SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયાવતાર ૨૩ સર્વ જ્ઞાનો ભ્રાન્ત જ હોવાથી પ્રત્યક્ષ પણ બ્રાંત કાં ન હોય એ શંકાનું નિરાકરણ न प्रत्यक्षमपि भ्रातं प्रमाणत्वविनिश्चयात् । भ्रान्तं प्रमाणमित्येतद्विरुद्धं वचनं यतः ॥६॥ પ્રમાણપણાનો નિશ્ચય હોવાથી પ્રત્યક્ષ પણ ભાન નથી. કારણ કે ભ્રાન્ત અને પ્રમાણ એવું કથન જ (પરસ્પર) વિરુદ્ધ છે. પ્ર. સર્વે ભાન છે એમ કોણ માને છે જેથી પ્રત્યક્ષના બ્રાન્તપણા વિષે શંકા ઉઠ? ઉ. વિજ્ઞાનવાદી બૌદ્ધ કહે છે કે – જગતું માત્ર વિજ્ઞાનરૂપ છે. તેમાં જ્ઞાતા ય જેવો કશો ભેદ નથી. જે ભેદ દેખાય છે તે માત્ર વાસના-સંસ્કારને લીધે. ખરી રીતે બધાં જ્ઞાનો અર્થ શૂન્ય હોઈ બ્રાન્ત છે. આ મત સામે ગ્રન્થકાર કહે છે કે બધું જગતુ માત્ર વિજ્ઞાનરૂપ નથી. તેમાં અન્ય વસ્તુ પણ છે. તેથી પ્રત્યક્ષજ્ઞાન યથાર્થ સંભવે છે અને તેથી જ તે અભ્રાન્ત - પણ હોય છે. પ્રમાણની સિદ્ધિ કેમ થાય એ પ્રશ્નનો ઉત્તર - सकलप्रतिभासस्य भ्रान्तत्वासिद्धितः स्फुटम् । प्रमाणं स्वान्यनिशायि द्वयासिद्धौ प्रसिद्धयति ॥७॥ સઘળો પ્રતિભાસ - જે કંઈ જણાય છે તે બધું ભ્રાન્ત જ છે એમ સિદ્ધ થતું નથી. તેથી પ્રમાણ તો સ્પષ્ટ જ છે, પણ એ સ્વ-પર નિર્ણયકારી પ્રમાણની સિદ્ધિ બે વસ્તુની સિદ્ધિ ઉપર જ અવલખે છે. પ્ર. કોઈપણ વસ્તુ મેય)ની સિદ્ધિ પ્રમાણથી જ થઈ શકે ત્યારે અહિં તો એમ કહ્યું છે કે પ્રમાણની સિદ્ધિનો આધાર વસ્તુની સિદ્ધિ ઉપર જ છે. આમ ઉલટું કેમ? ઉ. બને વિચારો સાચા છે. કાંઈ પણ તત્ત્વ છે કે નહિ; અને હોય તો તે કેવું છે; એનો નિર્ણય સત્યજ્ઞાન-પ્રમાણથી જ થઈ શકે. પ્રમાણમાં જેવું વસ્તુનું સ્વરૂપ ભાસે તેવી જ વસ્તુ સ્વીકારાય છે. તેથી જ કહેવાય
SR No.022467
Book TitleNyayavatar Sutra
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghvi
PublisherShardaben Chimanbhai Educational Research Institute
Publication Year1995
Total Pages58
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy