકલ દષ્ટાન્તાભાસ છે. “આ માણસ, રસ્તે ચાલતા પુરુષની પેઠે, મરણશીલ હોવાથી, વીતરાગ છે એ વાક્યમાં રસ્તે ચાલતો પુરુષ વીતરાગ પણ હોઈ શકે; તેમ જ સરાગ પણ હોઈ શકે. “આ પુરુષ, રચ્યાપુરુષની પેઠે, રાગયુક્ત હોવાથી, મરણશીલ છે' એ વાક્યમાં રચ્યાપુરષ સંદિગ્ધસાધનધર્મ દષ્ટાન્તાભાસ છે. કારણ કે તેમાં રાગરૂપ સાધન હોય ખરું અને ન પણ હોય. “આ પુરુષ, રચ્યાપુરુષની પેઠે, રાગયુક્ત હોવાથી અસર્વજ્ઞ છે.” એ વાકયમાં રચ્યાપુરુષ સંદિગ્ધોભયધર્મ દષ્ટાન્નાભાસ છે. કારણ કે તેમાં સર્વજ્ઞરૂપ સાધ્ય અને રાગરૂપ સાધન બન્નેના સંદેહ છે.
SR No.022467
Book TitleNyayavatar Sutra
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghvi
PublisherShardaben Chimanbhai Educational Research Institute
Publication Year1995
Total Pages58
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy