SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ લલિતવિસ્તરા ભાગ-૩ પંજિકાર્ય - કા', ‘મારો ચારિ ....... થી ૪ તથા l શ્રદ્ધા સમાજોત્યાદિ પ્રતીક છે, સમારોવિયાતિવૃત્તો અર્થ કરે છે – સમારોપ એટલે મિથ્યાત્વ મોહના ઉદયથી અસત એવા સ્વભાવાંતરનું તથ્ય વસ્તુમાં અધ્યારોપણ, જેમ દ્વિચંદ્રાદિ વિજ્ઞાનોમાં કાચકામલ આદિ ચક્ષરોગના ઉપઘાતથી એક ચંદ્રાદિમાં બે ચંદ્રાદિનું અધ્યારોપણ એ સમારોપ છે, તેના વિઘાત કરનાર=નાશ કરનાર, શ્રદ્ધા છે એમ અન્વય છે, કર્મ અને ફલના સંબંધના અસ્તિત્વાદિ સંપ્રત્યયતા આકારવાળો ચિત્તનો ધર્મ શ્રદ્ધા છે એમ અવય છે, તેનો અર્થ સ્પષ્ટ કરે છે – કર્મ શુભ-અશુભ લક્ષણવાળું છે અને કુલ તેનું કાર્ય તેવા પ્રકારનું જ છે શુભ-અશુભ લક્ષણવાળું જ છે, તે બેનો સંબંધ આતંતર્યથી કાર્ય-કારણભાવ રૂપ વાસ્તવ સંયોગ=જીવની સાથે કર્મ અને તેના ફળનો અંતર વગર કાર્ય-કારણભાવરૂપ વાસ્તવસંયોગ એ કર્મફલ સંબંધ છે, પરંતુ સુગતપુત્રથી પરિકલ્પિત સંતાન વ્યવહારના આશ્રયની જેમ ઉપચરિતા નથી, જે પ્રમાણે તેઓ વડે કહેવાયું છે – જે જ સંતાનમાં કર્મવાસના આહિત છે, ત્યાં જ ફલ પ્રાપ્ત થાય છે, જે પ્રમાણે કપાસમાં રક્તના સંધાન પામે છે રૂમાં રહેલી રક્તતા તેની ઉત્તરના સંતાનમાં પ્રાપ્ત થાય છે. તેનું= કર્મના અને લૂના સંબંધનું, અસ્તિત્વ=સદ્ભાવ, આદિ શબ્દથી કર્મ અને ફ્લના સંબંધના અસ્તિત્વાદિમાં રહેલા આદિ શબ્દથી, આત્મા છે, તે પરિણામી છે પોતાનો આત્મા પરિણામી છે, વિચિત્ર એવા સત્કર્મથી=વિવિધ પ્રકારનાં વિદ્યમાન એવાં કર્મોથી, બદ્ધ છે અને તેના વિયોગથીઃકર્મના વિયોગથી, મુક્ત છે, હિંસાહિંસાદિ તેના હેતુ છે=હિંસાદિ કર્મબંધના હેતુ છે અને અહિંસાદિ કર્મકાશના હેતુ છે, ઈત્યાદિ અનેક પ્રકારની પ્રાવચતિક વસ્તુનું ગ્રહણ છે=આદિ શબ્દથી ગ્રહણ છે, તેનો=પૂર્વમાં કહેલા કર્મ અને ફલના સંબંધના અસ્તિત્વાદિ સર્વનો, સંપ્રત્યય=સમ્યફ શ્રદ્ધાથી યુક્ત પ્રતીતિ, તે છે આકાર=વભાવ, જેને તે તેવો છે કર્મ અને ફલના સંબંધના અસ્તિત્વાદિ સંપ્રત્યયતા આકારવાળો છે. ભાવાર્થ - પૂર્વમાં બતાવ્યું એ પ્રમાણે વંદન-પૂજન આદિ નિમિત્તે સાધુ કે શ્રાવક કાયોત્સર્ગ કરે તો પણ તે કાયોત્સર્ગથી તેઓએ બોધિલાભની અને મોક્ષની જે અભિલાષા કરી છે તેની પ્રાપ્તિ માટે તે કાયોત્સર્ગ શ્રદ્ધાદિ ભાવોથી વિકલ હોય તો સમર્થ નથી અર્થાત્ તે ફળની પ્રાપ્તિનું કારણ કાયોત્સર્ગ બનતો નથી, તેથી પ્રસ્તુત સૂત્રમાં કહે છે – વધતી જતી શ્રદ્ધા આદિપૂર્વક હું કાઉસ્સગ્નમાં રહું છું, તેથી જે સાધુ અને શ્રાવક જે પ્રકારે સૂત્ર બોલે છે તે પ્રકારે જ શ્રદ્ધા આદિની વૃદ્ધિને અનુકૂળ અંતરંગ યત્ન કરે તો બોલાયેલા સૂત્રના બળથી તે પ્રકારનો સંકલ્પ થાય છે અને તે સંકલ્પને અનુરૂપ જીવવીર્ય ઉલ્લસિત થાય છે અને જે પ્રકારે શ્રદ્ધા આદિને અનુકૂળ તે સૂત્રના બળથી વીર્ય ઉલ્લસિત બને તેને અનુરૂપ વધતી જતી શ્રદ્ધાપૂર્વક તે મહાત્મા કાયોત્સર્ગ કરવા સમર્થ બને છે, તેથી સૂત્રમાં કરાયેલા પ્રણિધાનને અનુરૂપ વંદન-પૂજન આદિના પરિણામ દ્વારા વિતરાગતાને અભિમુખ બહુમાનની વૃદ્ધિ થાય છે અને તે જીવમાં પ્રગટ થયેલી વધતી જતી શ્રદ્ધાને અનુરૂપ બોધિલાભરૂપ નિર્મળ મતિ સ્થિર-સ્થિરતર થાય છે જે ઉત્તરોત્તર વૃદ્ધિની પ્રાપ્તિ દ્વારા મોક્ષરૂપ ફળમાં
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy