SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ જોઇએ એમ કહ્યું, પણ બાધિત હોય તો શું થાય ? ઉ. બાધિત હોય તો પક્ષ નહિ પણ પક્ષાભાસ કહેવાય. પ્ર. એ વાત ઉદાહરણો આપી સ્પષ્ટ કરો. ઉ. સ્પષ્ટીકરણ એકવીસમા શ્લોકમાં આવવાનું છે. સામાવતાર પ્ર. શું પરાર્થાનુમાનમાં સર્વત્ર પક્ષનો પ્રયોગ આવશ્યક છે ? ઉ. ના. જે પ્રતિવાદીને બીજી કોઈ રીતે પક્ષનું ભાન ન જ થયું હોય તેને માટે પક્ષનો પ્રયોગ આવશ્યક છે. કારણ કે તેવો પ્રતિવાદી પક્ષ જાણ્યા વિના હેતુના સ્થળનો નિર્ણય કરી શકતો ન હોવાથી ગોટાળામાં પડી જાય છે કે આ હેતુથી સાધ્ય કયાં સિદ્ધ કરવું. તેમ જ પક્ષનો પ્રયોગ ન કરવામાં આવે તો જે પ્રતિવાદી વાદીના ઈષ્ટ પક્ષવિષે અજ્ઞાન હોય તેને હેતુ વિષે વિરુદ્ધ દોષની શંકા થાય અર્થાત્ વાદીએ ભલેને સદ્ભુતુનો પ્રયોગ કર્યો હોય છતાં અન્નપ્રતિવાદી પક્ષને અભાવે વાદીપ્રયુકત હેતુને વિપક્ષમાં વર્તમાન ધારી તેના ઉપર વિરુદ્ધ દોષની આશંકા કરે. માટે પક્ષભાન વિનાના પ્રતિવાદીની અપેક્ષાએ પક્ષનો પ્રયોગ આવશ્યક છે જ. પ્ર. પક્ષને અભાવે જ સહેતુ વિષે વિરુદ્ધ આશંકા થાય એ તો કેમ? ઉ. બાણાવળીની જેમ. કોઈ બાણાવળી લક્ષ્ય વીંધવામાં અર્જુન જેવો કુશળ હોય, પણ બાણ ફેંકતી વખતે તે કાંઈ નિશાન જ ન બાંધે, એમને એમ બાણ ચલાવ્યે જાય. ત્યાં કોઈ તટસ્થ પ્રેક્ષક બેસી એ બાણાવળીના ગુણદોષની પરીક્ષા કરતો હોય, એ પ્રસંગે એ બાણાવળી ગમે તેટલો લક્ષ્યભેદવામાં કુશળ હોય, છતાં તેની કુશળતાનો ગુણ પ્રેક્ષકની નજરે ત્રુટીરૂપે જણાવાનો પણ સંભવ છે. તેમ જ બાણવળીની ખામી હોય તો તે ગુણરૂપે પણ જણાવવાનો સંભવ છે. એ પ્રમાણે નિષ્ણાતવાદીએ જો કે સહેતુનો જ પ્રયોગ કર્યો હોય અને તે સાધ્ય સિદ્ધ કરવામાં સમર્થ હોય; છતાં પક્ષનો પ્રયોગ કરેલ ન હોય, તો પ્રતિવાદી હેતુના સ્થળ વિષે અજ્ઞાન હોવાથી એવી શંકા કરે કે આ હેતુ તો વિપક્ષગામી છે. આ પ્રમાણે સમ્યગ્ હેતુ પણ પ્રતિવાદીની દૃષ્ટિમાં અસમ્યગ્ રૂપે જણાવવો સંભવ છે. હેતુ પ્રયોગની શૈલી – हेतोस्तथोपपत्त्या च स्यात् प्रयोगोऽन्यथापि वा । द्विविधोऽन्यतरेणापि साध्यसिद्धिर्भवेदिति ॥ १७ ॥
SR No.022467
Book TitleNyayavatar Sutra
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghvi
PublisherShardaben Chimanbhai Educational Research Institute
Publication Year1995
Total Pages58
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy