SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ અરિહંત ચેઈયાણં સૂત્ર થાય છે તે રૂપ પ્રીતિવિશેષ, સન્માન છે એમ અન્ય કહે છે, વળી, વંદન, પૂજન, સત્કાર, સન્માન જ કયા નિમિત્તે કરાય છે? આથી કહે છે – બોધિલાભ નિમિતેઃબોધિલાભ પ્રત્યય બોધિલાભ નિમિત છે, જિનપ્રણીત ધર્મની પ્રાપ્તિ બોધિલાભ કહેવાય છે, વળી, બોધિલાભ જ કયા નિમિતે ઈચ્છાય છે ? આથી કહે છે – નિરુપસર્ગ માટે નિરુપસર્ગ પ્રત્યય=નિરુપસર્ગ નિમિત બોધિલાભ ઈચ્છાય છે, નિરુપસર્ગ મોક્ષ છે; કેમ કે જન્માદિ ઉપસર્ગનો અભાવ છે. ભાવાર્થ : વળી, અરિહંતોના સન્માન નિમિત્તે કાયોત્સર્ગ કરાય છે, સન્માન શું છે ? તેથી કહે છે – ભગવાનની સ્તુતિ આદિ દ્વારા પોતાના આત્મામાં વીતરાગતાતુલ્ય ગુણોની ઉન્નતિનું કરણ સન્માન છે, તેથી જેઓ ભગવાનની સ્તુતિ દ્વારા વીતરાગના ભાવોને સ્પર્શે તે પ્રકારના ઉપયોગવાળા છે, તે ઉપયોગ ભગવાનનું સન્માન છે. વળી, અન્ય કહે છે કે સ્તુતિકાળમાં બોલનારના ચિત્તમાં ભગવાનના ગુણોનો સ્પર્શ થવાથી જે પ્રીતિવિશેષ થાય છે તે સન્માન છે. આ રીતે વંદન, પૂજન, સત્કાર અને સન્માન તે ચારેય ક્રિયાઓ વીતરાગતાને અનુકૂળ ભાવનિષ્પત્તિની ક્રિયા છે અને તે ક્રિયાઓ દ્વારા જે ફળ પ્રાપ્ત થાય તે મને પ્રસ્તુત કાયોત્સર્ગ દ્વારા થાવ, તે પ્રકારનું પ્રતિસંધાન કરીને વિવેકી શ્રાવક કે સાધુ કાયોત્સર્ગ ક્રિયા દ્વારા સર્વ શક્તિથી વિતરાગતાને અભિમુખ અંતરંગ વીર્યને ઉલ્લસિત કરે છે, આથી જ તેવા ઉત્તમ ચૈત્યવંદનરૂપ કાયોત્સર્ગ નિષ્પન્ન કરવા અર્થે પૂર્વ ભૂમિકારૂપે નમુત્થણ આદિ સૂત્રો બોલાય છે, જેથી સ્પષ્ટ-સ્પષ્ટતર વીતરાગતાના સ્વરૂપમાં લીન થયેલા સાધુ અને શ્રાવક જ્યારે અરિહંત ચેઇયાણ સૂત્ર દ્વારા અભિલાષ કરે છે કે જગનૂરુનાં વંદન-પૂજન-સત્કાર-સન્માનથી જે પ્રકારે ચિત્ત વીતરાગતાને આસન્ન-આસન્નતર થાય છે તેવું મારું ચિત્ત પ્રસ્તુત કાયોત્સર્ગથી થાવ. અહીં પ્રશ્ન થાય કે વંદન-પૂજન-સત્કાર-સન્માનના ફળને પ્રસ્તુત કાયોત્સર્ગથી સાધુ અને શ્રાવક કયા કારણથી ઇચ્છે છે ? તેથી કહે છે – બોધિલાભ નિમિત્તે હું પ્રસ્તુત કાયોત્સર્ગ કરું છું, તેથી એ ફલિત થાય કે ભગવાને કહેલો શ્રુત-ચારિત્રરૂપ ધર્મ બોધિ છે અને તેની પ્રાપ્તિ માટે ભગવાનનાં વંદન-પૂજન-સત્કારસન્માનના ફળને સાધુ અને શ્રાવક ઇચ્છે છે, તેથી જેમ જેમ વીતરાગના ગુણોને સ્પર્શે તેમ તેમ ભગવાને કહેલા શ્રુત-ચારિત્રધર્મની પ્રાપ્તિ સાધુ અને શ્રાવકને અતિશય-અતિશયતર થાય છે. અહીં પ્રશ્ન થાય કે બોધિલાભ શેના માટે સાધુ અને શ્રાવકને જોઈએ છે ? તેથી કહે છે – નિરુપસર્ગ માટે, નિરુપસર્ગ મોક્ષ છે; કેમ કે જન્મ-જરા-મરણ, રોગ, શોક વગેરે ઉપદ્રવોનો અભાવ છે, તેથી સંપૂર્ણ ઉપદ્રવ વગરની સ્વસ્થ અવસ્થા મોક્ષ છે, તેની પ્રાપ્તિનો ઉપાય શ્રુત-ચારિત્રરૂપ ધર્મ છે, તે બોધિ સ્વરૂપ છે અને તેની પ્રાપ્તિનો ઉપાય જગતગુરુ પ્રત્યે વંદન-પૂજન-સત્કાર-સન્માન છે, માટે મોક્ષના પ્રયોજનથી તેના ઉપાયભૂત બોધિની ઇચ્છા સાધુ અને શ્રાવક કરે છે અને તે બોધિની પ્રાપ્તિનો ઉપાય વીતરાગની ભક્તિ છે તેથી વંદન-પૂજન-સત્કાર-સન્માન દ્વારા વિતરાગની ભક્તિની વૃદ્ધિ કરીને સાધુ અને શ્રાવક અંતે મોક્ષને પ્રાપ્ત કરે છે.
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy