SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ લલિતવિસ્તરા ભાગ-૩ અધિક છું તેમ પોતાને માને છે, વસ્તુતઃ તે રાજાથી અધિક નથી, પરંતુ સામાન્ય મનુષ્ય કરતાં પણ હીન છે; કેમ કે સંન્યાસનો વેશ ગ્રહણ કરીને વિપરીત પ્રવૃત્તિ કરે છે, તેથી અત્યંત નિંદનીય છે, છતાં મોહના વિકારને કારણે પોતાના સંન્યાસવેશને જોઈને આ રીતે હું કૃતાર્થ છું તેમ પોતાને જુએ છે, વાસ્તવિક સંન્યાસના લિંગમાં વિપરીત ઉર્ફેખલ પ્રવૃત્તિ કરનાર હોવાથી તે અકૃતાર્થ છે, છતાં પોતાને કૃતાર્થ માને છે, તે તેનો મોહના વિકારનો આવેશ છે, તેમ જેઓ જમાલીની જેમ ભગવાનના લિંગને ધારણ કરનારા છે અને ઉશ્રુંખલ પ્રવૃત્તિ કરનારા છે, છતાં પોતાના સાધુવેષને જોઈને પોતે કતાર્થ છે એમ જેઓ માને છે, તેઓ મિથ્યા પરિતોષવાળા છે. વસ્તુતઃ ગુણના કેષવાળા તેઓ વેશની વિડંબના કરીને વર્તમાનના ભવમાં પણ શિષ્ટપુરુષોને દયાપાત્ર બને છે અને ભવિષ્યમાં અનર્થોની પરંપરાને જ પ્રાપ્ત કરશે, તેથી અપેક્ષાવાળા જીવોની સદનુષ્ઠાનની પ્રવૃત્તિ જેમ નિદ્ય છે તેમ પ્રસ્તુત સૂત્ર બોલવાપૂર્વક ચૈત્યવંદનની ક્રિયા પણ નિંદ્ય જ છે, તે કારણથી વિચારકોને આશ્રયીને પ્રસ્તુત સૂત્ર સફળ જાણવું અર્થાત્ તેઓ પ્રસ્તુત સૂત્ર બોલીને પોતાનામાં વર્તતા ઇક્ષુ આદિ ભાવતુલ્ય જે ઉપશમનું સુખ છે તેને ચૈત્યવંદનની ક્રિયા દ્વારા જે જે અંશથી અતિશયિત કરે છે તે તે અંશથી તેઓનું કરાયેલું ચૈત્યવંદન સફળ છે, તેથી ચૈત્યવંદન માટે બોલાતું પ્રસ્તુત સૂત્ર પણ સફળ જાણવું. અવતરણિકા - किं सर्वथा तिष्ठति कायोत्सर्गमुत नेति आह-'अन्नत्थ ऊससिएणमित्यादि - અવતરણિકાર્ય : શું સર્વથા કાયાના ત્યાગમાં રહે છે? અથવા નહિ એથી કહે છે – અન્નત્ય ઊસસિએણે ઈત્યાદિક ઉચ્છવસિત આદિને છોડીને, રહે છે. સૂત્ર: अनत्थ ऊससिएणं नीससिएणं खासिएणं छीएणं जंभाइएणं उड्डएणं वायनिसग्गेणं भमलीए पित्तमुच्छाए सुहुमेहिं अङ्गसंचालेहिं सुहुमेहिं खेलसंचालेहिं सुहुमेहिं दिट्ठिसंचालेहिं, एवमाइएहिं आगारेहिं अभग्गो अविराहिओ हुज्ज मे काउस्सग्गो, जाव अरिहंताणं भगवंताणं नमुक्कारेणं न पारेमि ताव कायं ठाणेणं मोणेणं झाणेणं अप्पाणं वोसिरामि । સૂત્રાર્થ - શ્વાસ લેવાથી શ્વાસ મૂકવાથી, ઉધરસ આવવાથી, છીંક આવવાથી, બગાસું આવવાથી, ઓડકાર આવવાથી, વા-છૂટ થવાથી, ચક્કર આવવાથી, પિત વડે મૂર્છા આવવાથી, સૂક્ષ્મ રીર્ત અંગ સંચાર થવાથી, સૂક્ષ્મ રીર્ત કફનો સંચાર થવાથી, સૂક્ષ્મ રીર્ત દષ્ટિનો
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy