SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ કર્તવ્ય કરનારા પુનર્થધકાદિ જીવો. ૨૩ દષ્ટાંતો બતાવે છે અને તે દૃષ્ટાંતોનું યોજન ભગવાનના દર્શનમાં રહેલા અપુનબંધકમાં પ્રસ્થક દૃષ્ટાંતની જેમ કરવું જોઈએ. જેમ સુપ્તમંડિત દૃષ્ટાંત બતાવતાં તેઓ કહે છે કે કોઈ પુરુષ ઊંઘમાં હોય, તેને કોઈ કેસર આદિથી અને અલંકારોથી શણગારે અને જ્યારે જાગે ત્યારે તેને દેખાય કે સૂઈ ગયો ત્યારે હું આવા પ્રકારનો ન હતો અને અત્યારે શણગારાયેલો છું, તેથી તેને આશ્ચર્ય થાય છે, તેમ અપુનબંધક જીવ પણ અપુનબંધક થયા પૂર્વે ક્લિષ્ટ કર્મોથી અસુંદર ભાવવાળો હતો અને કોઈક રીતે અનાભોગથી તેનાં ક્લિષ્ટ કર્મોનો અપગમ થવાને કારણે કંઈક ભદ્રક પ્રકૃતિવાળો થાય છે છતાં તેને આ સંસાર અત્યંત વિષમ છે, મુક્ત અવસ્થા અત્યંત સુંદર છે અને તેની પ્રાપ્તિનો એક ઉપાય વિતરાગના વચનાનુસાર વિતરાગ થવાને અનુકૂળ ઉચિતવ્યાપાર છે તેવો સૂક્ષ્મબોધ થયો નથી, તેથી અનાભોગવાળો છે, તોપણ ક્લિષ્ટ કર્મોનું વિગમન થયું હોવાને કારણે સહજ રીતે તે આદિ કર્મમાં યત્નવાળો થાય છે તેના બળથી તેના તત્ત્વને જોવામાં બાધક કર્મો વિશેષ વિશેષતર ક્ષીણ થાય છે અને જ્યારે તે કોઈક નિમિત્તથી પ્રતિબોધ પામે છે ત્યારે સંસારની સર્વ પ્રવૃત્તિઓ ઇન્દ્રજાળ જેવી છે તેવો તેને સ્પષ્ટ બોધ થાય છે અને ત્રણ ગુપ્તિઓમાં જ કરાયેલો યત્ન વર્તમાનમાં આત્માને માટે સર્વથા સુખકારી છે, આગામી સુખની પરંપરાનું એક કારણ છે તેવો સ્પષ્ટ બોધ થાય છે ત્યારે તેને જણાય છે કે જ્યારે મને કોઈ જાતનો બોધ ન હતો ત્યારે હું ઊંઘમાં હતો, તોપણ ક્લિષ્ટ કર્મો દૂર થવાથી હું વિચિત્ર ગુણોથી અલંકૃત થયેલો, જેથી આજે મને આખો સંસાર ઇન્દ્રજાળ જેવો સ્પષ્ટ દેખાય છે અને ત્રણ ગુપ્તિઓ જ સર્વ કલ્યાણનું કારણ દેખાય છે, તેથી અપુનબંધકદશામાં પોતાનો આત્મા કંઈક સુંદર ગુણોથી અલંકૃત થયો હતો, તેથી જ આજે સમ્યગ્દર્શન આદિના લાભકાળમાં મને સંસારનું વાસ્તવિક સ્વરૂપ યથાર્થ દેખાય છે અને અનંતકાળમાં પૂર્વે ઘણી વખત મનુષ્યભવને પામીને બોધની સામગ્રી પામવા છતાં હું તે પ્રકારના ગુણોથી અલંકૃત થયેલો નહિ, આથી જ અત્યાર સુધી હું સંસારનું વાસ્તવિક સ્વરૂપ જાણી શક્યો નહિ, હવે મને જે કંઈ તત્ત્વને અભિમુખ સુંદર સ્વરૂપ દેખાય છે તેનું કારણ ઊંઘ અવસ્થામાં પણ કર્મોના વિગમનથી મારામાં ઉત્તમ ગુણો પ્રગટ થયેલા, તેથી વર્તમાનમાં પારમાર્થિક તત્ત્વની પ્રાપ્તિ થઈ છે તેમ જણાય છે, વળી, આ કથનને જ ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરતાં કહે છે – જે અપુનબંધક જીવો પ્રસ્થકકર્તાના ન્યાયથી આદ્યભૂમિકામાં ઉચિત પ્રવૃત્તિ કરનારા છે, તેઓ ક્રમસર ઇષ્ટના સાધક અવશ્ય થાય છે. જેમ પ્રસ્થક માટે કુઠારનું સંઘઠન આદિ કરનાર પુરુષ ક્રમસર લાકડું લાવીને અવશ્ય પ્રસ્થક બનાવે છે, તેમ આઘભૂમિકામાં રહેલો અપુનબંધક પણ સ્વભૂમિકા અનુસાર ઉચિત ઉચિતતર પ્રવૃત્તિઓ કરીને સમ્યક્ત, દેશવિરતિ અને સર્વવિરતિનો અવશ્ય સાધક થાય છે. આથી જ તેવા યોગ્ય જીવોને ચૈત્યવંદન કરીને હિત સાધવા માટે ગ્રંથકારશ્રીએ તેત્રીશ કર્તવ્ય બતાવ્યાં, તેને સેવીને જૈનશાસનને પામેલો અપુનબંધક જીવ સમ્યક્ત, દેશવિરતિ આદિ અવશ્ય પામે છે; કેમ કે સમ્યક્ત પામ્યા પછી તેને ત્રણ ગુપ્તિ જ સર્વથા હિત સ્વરૂપ દેખાય છે, તેથી તેવા જીવો સ્વભૂમિકા અનુસાર ચૈત્યવંદન કરીને પ્રાંતમાં ભવનિર્વેદ આદિ આઠ ભાવોની પ્રાર્થના કરીને તે પ્રકારના ઉત્તમ પુણ્યને પ્રાપ્ત કરશે, જેથી
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy