SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ અરિહંત ચેઈયાણં સૂત્ર પ્રકારના પ્રતિસંધાનના બળથી કાયોત્સર્ગકાળમાં ચિત્ત અવશ્ય લોકોત્તમ પુરુષ પ્રત્યેની ભક્તિના અતિશયવાળું થાય છે. લલિતવિસ્તરા ઃ आह—‘क एवमाह, साधुः श्रावको वा ? तत्र साधोस्तावत् पूजनसत्कारावनुचितावेव, द्रव्यस्तवत्वात्, तस्य च प्रतिषेधात्, 'तो कसिणसंजमविऊ पुप्फाईयं न इच्छन्ति' इति वचनात्, श्रावकस्तु सम्पादयत्येवैतौ यथाविभवं, तस्य तत्प्रधानत्वात्, तत्र तत्त्वदर्शित्वात्, 'जिणपूयाविभवबुद्धि' त्ति वचनात्, तत्कोऽनयोर्विषय ?' इति । उच्यते, सामान्येन द्वावपि साधुश्रावकौ, साधोः स्वकरणमधिकृत्य द्रव्यस्तवप्रतिषेधः, न पुनः सामान्येन, तदनुमतिभावात्; भवति च भगवतां पूजासत्कारावुपलभ्य साधोः प्रमोदः, 'साधु शोभनमिदमेतावज्जन्मफलमविरतानाम्' इति वचनलिङ्गगम्यः तदनुमतिरियम् । उपदेशदानतः कारणापत्तेश्च ददाति च भगवतां पूजासत्कारविषयं सदुपदेशम्, 'कर्त्तव्या जिनपूजा, न खलु वित्तस्यान्यच्छुभतरं स्थानम्' इति वचनसंदर्भेण, तत्कारणमेतत्, अनवद्यं च तद् दोषान्तरनिवृत्तिद्वारेण, अयमत्र प्रयोजकोंऽशः, तथाभावतः प्रवृत्तेः, उपायान्तराभावात् । લલિતવિસ્તરાર્થ : આહથી કોઈ પ્રશ્ન કરે છે કોણ આ પ્રમાણે=અરિહંત ચેઈયાણં સૂત્રમાં પૂઅણવત્તિયાએ સક્કારવત્તિયાએ એ પ્રમાણે, કહે છે અર્થાત્ સાધુ કહે છે અથવા શ્રાવક કહે છે ? ત્યાં=સાધુ કહે છે અથવા શ્રાવક કહે છે એ પ્રકારના સ્વીકારમાં, સાધુને પૂજન, સત્કાર અનુચિત જ છે; કેમ કે દ્રવ્યસ્તવપણું છે અને તેનો=દ્રવ્યસ્તવનો, પ્રતિષેધ છે=સાધુને પ્રતિષેધ છે. - 4 સાધુને દ્રવ્યસ્તવનો પ્રતિષેધ છે તે કેમ નક્કી થાય ? તેમાં હેતુ કહે છે - તે કારણથી સંપૂર્ણ સંયમને જાણનારા સાધુ પુષ્પાદિને ઈચ્છતા નથી. એ પ્રકારનું વચન છે, વળી, શ્રાવક આને=પૂજનને અને સત્કારને, યથાવૈભવ=પોતાની શક્તિ અનુસાર, સંપાદન કરે છે જ; કેમ કે તેનું=શ્રાવકનું, તપ્રધાનપણું છે=દ્રવ્યસ્તવ પ્રધાનપણું છે=શ્રાવકના જીવનમાં પ્રધાનરૂપે શક્તિના પ્રકર્ષથી દ્રવ્યસ્તવની આચરણા જ હોય છે. કેમ શ્રાવક પોતાના વૈભવને અનુરૂપ પ્રધાનરૂપે દ્રવ્યસ્તવ કરે છે જ ? તેમાં બીજો હેતુ કહે છે તેમાં=દ્રવ્યસ્તવમાં, તત્ત્વદર્શિપણું છે=મારા જીવનમાં મારી ભૂમિકા અનુસાર દ્રવ્યસ્તવ જ મારા માટે એકાંતે હિતનું કારણ છે એ પ્રકારના તત્ત્વને જોનાર શ્રાવક હોય છે. – કેમ શ્રાવક અન્ય સર્વ કૃત્યો કરતાં ભગવાનના પૂજનને અને સત્કા૨ને તત્ત્વરૂપે જુએ છે તેમાં ત્રીજો હેતુ કહે છે – જિનપૂજામાં વૈભવબુદ્ધિ છે. એ પ્રકારનું વચન છે=શક્તિના પ્રકર્ષથી જિનપૂજા કરું એ જ મારો
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy